ETV Bharat / city

ઉપલેટામાં બાળકો માટે પણ Dialysis unit કરાયું શરૂ

author img

By

Published : Jul 13, 2021, 9:15 PM IST

ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ચાલતા ડાયાલિસિસ યુનિટમાં (Dialysis unit ) હવેથી નાના બાળકોનું પણ ડાયાલિસિસ શરૂ કરાયું છે. આ યુનિટ શરુ થતાં ઉપલેટા પંથકના બાળકોને Dialysisની સારવાર લેવા દૂર સુધી નહીં જવું પડે.

ઉપલેટામાં બાળકો માટે પણ Dialysis unit કરાયું શરૂ
ઉપલેટામાં બાળકો માટે પણ Dialysis unit કરાયું શરૂ

  • ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં શરૂ થઈ બાળકો માટેની નવી સુવિધા
  • બાળકોના Dialysis માટે હવે નહીં જવું પડે જિલ્લામથકે
  • અગાઉ બાળકોના ડાયાલિસિસ માટે દૂર દૂર સુધી જવું પડતું હતું

રાજકોટ: જિલ્લાના ઉપલેટામાં આવેલ સરકારી હોસ્પિટલમાં હાલ ડાયાલિસિસ યુનિટમાં (Dialysis unit ) હવે નાના બાળકોનું પણ ડાયાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે. જેથી હવે બાળકોની સારવાર માટે દૂર દૂર સુધી જઈ સુવિધાનો અને સારવારનો લાભ લેતાં બાળકોને હવે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસની સારવાર મળી જતાં માતાપિતાને રાહત શ્વાસ લેવાનો મોકો મળશે.

પ્રથમ દસ વર્ષના બાળકો માટે શરૂ કરવામાં આવી Dialysis સુવિધા
જે રીતે અત્યાર સુધી ઉપલેટા પંથકમાં બાળકોને ડાયાલિસિસ (Dialysis unit ) માટે રાજકોટ, જામનગર, પોરબંદર, અમદાવાદ ડાયાલિસિસ કરાવવા માટે જવું પડતું તેમાંથી હવે રાહત મળી છે. હવે ઉપલેટામાં જ તેની સારવાર અને લાભ ઉપલબ્ધ થઈ છે. ત્યારે ઉપલેટાના ડાયાલિસિસ યુનિટમાં પ્રથમ દસ વર્ષના બાળકથી આ સુવિધાની શરૂઆત થઈ છે. આ સાથે ડાયાલિસિસ (Dialysis unit ) અર્થે આવતા બાળકો અને તેમના વાલીઓ માટે પણ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યાં છે.

આ પણ વાંચોઃ મહેસાણા: ગુજરાત સરકારના ડાયાલિસીસ પ્રોજેકટ અંતર્ગત દર્દીઓને મળી નિઃશુલ્ક સેવા

આ પણ વાંચોઃ અમદાવાદ: ચિલ્ડ્રન ડે અગાઉ બાળકને સિવિલ હોસ્પિટલની ભેટ, 6 વર્ષના બાળકની કરાઈ કિડની ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.