ETV Bharat / city

જેતપુરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા અંગે જયેશ રાદડીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

author img

By

Published : Apr 10, 2021, 12:55 PM IST

જેતપુરમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવા જયેશ રાદડીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
જેતપુરમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવા જયેશ રાદડીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

કોરોના સંક્રમણની સાંકળ તોડવા અંગે વેપારી મંડળો, આગેવાનો અને વહીવટીતંત્ર સાથે જેતપુર મામલતદાર કચેરીના સભાખંડમાં અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંતવ્યો જાણી આગળના પગલા ભરવા વિચારણા કરી હતી.

  • વહીવટીતંત્ર અને વેપારી મંડળને સાથે રાખીને કરવામાં આવી મિટિંગ
  • કોરોના સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવી સમીક્ષા બેઠક
  • લોકો રસીકરણ માટે સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી

જેતપુર: રાજ્યમાં કોરોના સંક્રમણને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા વિવિધ તકેદારીના પગલાં લઈ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જેતપુરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ અંગે વધુમાં વધુ સાવચેતી રાખવામાં આવે અને તકેદારીરૂપે આગામી દિવસોમાં સ્વૈચ્છિક રીતે શું શું કરી શકાય, તે અંગે પ્રધાન જયેશ રાદડિયાએ જેતપુર ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર શહેરના વિવિધ વેપારી મંડળો, માર્કેટિંગ યાર્ડના આગેવાનો અને વહીવટીતંત્રને સાથે રાખીને કોરોના સંક્રમણ સામે લોકોની સુરક્ષા વધે એ બાબતે સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, સંસ્થાઓ તેમજ આગેવાનોના મંતવ્યો મેળવ્યા હતા. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આગામી દિવસોમાં આ તમામ વેપારી મંડળો અને સંસ્થાઓએ સાથે મળીને સ્વૈચ્છિક રીતે જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકના લોકો માટે શું કરવું તેનો નિર્ણય સંસ્થાઓ દ્વારા જ કરવામાં આવે, તેમ જયેશ રાદડીયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: કોંગ્રેસે કોરોના સંક્રમણ વધતા ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણી પંચને કરી માગ

સ્થાનિક સંસ્થાઓ સહભાગી બને તેવી અપીલ

આ બાબતે વધુમાં કહ્યું હતું કે, જે લોકો રોજેરોજનું કમાઈને પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેવા નાના લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને નાના ધંધા-રોજગારને પણ અસર ન થાય તે પ્રમાણે સ્વૈચ્છિક રીતે સંસ્થાઓ સાથે મળી સંક્રમણને રોકવા માટે આગામી દિવસોમાં નિર્ણય કરવો જોઈએ. જેનાથી કોરોના સામે લોકોની સુરક્ષા વધી શકે. રાદડિયાએ હાજર આગેવાનોને જણાવ્યું હતું કે, હાલ જે વેક્સિનેશનની કામગીરી થઈ રહી છે તેને હજુ વધુ વેગ મળે તે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસીકરણનો વ્યાપ વધે તેવા પ્રયાસ જરૂરી છે. આ સાથે, લોકો રસીકરણ માટે રસીકરણ બુથ સુધી આવે તે માટે સ્થાનિક સંસ્થાઓ સહભાગી બને તેવી અપીલ પણ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાની દહેશતને પગલે વર્ક ફ્રોમ હોમનો આદેશ

શહેરના આગેવાનો અને અધિકારીઓ રહ્યા હાજર

આ પ્રસંગે જેતપુર શહેર મામલતદાર વિજય કારીયા, જેતપુર ગ્રામ્ય મામલતદાર ડી. એ. ગિણોયા, જેતપુર સિટી PI જે.બી. કરમુર, બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર સાપરિયા, જેતપુર માર્કેટિંગ યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વસંત પટેલ, જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનના પ્રમુખ જયંતી રામોલિયા, અગ્રણી સુરેશ સખરેલીયા, સુભાષ બાંભરોલીયા, દિનકર ગુંદરિયા, રામ જોગી, ઉમેશ પાદરીયા, પ્રવીણ ગજેરા સહિત વિવિધ વેપારી મંડળોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.