ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નાપાસ વિદ્યાર્થીઓને મળશે વધુ એક તક

author img

By

Published : Jun 20, 2022, 9:17 AM IST

સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને વધુ એક તક મળશે. હવે આગામી 6 મહિનામાં તેમની ફરી પરીક્ષા (Fail students of Saurashtra University will be re examined) લેવાશે. એટલે કે હવે વિદ્યાર્થીએ આખું વર્ષ પરીક્ષાની રાહ નહીં જોવી પડે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નાપાસ વિદ્યાર્થીઓને મળશે વધુ એક તક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નાપાસ વિદ્યાર્થીઓને મળશે વધુ એક તક

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિની અધ્યક્ષતામાં ગઈકાલે આચાર્યોની એક બેઠક (Meeting of Principals at Saurashtra University) યોજાઈ હતી, જેમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. કુલપતિએ બેઠકમાં જણાવ્યું હતું કે, હવેથી દરેક સેમેસ્ટરની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે. એટલે કે, કોઈ વિદ્યાર્થી નાપાસ થયો હોય તો તેની પરીક્ષા 6 મહિનાની અંદર જ લેવામાં આવશે. એટલે હવે તેણે આખું વર્ષ રાહ જોવી પડશે નહી.

આચાર્યોની બેઠકમાં લેવાયો નિર્ણય
આચાર્યોની બેઠકમાં લેવાયો નિર્ણય

આચાર્યોની બેઠકમાં લેવાયો નિર્ણય - કુલપતિએ વધુમાં ઉમેર્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) અંતર્ગત નિર્ણય કરી તમામ વિદ્યાર્થીઓને હવે નિઃશુલ્ક પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેની અગાઉ 150 રૂપિયા ફી વસૂલવામાં આવતી હતી. ધોરણ 12ના પરિણામ જાહેર થયા બાદ કોલેજોમાં એડમિશન પ્રક્રિયા ચાલુમાં હોવાથી નવું સત્ર શરૂ થાય. તે પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ કૉલેજના આચાર્યો સાથે એક ખાસ બેઠક (Meeting of Principals at Saurashtra University) બોલાવી હતી.

આ પણ વાંચો- DGP Ashish Bhatiya : સાયબર ક્રાઇમના કેસોમાં અત્યારસુધીમાં 6 કરોડની રકમ પરત કરી, હજુ કડક થશે સાયબર સુરક્ષા

બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા - આ બેઠકમાં (Meeting of Principals at Saurashtra University) કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ પદવીદાન સમારોહ થાય ત્યારે જ ડિગ્રી મળતી હતી. જેના કારણે અંદાજે લગભગ 5,000 જેટલા વિદ્યાર્થીઓએ આગળ નોકરી મેળવવા માટે યુનિવર્સિટીમાં 150 રૂપિયા ફી ભરી પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ (Provisional Degree Certificate of Students) કઢાવવું પડતું હતું, પરંતુ તેની સામે આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) અંતર્ગત વિદ્યાર્થીઓને ફ્રીમાં પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ (Provisional Degree Certificate of Students) આપવા નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો- Pride Of Gujarat : અમેરિકાની યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યું રીસર્ચ પેપર, કોણે કર્યું અને શું વિષય છે જૂઓ

હવે વિદ્યાર્થીઓનું નહીં બગડે વર્ષ - બીજી તરફ હવેથી આગામી તમામ પરીક્ષા ત્રણ સેશનમાં એટલે કે, સવારે સેમેસ્ટર 1, બપોરે સેમેસ્ટર 3 અને સાંજે સેમેસ્ટર 5ની પરીક્ષા લેવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે સાથે ત્રીજો મહત્ત્વપૂર્ણ નિર્ણય એ જાહેર કરવામાં આવ્યો છે કે, જે વિદ્યાર્થીઓ કોઈ વિષયમાં નાપાસ થયા હોય તો તેમને એક વર્ષ સુધી રાહ જોવી ન પડે અને તેનું આખું વર્ષ ન બગડે તે માટે નિર્ણય કરી દરેક (Fail students of Saurashtra University will be re examined) પરીક્ષા વર્ષમાં બે વખત લેવા નિર્ણય કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને થશે ફાયદો - ઉલ્લેખનીય છે કે, સાથે સાથે યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટરવાઈઝ વિદ્યાર્થીઓની ફી સાથે સાથે પરીક્ષા ફોર્મ ફી પણ લેવા નિર્ણય કરવામાં (Fail students of Saurashtra University will be re examined) આવ્યો છે. તેનાથી વિદ્યાર્થીઓને ફાયદો એ થશે કે, અગાઉ પરીક્ષાની તારીખ 15 દિવસ પહેલાં જાહેર થતા કેટલાક વિદ્યાર્થીઓ મોડું થતા પરીક્ષા ફોર્મમાં લેટ ફી ભરવાની રહેતી હતી, જે હવેથી લેટ ફીનો કોઈ સવાલ ઉદ્ભવશે નહીં. કૉલેજ દ્વારા જ વિદ્યાર્થીઓના ફોર્મ સમયસર ભરવાના રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.