ETV Bharat / city

રાજકોટમાં પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ, પિતા-પુત્રનું મોત

author img

By

Published : May 5, 2021, 1:01 PM IST

murder
રાજકોટમાં પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ, પિતા પુત્રનું મોત

રાજકોટમાં આર્થિક ભીંસને કારણે પિતાએ પુત્ર અને પુત્રીને દવા પીવડાવી દીધી હતી અને સાથે પોતે પણ પી લીધી હતી. આ ઘટનામાં પિતા અને પુત્રનુ મૃત્યું થયું હતું. હાલમાં પુત્રીની હાલત ગંભીર છે.

  • રાજકોટમાં પિતાએ આર્થિક તંગીને કારણે પુત્ર-પુત્રીને આપી દીધી દવા
  • ઘટનામાં દિકરા અને પિતાનું મૃત્યુ, દિકરીની હાલત ગંભીર
  • માતાએ કર્યા હતો પિતા પર હત્યનો કેસ

રાજકોટઃ જિલ્લાના શાસ્ત્રીનગરમાં બે દિવસ પૂર્વે કર્મકાંડી યુવાને પોતાની સાથે ઠગાઈ તેમજ કામ ધંધા ચાલતા ન હોવાના કારણે કંટાળીને દીકરા દીકરીને કોરોનાની દવા છે તેમ કહી ઝેરી દવા પીવડાવી પોતે પણ આ દવા પી લીધી હતી. જે ઘટનામાં સારવાર દરમિયાન પ્રથમ પુત્રનું મૃત્યું થયું હતું. જે અંગેનો બનાવ હત્યામાં પલટાયા બાદ તાલુકા પોલીસે પત્નીની ફરિયાદ પરથી પુત્રની હત્યા અને પુત્રીની હત્યાના પ્રયાસ અંગે ગુનો પિતા પર નોંધ્યો હતો. ત્યારબાદ પિતાનું પણ સારવાર દરમિયાન મોત થતા હાહાકાર મચી જવા પામ્યો છે. હજુ પણ ઘટનામાં પુત્રીની હાલત ગંભીર માનવામાં આવી રહી છે.

rajkot
રાજકોટમાં પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ, પિતા-પુત્રનું મોત
સામુહિક આપઘાતનો પ્રયાસ, પિતા પુત્રનું મોતપિતા પર પુત્રના હત્યાની ફરિયાદ નોંધાયા બાદ સારવારમાં રહેલા પિતાનું પણ મોત થયું છે. શાસ્ત્રીનગરના શિવમ પાર્કમાં રહેતા જયશ્રીબેન કમલેશભાઈ લાંબડીયાનામના મહિલાએ તેમના જ પતી કમલેશભાઈ રામકૃષ્ણભાઈ લાંબડીયા, સામે પુત્ર અંકિતની હત્યા અને પુત્રી કૃપાલીની હત્યાના પ્રયાસ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે તેમના પતિ રવિવારે રાત્રે ચાર નાની પાણીની બોટલ લઈને આવ્યા હતા અને આ કોરોનાની દવા છે તેમ કહી પિતા, પુત્ર અને પુત્રીએપી લીધી હતી.
RAJKOT
રાજકોટમાં પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ, પિતા-પુત્રનું મોત

આ પણ વાંચો : જૂનાગઢમાં થયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો


દીકરીની પણ હાલત ગંભીર

પિતા પુત્રી અને પુત્રીએ ઝેરી દવા પી લીધા બાદ તાત્કાલિક તેમને 108 મારફતે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જે દરમિયાન સારવારમાં દિકરા અંકિતનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ સારવારમાં રહેલા પિતા કમલેશભાઈએ પણ દમ તોડી દેતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. હાલમાં કૃપાલીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગંભીર માનવામાં આવી રહી છે. ઘટનામાં માતાએ પુત્રની અને પુત્રીની હત્યાની કોશિષ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

RAJKOT
રાજકોટમાં પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ, પિતા-પુત્રનું મોત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.