ETV Bharat / city

મુખ્યપ્રધાનના 'ખેડૂતના કોઈ પ્રશ્ન નથી'ના નિવેદન બાદ રાજકોટમાં ભારતીય કિસાન સંઘે વિરોધ નોંધાવ્યો

author img

By

Published : Feb 19, 2021, 9:55 AM IST

ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ખેડૂત અંગેના નિવેદનનો વિરોધ કર્યો હતો. ઉપરાંત તેમને સલાહ પણ આપી હતી કે આવા નિવેદનો ન કરવા જોઈએ.

મુખ્યપ્રધાનના 'ખેડૂતના કોઈ પ્રશ્ન નથી' તેવા નિવેદન બદલ રાજકોટમાં ભારતીય કિસાન સંઘે વિરોધ નોંધાવ્યો
મુખ્યપ્રધાનના 'ખેડૂતના કોઈ પ્રશ્ન નથી' તેવા નિવેદન બદલ રાજકોટમાં ભારતીય કિસાન સંઘે વિરોધ નોંધાવ્યો

  • ભારતીય કિસાન સંઘે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી
  • મુખ્યપ્રધાનના 'ખેડૂતના કોઈ પ્રશ્ન નથી'ના નિવેદન બાદ વિરોધ

રાજકોટઃ ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના "ખેડૂતના કોઈ પ્રશ્ન નથી" તેવા નિવેદનનો વિરોધ કર્યો હતો. તેમજ કિસાન સંઘે આક્ષેપ કર્યો હતો કે, તેઓ વારંવાર ખેડૂતોના પ્રશ્નો માટે આવેદન પત્રો આપી રહ્યાં છે તેમ છતાં હજુ સુધી ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ આવ્યો નથી. ગુજરાતના મુખ્યપ્રધાન એવું કહી રહ્યાં છે કે, ગુજરાતમાં ખેડૂતોના કોઈ પ્રશ્ન જ નથી, ખરેખરમાં આ વાત તદ્દન પાયા વિહોણી છે. તેમણે વધુમાં મુખ્યપ્રધાને સલાહ આપી હતી કે આવા નિવેદનો ન કરવા જોઈએ.

રાજકોટ કિસાન સંઘના જિલ્લા પ્રમુખે મુખ્યપ્રધાનને કોંગ્રેસી કહ્યાં

ભારતીય કિસાન સંઘના રાજકોટ જિલ્લા પ્રમુખ દિલીપ સખીયાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને કોંગ્રેસી કહ્યાં હોવાનું પણ તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમજ કહ્યું હતું કે, તેઓ પોતાના સરકારી અધિકારીઓને પૂછતા નથી કે, ખેડૂતોના કેટલાક પ્રશ્નો અંગે તેમણે કેટલા આવેદનપત્ર આપ્યાં છે. છતાં પણ હજુ સુધી ખેડૂતોના પ્રશ્નોનો કોઈ નિકાલ આવ્યો નથી. તેમણે 33 જેટલા અલગ-અલગ મુદ્દાઓને લઈને રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યા છે.

ભારતીય કિસાન સંઘે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી

એક બાપના બે સંતાનો વચ્ચે કોઈ વાર ઝઘડો થઈ શકેઃ દિલીપ સખીયા

આગામી દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકાર તેમજ મુખ્યપ્રધાન પર સીધા જ આક્ષેપો કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે રાજકોટમાં ભારતીય કિસાન સંઘના નેતાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, કિસાન સંઘે ભાજપની ભગીની સંસ્થા છે, છતાં પણ તેના દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે એક બાપના બે સંતાનો વચ્ચે કોઈ વાર ઝઘડો થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.