ETV Bharat / city

રાજકોટમાં ભોળેનાથની ભક્તિ સાથે કોરોના રસીના ડોઝ

author img

By

Published : Sep 6, 2021, 2:06 PM IST

rajkot
રાજકોટમાં ભોળેનાથની ભક્તિ સાથે કોરોના રસીના ડોઝ

આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે સાથે આજે સોમવતી અમાસ પણ છે, ભક્તો આજે શિવને મનાવવા માટે શિવાલયોમાં પહોંચ્યા હતા જેના કારણે સવારથી જ મંદિરોમાં ભીડ જોવા મળી હતી. રાજકોટના પંચનાથ મહાદેવમાં આજે કોરોના રસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

  • આજે શ્રાવણ માસમનો છેલ્લો સોમવાર
  • પંચનાથ મહાદેવ મંદિર ખાતે કોરોના રસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
  • 148 વર્ષ જૂનુ છે આ મંદિર

રાજકોટ: આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને અમાસ પણ છે. એવામાં આજે રાજકોટની મધ્યમાં આવેલ પંચનાથ મહાદેવ મંદિર દ્વારા મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો માટે કોરોના રસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોએ પણ મંદિરમાં જ કોરોના રસી લીધી હતી. બપોર સુધીમાં 50 જેટલા ભક્તો દ્વારા કોરોના રસીના અલગ અલગ ડોઝ લેવામાં આવ્યા હતા. મંદિર પ્રશાસન દ્વારા કોરોના રસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યા ભક્તોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.

મંદિરમાં યોજવામાં આવ્યું વેકસીન કેમ્પ

રાજકોટમાં આજે પ્રથમ વખત પંચનાથ મહાદેવ ખાતે કોરોના વેકસીન માટેનો કેમ્પ યોજાયો હતો. જ્યારે મંદિરે ભગવાન ભોળેનાથના દર્શન માટે આવતા ભક્તોને મોટાપ્રમાણમાં કોરોના વેકસીનનો લાભ મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી બપોર સુધીમાં અંદાજીત 50 જેટલા ભક્તો દ્વારા વેકસીન લેવામાં આવી હતી. જ્યારે આ વેકસીન કેમ્પ સાંજ સુધી ચાલનાર છે. ત્યારે મંદિરે આવતા ભક્તો માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવતા ભક્તોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

રાજકોટમાં ભોળેનાથની ભક્તિ સાથે કોરોના રસીના ડોઝ

આ પણ વાંચો : UP વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે 18 શહેરોમાં 'પ્રબુદ્ધ સંમેલન' શરૂ કર્યું

148 વર્ષ જૂનું છે પંચનાથ મંદિર

પંચનાથ મંદિરએ 148 વર્ષ જૂનું મહાદેવનું મંદિર છે. જે રાજકોટનું પ્રથમ મહાદેવનું મંદિર માનવામાં આવી રહ્યું છે. આજે અમાસ હોય ત્યારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓઓ મંદિર ખાતે આવતા હોય છે અને પોતાના પિતૃઓને પાણી અર્પણ કરતા હોય છે. તેમજ સોમવાર હોવાના કારણે પણ લોકો મહાદેવના દર્શન માટે આવતા હોય છે એવામાં પંચનાથ મંદિર પ્રશાસન દ્વારા મંદિરે આવતા ભક્તો માટે કોરોના રસી લેવા માટેનું આયોજન કર્યું હતું. જેનો અનેક ભક્તોએ લાભ લીધો હતો.

આ પણ વાંચો : ઑવલ ટેસ્ટ: ઇંગ્લેન્ડની મજબૂત શરૂઆત, વિના વિકેટે બનાવી લીધા 77 રન, હજુ પણ 291 રનની જરૂર

બપોર સુધીમાં 50 લોકોએ લીધી રસી

પંચનાથ મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ વસંતભાઈ જસાણીએ ETV Bharatને જણાવ્યું હતું કે કોરોના વેકસીન લેવા માટે આવતા ભક્તો માટે આજે મંદિર ખાતે જ કોરોના રસી લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ભક્તોએ બહોળા પ્રમાણમાં લીધો. જ્યારે કોરોના વેકસીન લેવાનું આયોજન મંદિરમાં પણ પ્રથમ વખત થયું હોતુ. જેમાં બપોર સુધીમાં અંદાજીત 50 જેટલા ભક્તોએ કોરોના રસી લીધી હતી. જ્યારે આ કાર્યક્રમ સાંજ સુધી ચાલવાનો છે. જેમાં કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.