ETV Bharat / city

રાજકોટ મનપાના વિપક્ષી નેતાએ પદગ્રહણ કર્યું, લોકો માટે કામ કરવાની ભાવના

author img

By

Published : May 26, 2021, 1:21 PM IST

25 મેના રોજ રાજકોટ મનપાના વિપક્ષી નેતા ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીએ પદગ્રહણ કર્યું હતું. લોકો માટે હરહંમેશા કામ કરવાની ભાવના પણ બતાવી હતી.

રાજકોટના દિગ્ગજ કોંગ્રેસ નેતાઓ રહ્યાં હાજર
રાજકોટના દિગ્ગજ કોંગ્રેસ નેતાઓ રહ્યાં હાજર

  • મનપા ચૂંટણીમાં કોંગ્રેસને ચાર બેઠક મળી
  • વિપક્ષી નેતા માટે ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીના નામની જાહેરાત
  • રાજકોટના દિગ્ગજ કોંગ્રેસ નેતાઓ રહ્યાં હાજર

રાજકોટ: મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને ચાર બેઠક મળી છે. ત્યારે 25 મેના રોજ ગુજરાત પ્રદેશ કક્ષાએથી રાજકોટ મનપામાં વિપક્ષી નેતા માટે ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને આજે વિધિવત્ રીતે રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ભાનુબેને પોતાનું પદ ગ્રહણ કર્યું હતું.

વિપક્ષી નેતા માટે ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીના નામની જાહેરાત

આ પણ વાંચો: રાજકોટ મનપા ચૂંટણી પરિણામમાં બપોરે 1 વાગ્યા સુધીમાં ભાજપની મહત્તમ બેઠક આગળ

નેતાઓનો માન્યો આભાર

આ સમયે રાજકોટના દિગ્ગજ કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યાં હતાં અને ભાનુબેનને સોરાણીને વિપક્ષી નેતા બનવા પર શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે ભાનુબેનના સમર્થકો પણ આ સમયે હાજર રહ્યા હતા. વિપક્ષી નેતા રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષી નેતાનું પદગ્રહણ કરતા જ ભાનુબેન સોરાણીએ પ્રદેશ નેતાઓનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ મનપા ચૂંટણી: 72 બેઠકો માટે 299 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ

લોકો માટે હરહંમેશા કામ કરીશ

હરહંમેશા તેઓ લોકોના હિત માટે કામ કરશે અને સામાન્ય લોકોના પ્રશ્નોને વાચા આપશે તેવું તેમને પત્રકારોને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપાની 72 બેઠકોમાંથી 4 બેઠક કોંગ્રેસ જીત્યું છે. જ્યારે 68 બેઠક ભાજપે કબ્જે કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.