ETV Bharat / city

Absence of Naresh Patel : આટકોટમાં પીએમ મોદીના કાર્યક્રમમાં ન આવ્યાં નરેશ પટેલ, તો હવે શું?

author img

By

Published : May 28, 2022, 6:29 PM IST

Updated : May 28, 2022, 6:52 PM IST

રાજકોટના આટકોટના આંગણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પાટીદાર સંસ્થાઓ દ્વારા નિર્મિત હોસ્પિટલના લોકાર્પણનો (PM Modi dedicated Hospital at Atkot) સત્તાવાર કાર્યક્રમ સંપન્ન થઇ ગયો છે. જોકે ગુજરાત વિધાનસભા ચૂંટણીઓને લઇને રાજકીય ચહેલપહેલની દ્રષ્ટિએ ઝીણું જોઇએ તો આ કાર્યક્રમમાં 'ઘેર'હાજર પાટીદાર મહાનુભાવ નરેશ પટેલનો (Absence of Naresh Patel) મામલો ઘણી બધી અર્થછાયા (Naresh Patels politics)ફેલાવી રહ્યો છે.

Absence of Naresh Patel : આટકોટમાં પીએમ મોદીના કાર્યક્રમમાં ન આવ્યાં નરેશ પટેલ, તો હવે શું?
Absence of Naresh Patel : આટકોટમાં પીએમ મોદીના કાર્યક્રમમાં ન આવ્યાં નરેશ પટેલ, તો હવે શું?

રાજકોટ- આટકોટમાં પાટીદાર સમાજની પોતાની 200 બેડની અત્યાધુનિક એવી કે ડી પરવાડિયા હોસ્પિટલનું (KD Parvadia Hospital of Atkot )નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ કરવા ખુદ પીએમ નરેન્દ્ર મોદી (PM Modi dedicated Hospital at Atkot) આવ્યાં છે. લોકાર્પણ કાર્યક્રમમાં મંચ પર વડાપ્રધાનની સાથે ઉપસ્થિત પાટીદાર નેતાઓમાં હાલમાં ખૂબ ચર્ચામાં રહેલા ખોડલધામ ટ્ર્સ્ટના ચેરમેન નરેશ પટેલની (Khodaldham Chairman Naresh Patel ) ગેરહાજરી ઊડીને (Naresh Patels politics) આંખે વળગતી હતી. કારણ કે પૂર્વનિર્ધારિત આ કાર્યક્રમમાં નરેશ પટેલ હાજર રહેશે તેવો માહોલ જામ્યો હતો જેના રાજકીય સમીકરણો પર સૌની નજર હતી. જે આજે નરેશ પટેલની અનઉપસ્થિતિથી (Absence of Naresh Patel) ધૂળમાં મળી ગયાં છે.

કેમ બનાવી દૂરી- નરેશ પટેલનું રાજકારણ એવું છે કે આમાં (Naresh Patels politics) આવું આવું કરે છે પણ મગનું નામ મરી પાડતાં નથી. કોંગ્રેસ સાથેનો તેમનો ઘરોબો તો જાણીતો જ છે અને તેઓ અવરનવાર દિલ્હી હાઇકમાન્ડ સાથે મોંમેળો કરી આવ્યાં છે. જેને તઓ દર વખતે અનૌપચારિક મુલાકાત પણ કહે છે. વચ્ચે સી આર પાટીલ નરેશ પટેલને મળ્યાં ત્યારે નરેશ પટેલને ભાજપ તરફ ખેંચવાના પ્રયાસ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. હવે ખુદ વડાપ્રધાન પાટીદાર સમાજ માટેના જ મોટા કાર્યક્રમમાં હાજર રહ્યાં હોય અને નરેશ પટેલ ન આવ્યાં (Absence of Naresh Patel) હોય ત્યારે સ્પષ્ટ સંકેત કહી શકાય કે નરેશ પટેલ (Naresh Patel did not attend PM Modi's program in Atkot) ભાજપથી હાલમાં તો દૂરી જ (Naresh Patel distance from BJP) બનાવી રાખવાનું મન બનાવી ચૂક્યાં છે.

આ પણ વાંચોઃ આટકોટમાં વડાપ્રધાને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું

ભાજપના નેતાની હોસ્પિટલ છે એટલે દૂર રહ્યાં? - કે. ડી પરવાડિયા હોસ્પિટલના નિર્માતા ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા છે. તેમણે નરેશ પટેલને આમંત્રણ પણ આપ્યું હતું. નરેશ પટેલે તે સમયે જ પોતે હાજર નહીં રહે તેવું જણાવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. એક વાત એવી પણ ચર્ચાઇ હતી કે આમંત્રણપત્રિકામાં ખોડલધામનો(Khodaldham Chairman Naresh Patel ) લોગો છે પણ તેમાં નરેશ પટેલના નામજોગ આમંત્રણ ન હોતાં નરેશ પટેલ હાજર ન રહ્યાં (Absence of Naresh Patel) એવું બની શકે.

નરેશ પટેલ સતત કોંગ્રેસના સંપર્કમાં છે- જે રીતે નિયમિતપણે નરેશ પટેલ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે સંપર્કમાં (Naresh Patel in touch with Congress High Command ) છે તેની ખબરો મળી રહી છે તે જોઇએ તો ગુજરાત પ્રદેશના નેતાઓને પણ સાઇડ લાઇન કરી રહ્યાં છે. બીજીતરફ કોંગ્રેસનો પાટીદાર ચહેરો હાર્દિક પટેલ કોંગ્રેસને છોડી ચૂક્યાં છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં પાટીદાર સમાજના આ મોટા નેતાનું ખૂબ જ માનસન્માન સાથે ભવ્ય સ્વાગત થોડા દિવસોમાં જોવા મળે તો નવાઇ નથી. બાકી પાટીદારોના સંપની વાતો કોઇની અછાની નથી. પાટીદારો પોતાના સમાજના કાર્યક્રમોમાં એકસંપ થઇને દર્શન દેતાં જોવા મળતાં હોય છે ત્યારે પાટીદારોની સંસ્થાનો અને હોસ્પિટલ જેવા સેવાના કામનું લોકાર્પણ થતું હોય તો પણ નરેશ પટેલ ન આવે (Absence of Naresh Patel) તે ભારે ચર્ચાનો વિષય તો બન્યો જ છે.

આ પણ વાંચોઃ Political Agenda in Bhagavat Katha : જામનગરમાં ભાગવત કથા પાછળ પાટીલ અને નરેશ પટેલની રાજકીય બેઠક, શું ચર્ચા થઈ હશે?

કોંગ્રેસને હરખની ઘડી? - નરેશ પટેલનું આ કાર્યક્રમમાં હાજર ન રહેવું (Absence of Naresh Patel) ઘણું સૂચક છે કે આગામી દિવસોમાં તો પોતે ભાજપમાં જોડાઇ રહ્યાં નથી તેવું ઇંગિત કંઇપણ કહ્યાકારવ્યાં વિના પણ (Naresh Patel distance from BJP) નરેશ પટેલે આપી દીધું છે. આ સમાચારથી કોંગ્રેસના મોં પર લાલી આવી જાય તો પણ નવાઇ નથી.

Last Updated : May 28, 2022, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.