ETV Bharat / city

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને 1,44,351 બાળકોનો સર્વે કરાયો, ચોંકાવનારી બાબતો આવી સામે

author img

By

Published : Aug 13, 2021, 6:58 PM IST

Updated : Aug 13, 2021, 7:59 PM IST

હાલમાં કોરોનાકાળની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણની સ્થિતિ જોવા મળે તેવા તજજ્ઞોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. જેને લઈને રાજકોટ જિલ્લામાં બાળકોમાં ત્રીજી લહેરના સંભવિત સંક્રમણને રોકવા માટે અટકાયતી પગલાંનાં ભાગરૂપે બાળકોનું સ્ક્રીનીંગ અગાઉથી હાથ ધરવામાં આવ્યું હતું.

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને 1,44,351 બાળકોનો સર્વે કરાયો, ચોંકાવનારી બાબતો આવી સામે
કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને 1,44,351 બાળકોનો સર્વે કરાયો, ચોંકાવનારી બાબતો આવી સામે

  • કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખી રાજકોટ જિલ્લામાં તંત્ર એલર્ટ
  • જિલ્લામાં 0થી 5 વર્ષના બાળકોના આરોગ્યની તપાસ
  • બાળકોનાં સ્ક્રીનીંગની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી

રાજકોટઃ હાલમાં કોરોનાકાળની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણની સ્થિતિ જોવા મળે તેવા તજજ્ઞોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. જેને લઈને રાજકોટ જિલ્લામાં બાળકોમાં ત્રીજી લહેરના સંભવિત સંક્રમણને રોકવા માટે અટકાયતી પગલાંનાં ભાગરૂપે બાળકોનું સ્ક્રીનીંગ અગાઉથી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હાઇરિસ્ક ગ્રુપ (LBW, SAM/MAM, SNCU Discharge, Chronic Condition etc...)નાં બાળકોને સતત સ્ક્રીનીંગ પ્રક્રિયાથી અલગ તારવી તેમનામાં અસરકારક ઘરેલું મુલાકાત દ્વારા વહેલું નિદાન અને તેમને સારવાર સાથે સાંકળીને તેમનો સંભવિત મૃત્યુદર ઘટાડી શકાય તેમ છે.

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને 1,44,351 બાળકોનો સર્વે કરાયો, ચોંકાવનારી બાબતો આવી સામે

જિલ્લામાં 0 થી 5 વર્ષના બાળકોના આરોગ્યની તપાસ

રાજકોટ જિલ્લાનાં 0 થી 5 વર્ષનાં તમામ બાળકોને આશા તથા આંગણવાડી વર્કરો મારફતે તેમના વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક સ્ક્રીનીંગ કરી ગંભીર લક્ષણોવાળા બાળકોને RBSK Dedicated ટીમ મારફતે ગૃહ મૂલાકાત લઈને જરૂરી સારવાર તથા હોસ્પિટલ ખાતે દાખલ કરવાની સંકલનની તમામ s,કામગીરી સોપવામાં આવી હતી. આ તમામ કામગીરીનું સુચારૂ અમલવારી માટે જરૂરી તાલીમ પણ આપવામાં આવે તથા ICDS વિભાગનાં સી.ડી.પી.ઓ. તથા મુખ્યસેવિકા અને આરોગ્ય વિભાગનાં તાલુકા હેલ્થ ઓફિસર અને PHC/UPHCનાં તમામ મેડીકલ ઓફિસરોને મોનીટરીંગ, રેકોર્ડિંગ, સુપરવિઝન તથા રીપોર્ટીગની તમામ કામગીરી સંકલનમાં રહીને કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકોનાં સ્ક્રીનીંગની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી

રાજકોટ જિલ્લામાં 0 થી 5 વર્ષનાં બાળકોનાં સ્ક્રીનીંગની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી હતી. આ બાળકોને આશા વર્કર તથા આંગણવાડી વર્કર મારફતે તેમના વિસ્તારમાં ઘરથી ઘર મુલાકાત કરી સીન્ડ્રોમ એપ્રોચથી પ્રાથમિક સ્ક્રીનીંગ કરી લક્ષણો વાળા બાળકોને મેડીકલ ટીમ પાસે રીફર કરવામાં આવ્યા હતા. આ મેડીકલ ટીમ તેમના ઘરે જઇ તેમની તપાસ કરી સ્થળ પર સારવાર જણાઇ તેમને વધુ સારવાર માટે હાઇર સેન્ટર પર રીફર કરી સારવાર મળી રહે તે મુજબનું સુચારૂ આયોજન કરી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

જિલ્લાના 1,44,351 બાળકોનો કરાયો સર્વે

આ સંપુર્ણ અભિયાન દરમિયાન અંદાજીત 1,43,355 બાળકો 0 થી 5 વર્ષના પૈકી, 1,44,351 (100 %) બાળકોનું આશા વર્કર બહેનો દ્વારા પ્રાથમિક સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 3 હજાર 965 બાળકોને આર.બી.એસ.કે. રાષ્ટ્રીય બાલ સ્વાથ્ય કાર્યક્રમની મેડીક્લ ટીમને રીફર કરવામાં આવ્યા હતા. તે પૈકી 3959 (99) બાળકોને આર.બી.એસ.કે. મેડીકલ ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી. જ્યારે 2165 બાળકોને આર.બી.એસ.કે.ની મેડીકલ ટીમ દ્વારા સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. આ સિવાય 298 બાળકોને ઘનિષ્ઠ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન બાળકોમાં ચોંકાવનારી બાબતો સામે આવી

બાળકોના આરોગ્યની તપાસ સંખ્યા
જન્મ જાત ખામી વાળા 142
લોહ તત્વની ખામી વાળા 430
સેમ/મેમ (કુપોષિત) 550
અન્ય રોગો ધરાવતા 166
વિકાસ દર ઓછો હોય 91

260 બાળકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો

રાજકોટ જિલ્લા વહીવટી દ્વારા કોરોનાની ત્રીજી લહેર માટે જિલ્લાઓમાં બાળકો માટે આગામી સર્વે કરાયો હતો. જેમાં આર.બી.એસ.કે. મેડીકલ ટીમ દ્વારા શરદી, ઉધરસ, તાવ વાળા બાળકોમાં 260 બાળકોના આર.ટી.પી.સી.આર. સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. તમામ બાળકોનો રિપોર્ટ નેગેટીવ જાહેર થયો છે. ઉલ્લેખનીય છે કે, સંભવિત ત્રીજી લહેરને ધ્યાન પર રાખીને ઉપરોક્ત તમામ હાઈરીશ્ક ગ્રુપનાં બાળકોની યાદી તૈયાર કરી છે. તેમજ તેની આરોગ્ય વિભાગ દ્વારા સતત કાળજી લેવામાં આવશે.

આ પણ વાંચો: કોરોનાની ત્રીજી લહેર પહોંચાડી રહી છે બાળકોને નુક્સાન

Last Updated : Aug 13, 2021, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.