ETV Bharat / city

રાજકોટની એક એવી શાળા, જ્યાં બાળકો સાથે માતા-પિતા પણ કરે છે અભ્યાસ

author img

By

Published : Jan 20, 2021, 8:51 AM IST

રાજકોટની એક એવી શાળા, જ્યાં બાળકો સાથે તેમના માતા પિતા પણ કરે છે અભ્યાસ
રાજકોટની એક એવી શાળા, જ્યાં બાળકો સાથે તેમના માતા પિતા પણ કરે છે અભ્યાસ

ઓજશ્વીની ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં પ્રોજેકટ પ્લેટફોર્મ નામથી એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શરૂ કરવામાં આવેલી શાળામાં શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકો અને તેમનાં વાલીઓને શિક્ષણ આપવામાં આવે છે.

  • ઓજશ્વીની ફાઉન્ડેશન દ્વારા પ્રોજેકટ પ્લેટફોર્મ અંતર્ગત શરૂ કરાઈ અનોખી શાળા
  • 50થી વધુ વિદ્યાર્થીઓ અને 15થી વધુ વાલીઓ કરી રહ્યા છે અભ્યાસ
  • મોટાભાગે મજૂરી કામ કરતા લોકો વધુ પ્રમાણમાં જોડાયા

રાજકોટ: શહેરમાં એક એવી શાળા આવેલી છે. જ્યાં બાળકો સાથે તેમના માતાપિતા પણ અભ્યાસ કરી રહ્યા છે. સામાન્ય રીતે માતાપિતા અભ્યાસ કરે તે વાત સાંભળીને નવાઈ લાગે તેમ છે. પરંતુ, રાજકોટમાં ઓજશ્વિની ફાઉન્ડેશન દ્વારા એક એવી શાળા ચલાવવામાં આવે છે. જેમાં બાળકો અને તેમના માતાપિતા બન્નેને સાથે અભ્યાસ કરાવવામાં આવે છે.

રાજકોટની એક એવી શાળા, જ્યાં બાળકો સાથે તેમના માતા પિતા પણ કરે છે અભ્યાસ
સાંજનાં સમયે ચલાવવામાં આવે છે વર્ગોઓજશ્વિની ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં પ્રોજેકટ પ્લેટફોર્મ નામથી એક પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત 15 લોકોની ટિમ બનાવામાં આવી છે. જે આ અનોખી શાળા ચલાવે છે. શાળાનો મુખ્ય હેતુ શિક્ષણથી વંચિત રહી ગયેલા લોકોને શિક્ષણ આપવાનો છે. હાલમાં અહીં 50થી વધુ વિદ્યાર્થીઓ અને 15થી વધુ માતા-પિતા અભ્યાસ કરે છે. બાળકોનાં માતા-પિતાનો રોજગારીનો સમય સચવાઈ રહે તે માટે આ શાળા સાંજનાં 6 વાગ્યા બાદ શરૂ કરવામાં આવે છે. શિક્ષણથી વંચિત રહેલા લોકો માટે શરૂ કરાઇ શાળાઆ અંગે ઓજશ્વિની ફાઉન્ડેશનનાં પ્રમુખ હેમલબેન દવેએ જણાવ્યું હતું કે, તેમની પાસે બે વિધવા બહેનો નોકરી માટે આવી હતી. તેઓ વધુ ભણેલા ન હોવાથી તેઓને નોકરી મેળવવાની સાથે સાથે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જેને લઈને ઓજશ્વીની ફાઉન્ડેશન દ્વારા પ્લેટફોર્મ પ્રોજેકટ હેઠળ આ અનોખી શાળા શરૂ કરવામાં આવી હતી. જેમાં મોટાભાગે મજૂરી કામ કરતા લોકો વધુ પ્રમાણમાં જોડાયા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.