ETV Bharat / city

શા માટે નરેશ પટેલને ભાજપના ધારાસભ્યોની મુલાકાત કરવી પડે છે ?, રાજ્યના રાજકારણમાં સળગતો સવાલ

author img

By

Published : May 4, 2022, 1:45 PM IST

ખોડલધામના ચેરમેન નરેશ પટેલની મુલાકાત ભાજપના ચાર (BJP MLAs visit Naresh Patel) ધારાસભ્યો લેતા રાજકીય માહોલ ગરમાયો છે. નરેશ પટેલે કોંગ્રેસની ઓફર ફગાવી દીધા બાદ અન્ય પાર્ટીમાં જોડાશે તેની પર હર કોઈની નજર હતી. ત્યારે ભાજપના MLAની મુલાકાતને (BJP MLAs in Khodaldham) લઈને રાજકીય માહોલમાં અફરાતફરીની થાય તેવી શક્યતા જણાય આવે છે.

લાલો લાભ વિના ન જાય : ભાજપના ધારાસભ્યો નરેશ પટેલની મુલાકાત લેતા રાજકીય માહોલ ગરમાયો
લાલો લાભ વિના ન જાય : ભાજપના ધારાસભ્યો નરેશ પટેલની મુલાકાત લેતા રાજકીય માહોલ ગરમાયો

રાજકોટ : રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલની ચાર (BJP MLAs visit Naresh Patel) ધારાસભ્યો મુલાકતને લઈને સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ઉઠ્યો છે. ઉલ્લેખનીય છે કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તે અંગે રાજકીય ક્ષેત્રે અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. એક સમયે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો પણ વહેતી થઈ હતી. ત્યારે ખોડલધામમાં ભાજપના ચાર MLA નરેશ પટેલને (BJP MLAs visit Khodaldham) મુલાકાત લીધી હતી. આ મુલાકાતને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ પણ વાંચો : તારીખ પે તારીખનો ખેલ : નરેશ પટેલે પ્રશાંત કિશોર અંગે કહ્યું - "રાજકારણમાં મારી સાથે"

મુલાકાતને લઈને રાજકીય માહોલ ગરમાયો - ખોડલધામના ચેરમેન નરેશ પટેલની ચાર ધારાસભ્યો મુલાકતને લઈને સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ઉઠ્યો છે. જેમાં અમદાવાદના ત્રણ અને એક ડીસાના (BJP MLAs in Khodaldham) ધારાસભ્યએ નરેશ પટેલને મળ્યા હતા. ભાજપના ધારાસભ્યો નરેશ પટેલને મળતા રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા હતા. તો બીજી તરફ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સરવે હજુ ચાલુ છે અને એ પૂર્ણ થવા પર સૌ કોઈની નજર છે. જ્યારે પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ફગાવી દીધા બાદ નરેશ પટેલ કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાં જોડાશે કે કેમ એના પર સૌની મીટ મંડાયેલી છે.

આ પણ વાંચો : Politics in Rajkot Khodaldham : નરેશ પટેલને લઇ ઉભર્યો જૂથવાદ, ટીલાળાના નિવેદન મુદ્દે હવે સામે આવી જુદી જ વાત

કોણે કોણે મુલાકાત કરી - નરેશ પટેલની મુલાકાત (Khodaldham Chairman Naresh Patel) ભાજપના ધારાસભ્યોએ કરી હતી. જેમાં ધારાસભ્ય વલ્લભ કાકડીયા, જગદીશ પટેલ, શશીકાંત પંડ્યા અને અરવિંદ પટેલ નરેશ પટેલને મળ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 27 એપ્રિલે ખોડલધામમાં પાટીદારો સાથે બેઠક યોજાઈ હતી. આ સમયે નરેશ પટેલે કહ્યું હતું કે હું શું કરું, રાજકારણમાં જોડાવ? ત્યારે ખોડલધામના ગુજરાતના કન્વીનરો એક સૂર સાથે બોલ્યા હતા કે હા... તમારે રાજકારણમાં (Naresh Patel in Politics) આવવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.