ETV Bharat / city

સ્મશાન ગૃહોના કર્મચારીઓ રોજના સેંકડો મૃતદેહોના કરે છે અગ્નિ સંસ્કાર, છતાંય તેમના માટે કોઈ સુવિધા નહીં

author img

By

Published : May 25, 2021, 7:48 PM IST

રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મૃત્યુઆંકમાં ઉછાળો જોવા મળ્યો હતો. COVID-19 ની શરૂઆતથી જ સ્મશાનગૃહોમાં ફરજ બજાવતા કર્મચારી રોજના સેંકડો મૃતદેહના અંતિમ સંસ્કાર કરતા હતા. સરકાર દ્વારા કોરોના વોરિયર્સના સન્માનની સાથે સાથે તેમના માટે વિવિધ રાહતો જાહેર કરવામાં આવી છે. ત્યારે સ્મશાન ગૃહોમાં કામ કરતા કર્મચારીઓની વ્યથા વાંચો આ અહેવાલમાં…

સ્મશાન ગૃહોના કર્મચારીઓ રોજના સેંકડો મૃતદેહોના કરે છે અગ્નિ સંસ્કાર, છતાંય તેમના માટે કોઈ સુવિધા નહીં
સ્મશાન ગૃહોના કર્મચારીઓ રોજના સેંકડો મૃતદેહોના કરે છે અગ્નિ સંસ્કાર, છતાંય તેમના માટે કોઈ સુવિધા નહીં

  • કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા સ્મશાન ગૃહના કર્મચારીઓની વ્યથા
  • રાજકોટમાં રોજેરોજ 40થી 45 મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવે છે
  • તંત્ર દ્વારા તકેદારીના સાધનો તો દૂર કોઈ પ્રકારની સહાય પણ અપાતી નથી

રાજકોટ: શહેરમાં કુલ 5 સ્મશાન ગૃહો આવેલા છે. જ્યાં રોજ કોરોનાથી મૃત્યુ પામેલા 40થી 45 દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા. ત્યારે સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા કર્મચારીઓને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય કરવામાં આવતી નથી. તંત્ર દ્વારા આ કર્મચારીઓને ન તો PPE કીટ, ન તો હેન્ડ ગ્લોવ્ઝ કે પછી માસ્ક આપવામાં આવી રહ્યું છે. આ તો ઠીક છે, પરંતુ તેમનો કોરોના વોરિયર્સમાં સમાવેશ સુદ્ધા કરવામાં આવતો નથી. કોરોનાની બીજી લહેર જ્યારે માથું ઉંચકી રહી હતી, ત્યારે સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓએ ડર્યા વગર અડીખમ 20 કલાક સુધી ફરજ બજાવી હતી.

સ્મશાન ગૃહોના કર્મચારીઓ રોજના સેંકડો મૃતદેહોના કરે છે અગ્નિ સંસ્કાર, છતાંય તેમના માટે કોઈ સુવિધા નહીં

માત્ર 2 દિવસમાં અગ્નિસંસ્કાર માટે નવી 2 ચિતા ઉભી કરવામાં આવી

રાજકોટના રૈયા સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર કરવા માટે માત્ર 2 જ ચિતાઓ હતી, પરંતુ અગ્નિસંસ્કાર માટે વેઇટિંગ વધતા ગ્રામજનો અને સ્મશાન ગૃહમાં ફરજ બજાવતા કર્મચારીઓએ માત્ર 2 દિવસની અંદર અગ્નિસંસ્કાર કરવા માટે બીજી 2 ચિતાઓ ઉભી કરી હતી. તેમ છતા તંત્ર દ્વારા કોઈપણ જાતની સહાય આપવામાં આવી નહોતી. માત્ર ગામના સહકારથી જ 24 કલાકની અંદર 2 ચિતાઓ ઉભી કરીને લોકોએ વેઈટિંગમાં ઉભુ રહેવું ન પડે તે માટે વ્યવસ્થા કરી હતી.

અમારું ઘર પણ રામ ભરોસે જ ચાલતું હતું

સમગ્ર મામલે સ્મશાનગૃહના કર્મચારી ગોવિંદભાઈએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા હજુ અમને કોઈ પણ પ્રકારની સહાય કરવામાં આવી નથી. બે મહિનાની અંદર તંત્ર દ્વારા પૂછવામાં પણ નથી આવ્યું કે, શું સહાયની જરૂર છે? અઢી મહિના સુધી રોજ 40થી 45 બોડીની અમે અંતિમ વિધિ કરતા હતા. સવારના 6 થી લઈને રાતના 2 વાગ્યા સુધી અમે અંતિમવિધી કરી હતી. તે સમયે ઘરે પણ જવાનો સમય નથી મળ્યો. અમારું તો ઘર પણ રામ ભરોસે ચાલતું હતું. તંત્ર દ્વારા અમને ન તો માસ્ક આપવામાં આવ્યું હતું કે, ન એકેય PPE કીટ. વેક્સિનેશનમાં પણ અમારા માટે કોઈ સવલત નથી આપવામાં આવી. અમે એક મહિનાની અંદર 1200થી 1500 મૃતદેહોની અંતિમવિધિ કરી હોવા છતા અમને કોઈ સુવિધા તો દૂર કોરોના વોરિયરનું બિરૂદ પણ આપવામાં નથી આવ્યું.

ગ્રાન્ટમાં વધારો થાય તો કર્મચારીઓને વધુ પગાર આપી શકાય

રાજકોટના રાયાધાર સ્મશાનમાં માત્ર 4 કર્મચારીઓ જ ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે સ્મશાનગૃહોના કર્મચારીઓ આવી મોંઘવારીના સમયમાં માત્ર 5થી 7 હજાર પગાર આપીને 20 કલાક સુધી કામ કર્યું છે, પરંતુ આવી મોંઘવારીમાં માત્ર 3000નો તેલ નો ડબ્બો આવે છે. ત્યારે તંત્ર દ્વારા આવા કર્મચારીઓને કોરોના વોરિયર્સમાં ગણવા અને તમામ પ્રકારની સહાય કરવામાં આવે એવી રૈયા સ્મશાનગ્રહ શનચાલક મહેન્દ્રભાઈ રાવળે માગ કરી છે. કોઈ પણ ચિંતા કર્યા વગર અમે દિવસ અને રાત સેવા આપી હતી. ત્યારે તંત્ર દ્વારા રૈયાધાર સ્મશાનને વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવે તો આવા કોરોના કાળમાં જે ખરા અર્થમાં ગણાતા કોરોના વોરિયર્સ સ્મશાનગૃહ બજાવતાં તમામ કર્મચારીઓને થોડો પગાર પણ વધુ આપી શકીએ. હાલમાં તંત્ર દ્વારા માત્ર 20.000ની ગ્રાન્ટ આપવામાં આવે છે. જેમાં વધારો કરવામાં આવે, તો તમામ કર્મચારીઓને પગાર પણ વધારે આપી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.