ETV Bharat / city

PM મોદી હવે આ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત, નવી જાહેરાત કરે તેવી શક્યતા

author img

By

Published : May 28, 2022, 2:09 PM IST

PM મોદી હવે આ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત, નવી જાહેરાત કરે તેવી શક્યતા
PM મોદી હવે આ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત, નવી જાહેરાત કરે તેવી શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શનિવારે) બપોરે 4 વાગ્યે ગાંધીનગરમાં યોજાનારા સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં (Sahakar thi Samriddhi Program in Gandhinagar) ઉપસ્થિત રહેશે. તો અહીં વડાપ્રધાન સહકાર ક્ષેત્રે નવી જાહેરાત કરે તેવી પ્રબળ સંભાવના (Possibility of new announcement in the field of cooperation) છે. વડાપ્રધાનની સાથે (PM Modi in Gandhinagar) અહીં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પણ (Union Home Minister in Gandhinagar) ઉપસ્થિત રહેશે.

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit) છે. ત્યારે આજે સવારે વડાપ્રધાને રાજકોટના આટકોટ તાલુકામાં મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ બપોરે 1 વાગ્યાની આસપાસ તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. તો હવે સાંજે 4 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તેઓ સહકારથી સમૃદ્ધિના કાર્યક્રમમાં (Sahakar thi Samriddhi Program in Gandhinagar) ઉપસ્થિત રહેશે. તેમની સાથે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister in Gandhinagar) અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના વિવિધ અગ્રણીઓ (PM Modi in Gandhinagar) ઉપસ્થિત રહેશે.

ગુજરાતનું સહકારી ક્ષેત્ર રાષ્ટ્રીય મોડેલ

ગુજરાતનું સહકારી ક્ષેત્ર રાષ્ટ્રીય મોડેલ - ગુજરાતમાં સહકારી ક્ષેત્રે સમગ્ર રાષ્ટ્ર માટે રોલમોડલ (Gujarat Role Model in Cooperative Sector) બન્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ જેટલા સભ્યો ગુજરાતમાં જોડાયેલા છે. આમ, રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે લઈ શકાશે. સમૃદ્ધિ વિશે વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. આ સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. તો આજે ગાંધીનગરના કાર્યક્રમમાં સહકાર ક્ષેત્રે નવી જાહેરાત થવાની (Possibility of new announcement in the field of cooperation) શક્યતા છે.

PM મોદી હવે આ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
PM મોદી હવે આ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

કલોલના પ્લાન્ટનું લોકાર્પણ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલબ કલોલ ખાતે નેનો યુરિયા પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને ફર્ટિલાઈઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. આ પ્લાન્ટમાં જ 500 એમએલની લગભગ દોઢ લાખ જેટલી બોટલનું ઉત્પાદન પણ કરવામાં આવ્યું છે.

સહકારી ક્ષેત્રે ગુજરાતની કામગીરી - સહકારી ક્ષેત્રે ગુજરાતની કામગીરી બાબતે વાત કરીએ તો, રાજ્યમાં ડીએપી, એનપીકે, એમોનિયમ સલ્ફેટ ખાતરનો વાર્ષિક 9 લાખ ટન વપરાશ થાય છે. ત્યારે કેન્દ્ર સરકારે ખાતરમાં 1,600 કરોડની સબસિડીની જાહેરાત કરી છે. જ્યારે રાજ્યના ખેડૂતોને પણ સબસિડીનો લાભ મળે છે. જ્યારે ડીએપી ખાતરની થેલી પર 850 સબસિડી અને કેન્દ્ર સરકારે ખાતરની થેલી પર સબસિડી 1,650થી વધારીને 2,501 મળશે.

આ પણ વાંચો- બાપુના સપનાનું ભારત રહેવા દો, દરેકને તેમનો હક્ક મળી રહ્યો છેઃ પીએમ મોદી

ગુજરાત સહકારી મંડળ - ગુજરાતમાં વર્ષ 1899માં બરોડામાં અન્ય સહકારી મંડળીની સ્થાપના (Cooperative Societies of Gujarat) થઈ હતી. ત્યારબાદ 1994માં પ્રથમ સહકારી મંડળીની નોંધણી કરવામાં આવી હતી. અમદાવાદના દસકોઈ તાલુકાના વિસલપુર સહકારી મંડળી પ્રથમ મંડળી તરીકે નોંધવામાં આવી હતી. જ્યારે વર્ષ 1909માં જંબુસર અને ભરૂચમાં નાગરિક સહકારી બેન્ક શરૂ થઈ હતી. 1912માં કોડીનારમાં વિવિધલક્ષી સહકારી મંડળી નોંધાઈ હતી. 1921માં પ્રથમ કપાસ વેચાણ સહકારી મંડળ નોંધાયું હતું. જ્યારે વર્ષ 1940માં સુરતમાં 84 દૂધ મંડળીઓ હતી. 1946માં આણંદ જિલ્લામાં દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના થઈ હતી. આ સિવાય 1951માં રાજકોટમાં પ્રથમ લેન્ડ મોરગેજ બેન્કની સ્થપના થઈ હતી.

આ પણ વાંચો- વડાપ્રધાન મોદી દ્વારા જે હોસ્પિટલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું તેની વિશેષતા પર એક નજર...

સહકારી મંડળીઓમાં ગુજરાતનો ફાળો - જ્યારે વર્ષ 1955માં બારડોલીમાં ખાંડની પ્રથમ સહકારી મંડળી બની હતી. તો વર્ષ 1974માં ઈફ્કોની સ્થાપના થઈ. 1979માં તેલીબિયાં ક્ષેત્રે ગ્રાફેડની સ્થાપના કરવામાં આવી. 1985માં રાસાયણિક ખાતર માટે ક્રિભકોની સ્થાપના થઈ. દેશમાં સહકારી મંડળીઓની સંખ્યામાં ગુજરાતનો ફાળો 14.42 ટકા છે. ગુજરાત રાજ્યમાં 18 મધ્યસ્થ સહકારી બેન્ક છે. જ્યારે 10,000 જેટલી પ્રાથમિક ધિરાણ સહકારી મંડળી છે. તો 223 નાગરિક સહકારી બેન્ક છે. આ ઉપરાંત 6,000 બિનકૃષિ ધિરાણ સહકારી મંડળી આવેલી છે. સહકારી ક્ષેત્રે 1,15,000 કરોડના સ્થાપનો છે. જ્યારે સભાસદોને 69,685 કરોડ રૂપિયાના ધિરાણનો લાભ મળી રહ્યો છે. ખેડૂતોને કૃષિ ધિરાણમાં 7 ટકા વ્યાજ સહાય મળે છે. જ્યારે રાજ્ય સરકાર દર વર્ષે 1,100 કરોડ રૂપિયા વ્યાજ સહાય ચૂકવે છે.

સહકાર ક્ષેત્રે થઈ શકે છે જાહેરાત - ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક છે. ત્યારે કેન્દ્રિય પ્રધાનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વારંવાર પ્રવાસે (PM Modi Gujarat Visit) આવી રહ્યા છે. અને મહત્વની જાહેરાતો પણ અગાઉ ભૂતકાળમાં કરી છે. ત્યારે આજે (શનિવારે) ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિના કાર્યક્રમ (Sahakar thi Samriddhi Program in Gandhinagar) હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister in Gandhinagar) અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ એક જ મંચ પર ઉપસ્થિત રહેશે. ત્યારે આ કાર્યક્રમના નેજા હેઠળ રાજ્યની જનતાને અને સહકારી ક્ષેત્રે મહત્વની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અથવા તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા થઈ શકે તેવી પ્રબળ શક્યતા (Possibility of new announcement in the field of cooperation) દેખાઈ રહી છે.

રાજ્યની સહકારી ક્ષેત્રના લોકો રહેશે ઉપસ્થિત - મહાત્મા મંદિરના મુખ્ય હોલ કે, જે જગ્યા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહને રાજ્યના મુખ્યપ્રધાન પટેલ ઉપસ્થિત રહેશે. ત્યાં 700 જેટલી સહકારી મંડળી (Cooperative Societies of Gujarat) સાથે જોડાયેલા આગેવાનો ચેરમેન અને સભ્યો ઉપસ્થિત રહેશે. સાથે જ મહાત્મા મંદિરની અંદર જ બીજી જગ્યા ઉપર પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, મહાત્મા મંદિર ખાતે 5,000 જેટલા સહકારી ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.