ETV Bharat / city

મોંઘવારીનો માર: તહેવારોની સિઝન આવતા ખાદ્યતેલના ભાવમાં રૂપિયા 190 સુધીનો વધારો

author img

By

Published : Jul 27, 2021, 12:23 PM IST

તહેવારોની સિઝન આવતા ખાદ્યતેલના ભાવમાં રૂપિયા 190 સુધીનો વધારો
તહેવારોની સિઝન આવતા ખાદ્યતેલના ભાવમાં રૂપિયા 190 સુધીનો વધારો

સમગ્ર દેશમાં હાલ પેટ્રોલ-ડિઝલ(Petrol-diesel)ના ભાવમાં પણ વધારો થયો હતો, સાથે તહેવારોની સિઝન (Festive Season) આવતા તેલના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં મુખ્યતેલ એવા સીંગતેલ અને કપાસિયા સાથે પામતેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ચાલુ વર્ષે વરસાદ એક મહિનો મોડો થયો છે. જેથી આ નવી સિઝન મોડી શરૂ થશે. સ્ટોક ત્યાં સુધી પહોંચશે કે કેમ તે એક શંકા છે અને અત્યારે ખરીદી વધુ છે. આમ ખાદ્યતેલના ભાવ વધારા પાછળ અલગ-અલગ કારણો જોવા મળી રહ્યા છે.

  • ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયુ
  • હાલ મોટાભાગની જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે
  • ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય પ્રજા મુશ્કેલીમાં મૂકાઇ છે

રાજકોટ: દેશમાં તહેવારોની સિઝન(Festive Season) આવી રહી છે, ત્યારે તહેવારો નજીક આવતા ખાદ્યતેલ(Food Oil)ના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં મુખ્યતેલ એવા સિંગતેલ અને કપાસિયા સાથે પામતેલના ભાવમાં વધારો થયો છે તમામ ખાદ્યતેલમાં અંદાજીત રૂપિયા 60થી માંડીને રૂપિયા 190નો વધારો થયો છે. જ્યારે હાલ સતત પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel) તેમજ તમામ જીવનજરૂરી ચીજ વસ્તુઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં હવે ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયુ છે.

આ પણ વાંચો- ગૃહિણીનું બજેટ ફરી એકવાર ખોરવાશે, સિંગ અને કપાસિયા તેલના ભાવમાં વધારો

એક મહિનામાં રૂપિયા 190 સુધીની ભાવ વધારો જોવા મળ્યો

હાલ મોટાભાગની જીવનજરૂરી વસ્તુઓમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં છેલ્લા એક મહિનામાં તેલમાં રૂપિયા 190 સુધીનો ભાવ વધારો જોવા મળ્યો છે. જેમાં એક મહિના અગાઉ સિંગતેલનો ભાવ રૂપિયા 2,370 હતો, જે અત્યારે તેલનો ડબ્બો રૂપિયા 2,490નો થયો, જ્યારે કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા 2,250માંથી વધીને રૂપિયા 2,440 થયો છે તેમજ પામોલીન તેલનો ભાવ પહેલા રૂપિયા 1,965 હતો, તે આજે 2,010 થયો છે.

6 દિવસમાં તેલના ભાવ રૂપિયા 25થી 60 સુધી વધ્યા

આગામી દિવસોમાં જન્માષ્ટમી સહિતના મહત્વના તહેવારો આવી રહ્યા છે, એવામાં ખાદ્યતેલ(Food Oil)ના ભાવમાં વધારો થતાં સામાન્ય પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે 6 દિવસમાં તેલના ભાવ રૂપિયા 25થી 60 સુધી વધ્યા છે.

તેલના ભાવ વધવાના આ કારણો હોઈ શકે

જાણકારોનું માનવું છે કે, ઈન્ડોનેશિયા અને મલેશિયામાં પામનું ઉત્પાદન વધારે થાય છે, પરંતુ આ વખતે ત્યાં પાક ઓછો છે. ડિમાન્ડ છે તેની સામે માલ અપૂરતો છે.
જેના કારણે કદાચ ભાવમાં વધારો થયો છે. જ્યારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ચાલુ વર્ષે વરસાદ એક મહિનો મોડો થયો છે. જેથી આ નવી સિઝન મોડી શરૂ થશે. સ્ટોક ત્યાં સુધી પહોંચશે કે કેમ તે એક શંકા છે અને અત્યારે ખરીદી વધુ છે. આમ ખાદ્યતેલ(Food Oil)ના ભાવ વધારા પાછળ અલગ-અલગ કારણો જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો- મોંઘવારીનો માર: Food Oilના ભાવમાં ફરી ભડકો

તેલના ભવમાં વધારો થતાં સામાન્ય જનતા પરેશાન

દેશમાં એક તરફ પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel) તેમજ દૂધ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. એવામાં હવે ખાદ્યતેલ(Food Oil)ના ભાવમાં વધારો થતાં સામાન્ય પ્રજા મુશ્કેલીમાં મૂકાઇ છે. એક તરફ આવક વધી નથી, જ્યારે જાવક ધીમે-ધીમે વધતી જઈ રહી છે. એવામાં મધ્યમ વર્ગના પરિવારો કેવી રીતે પોતાની બચત કરી શકે છે. આમ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું હવે બજેટ ખોરવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.