ETV Bharat / city

મોંઘવારીથી ત્રસ્ત જનતા માટે રાહતના સમાચાર - સીંગતેલ અને કપાસિયા તેલના ભાવો ઘટ્યા

author img

By

Published : Sep 6, 2021, 7:56 PM IST

સીંગતેલ અને કપાસિયા તેલના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે. 15 કિલોના ડબ્બે રુપિયા 30નો ઘટાડો સીંગતેલ અને કપાસિયામાં પણ નોંધાયો છે.

અત્યારે સીંગતેલના ભાવ રૂ.2580થી 2630ની સપાટીએ
અત્યારે સીંગતેલના ભાવ રૂ.2580થી 2630ની સપાટીએ

  • સીંગતેલ અને કપાસિયા તેલના ભાવો ઘટ્યા
  • સીંગતેલ અને કપાસિયા તેલમાં 30 રૂપિયા સુધીનો ઘટાડો
  • રક્ષાબંધન અને જન્માષ્ટમી દરમિયાન ખાદ્યતેલના ભાવોમાં 80થી 100નો વધારો જોવા મળ્યો હતો

રાજકોટ: તાજેતરમાં જ શ્રાવણ માસ અને જન્માષ્ટમીનો તહેવાર પૂર્ણ થયા બાદ એકાએક સીંગતેલ અને કપાસિયા તેલના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે. 15 કિલોના ડબ્બે રુપિયા 30નો ઘટાડો સીંગતેલ અને કપાસિયામાં પણ નોંધાયો છે. આમ બંને મુખ્ય તેલના ભાવોમાં ઘટાડો નોંધાતા સાઈડ તેલમાં પણ ભાવ ઘટ્યા છે. જ્યારે રક્ષાબંધન, શ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સીંગતેલ અને કપાસિયા તેલમાં રૂપિયા 80થી 100નો વધારો જોવા મળ્યો હતો, જેમાં હવે તહેવારો બાદ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે મોંઘવારીની માર સહન કરી રહેલી જનતા માટે રાહતના સમાચાર કહી શકાય.

સીંગ અને કપાસિયા બન્નેમાં રૂ.30-30 ઘટ્યા

તહેવારો બાદ અચાનક ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં મુખ્ય તેલ એવા સીંગતેલ અને કપાસિયામાં રૂ.30નો ઘટાડો નોંધાયો છે. ત્યારે તહેવાર દરમિયાન ખાદ્યતેલની માંગ પણ વધી હતી, જેને લઇને તેના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો, પરંતુ તહેવાર ગયા બાદ હવે ખાદ્યતેલની માંગ ઘટતા હવે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે બંને મુખ્ય તેલમાં રૂપિયા 30-30નો ઘટાડો નોંધાયો છે. જેની સામે અન્ય તેલમાં પણ ભાવ ઘટ્યા છે.

બજારમાં તેલની માંગમાં ઘટાડો થતા ભાવ ઘટ્યા

ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતાં જ રાજકોટના તેલના વેપારીઓ એવા ભાવેશ પોપટે ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "હાલ બજારમાં મુખ્ય તેલની માંગ ઓછી હોવાના કારણે અગાઉ સીંગતેલના ભાવ રુ.2660 હતા, જેમાં ઘટાડો થતા હાલ ડબ્બો રૂ. 2630ની આસપાસ પહોંચ્યો છે. જ્યારે હાલ સીંગતેલના ભાવ રૂ.2580થી 2630ની સપાટીએ જોવા મળી રહ્યા છે. જ્યારે કપાસિયા તેલના ભાવ પણ આવી જ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. દશેરા બાદ નવી મગફળી પોલાણમાં આવશે." અત્યારે યાર્ડમાં નવી મગફળીની આવક પણ નથી નોંધાઇ રહી, એવામાં રાજકોટ યાર્ડમાં છેલ્લા બે દિવસથી નવી મગફળીની આવક નોંધાઇ છે. ત્યારે આ મગફળીને લઇને તેલના ભાવમાં ઘટાડો થશે કે નહીં તે અંગે તેલના વેપારીએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, "હાલ ભલે યાર્ડમાં નવી મગફળી આવતી હોય, પરંતુ આ મગફળીને પિલાણમાં આવતા હજુ દશેરા સુધીનો સમય લાગશે, જેને લઈને હાલમાં યાર્ડમાં આવતી મગફળીની ખાદ્યતેલ પર કોઈપણ જાતની અસર જોવા મળશે નહીં."

વધુ વાંચો: જેના ડબ્બે ₹ 50 વધ્યાં એ સીંગતેલમાં અનસેચ્યુરેટેડ ફેટ્ટી એસિડ્ઝનું પ્રમાણ હોય છે ઊંચું

વધુ વાંચો: સરકારે કર્યો મોંઘવારી ભથ્થામાં વધારો, 9.61 લાખ કર્મચારીઓને લાભ મળશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.