ઇન્સ્પેકટર કચેરીનું લોકાર્પણ અંગે મીડિયા કર્મીએ પોલીસને સવાલ પૂછતા આકરા શબ્દોમાં કર્યા ડરાવવાના પ્રયત્ન

author img

By

Published : May 30, 2022, 10:20 AM IST

ઇન્સ્પેકટર કચેરીનું લોકાર્પણ અંગે મીડિયા કર્મીએ પોલીસને સવાલ પૂછતા આકરા શબ્દોમાં કર્યા ડરાવવાના પ્રયત્ન

રાજકોટના ધોરાજીમાં સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની કચેરીનું (Police Inspector Office Inauguration) કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની વર્ચુઅલ હાજરીથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ, લોકાર્પણ પત્રિકામાં ધોરાજીના ધારાસભ્યનું નામ ન આવતા લોકો મુખે સવાલો અને વિવાદોનું ચર્ચાએ જોર પકડ્યું છે. જે અંગે મીડિયા કર્મીએ તટસ્થા દાખવીને આમંત્રણ (Dhoraji Amit Shah Virtual presence) અંગે પોલીસને સવાલ કરતા મીડિયા કર્મીને આકરા શબ્દોમાં દબાવવાનો અને અધિકારીઓ દ્વારા ડરાવવાના પ્રયત્ન કરાવવામાં આવ્યા હતા.

રાજકોટ : ધોરાજીમાં સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની કચેરીનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની વર્ચુઅલ હાજરીથી (Inspector Office Inauguration in Dhoraji) લોકાર્પણ કર્યું હતું. જેમાં કાર્યક્રમ પહેલા મનોરંજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, આ કાર્યક્રમ યોજાઈ તે પહેલા મોટો વિવાદ સામે આવ્યો હતો. જેમાં સરકારી કચેરીના લોકાર્પણ કાર્યક્રમના આમંત્રણ પત્રિકામાં સ્થાનિક ધોરાજી-ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય લલિત વસોયાનું નામ નહિ આવતા ધારાસભ્ય દ્વારા કાર્યક્રમનો બહિષ્કાર ચીમકી ઉચ્ચારી હતી. પ્રોટોકોલ મુજબ સ્થાનિક ધારાસભ્યનું નામ નહીં આવતા તેમને સમગ્ર બાબતે ગુજરાતના મુખ્યપ્રધાન અને પ્રોટોકોલ અધિકારીને ફરિયાદ કરી હોવાનું ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું છે. નવી પત્રિકા છપાવીને સુધારો નહિ કરવામાં આવે તો આ કાર્યક્રમના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી.

ધોરાજીમાં સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની કચેરીનું લોકાર્પણ

વિવાદિત લોકાર્પણ - રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 1,24,65,510.16 ના ખર્ચે બનાવેલા નવા ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માત્ર ભાજપના જ આગેવાનોની હાજરી જોવા મળી હતી, ત્યારે ધોરાજી ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નવ નિર્મિત સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીનું લોકાર્પણમાં (Dhoraji Amit Shah Virtual Presence) માત્ર ભાજપના આગેવાનોને સન્માન કાર્યક્રમ હોય તેવું લોક મુખે ચર્ચા થતા વિવાદિત લોકાર્પણ ચર્ચિત થતું માલુમ પડી રહ્યું છે. ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા અને ધોરાજી નગરપાલિકા પ્રમુખ અને સહિતના ધોરાજીના કોંગ્રેસ આગેવાનો અને નેતાઓ સહિતનાઓની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.

ધોરાજીમાં સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની કચેરીનું લોકાર્પણ
ધોરાજીમાં સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની કચેરીનું લોકાર્પણ

આ પણ વાંચો : ગૃહપ્રધાન અમિત શાહે પત્ની સાથે દ્વારકાધીશ મંદિરે શીશ નમાવ્યું, ચરણપાદુકાની કરી પૂજાવિધિ

આમંત્રણ આપી ઠાગા-ઠયા - આ અંગે ધોરાજી તેમજ આસપાસના પંથકના લોકોમાં આ કચેરીના લોકાર્પણ બાબતે ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. જેમાં હાલ એવું ચર્ચાઈ રહ્યું છે કે, લોકાર્પણ થયેલી કચેરી છે કે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી છે. તેને (Police Inspector Office Inauguration) લઈને સવાલો અને ચર્ચાઈ જોર પકડતા વિવાદ વધુ વિવાદમાં આવ્યો છે, ત્યારે ધોરાજીમાં વિવાદિત લોકાર્પણ કાર્યક્રમમાં પણ અમુક જ લોકોને આમંત્રણ આપી ઠાગા-ઠયા હોવાનું (Dhoraji Inspector Office Controversy) પણ ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો : PM મોદી હવે આ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત, નવી જાહેરાત કરે તેવી શક્યતા

પોલીસનું મીડિયા કર્મી પર દબાણ - પ્રોટોકોલ મુજબ સ્થાનિક ધારાસભ્યનું આમંત્રણ પત્રિકામાં નામ નહિ હોવાની બાબતે રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષકને મીડિયા દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો, ત્યારે આ બાબતે જવાબ (Dhoraji Police) આપવામાં ગલ્લા-તલ્લા થયેલા હતા. બાદમાં વિવાદિત બાબત છાવરવા છુપાવવા માટે સ્થાનિક અધિકારીઓ દ્વારા મીડિયાના કર્મીને પણ આકરા શબ્દોમાં દબાવવાનો પ્રયત્નો કરીને અધિકારીઓ દ્વારા ડરાવવાનો અને પોતાની ભૂલો છુપાવવાનો પ્રયત્ન કરેલો હતો. મીડિયાને દબાવવાનો અને ડરાવવાનો પ્રયત્ન થતા મીડિયા કર્મીઓમાં પણ હાલ અધિકારીઓ પ્રત્યે રોષ ભરાયેલા માલુમ પડ્યા છે. ત્યારે વિવાદિત બાબતને છાવરવા અને છુપાવવા હજુ કેટલા ધમપછાડા થશે તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ, વિવાદિત મામલો છાવરવા અને દબાવવા માટે મીડિયાને દબાવવાના પ્રયત્નથી મીડિયા કર્મીઓમાં રોષ ભભૂક્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.