ETV Bharat / city

Dog Bite case - રાજકોટ શહેરમાં ગત એક વર્ષમાં 9,829 શ્વાન કરડવાના કેસ નોંધાયા

author img

By

Published : Jun 21, 2021, 6:01 PM IST

Dog Bite case
Dog Bite case

જકોટમાં અનેક અલગ-અલગ સમસ્યાઓ પણ વધી રહી છે. જેને લઈને ETV BHARAT દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્વાનોને લઈને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તે અંગેનો એક સ્પેશિયલ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ મુજબ એક વર્ષમાં એટલે કે, વર્ષ 2019થી 2020માં 9,829 શ્વાન કરડવાના કેસ (Dog Bite case) નોંધાયા છે.

  • ગત એક વર્ષમાં 9,829 શ્વાન કરડવાના કેસ નોંધાયા
  • ગત છ મહિનામાં 30 જેટલા શ્વાન કરવાના કેસ સામે આવ્યા
  • છેલ્લા ચાર વર્ષથી શહેરમાં શ્વાનોને હડકવા વિરોધી રસી અપાઇ રહી છે

રાજકોટ : શહેરની ગણના હવે દેશના સ્માર્ટ સિટીમાં થઇ રહી છે, ત્યારે રાજકોટનો ડગલેને પગલે વિકાસ થઈ રહ્યો છે. આ વિકાસની સાથે રાજકોટમાં અનેક અલગ-અલગ સમસ્યાઓ પણ વધી રહી છે. જેને લઈને ETV BHARAT દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (Rajkot Municipal Corporation) દ્વારા શ્વાનોને લઈને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તે અંગેનો એક સ્પેશિયલ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો.

6 જેટલા હડકાયા શ્વાનના કેસ જોવા મળ્યા

આ અહેવાલ મુજબ એક વર્ષમાં એટલે કે, વર્ષ 2019થી 2020માં 9,829 શ્વાન કરડવાના કેસ (Dog Bite case) રાજકોટના અલગ-અલગ આરોગ્ય કેન્દ્ર તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)માં નોંધાયા છે. જ્યારે છેલ્લા છ મહિનામાં 30 જેટલા શ્વાન કરવાના કેસ (Dog Bite case) સામે આવ્યા છે. જેમાંથી 6 જેટલા હડકાયા શ્વાનના કેસ જોવા મળી રહ્યા છે.

રાજકોટ શહેરમાં ગત એક વર્ષમાં 9,829 શ્વાન કરડવાના કેસ નોંધાયા

20 હજાર શ્વાનોને હડકવા વિરોધી રસી અપાઈ

રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા છેલ્લા ચાર વર્ષથી શહેરમાં શ્વાનોને હડકવા વિરોધી રસી આપવામાં આવી રહી છે. જેમાં દર વર્ષે 70 ટકા જેટલા શ્વાનોને આ રસી મૂકવામાં આવતી હોય છે. જેમાં છેલ્લા 1 વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં 20 હજાર શ્વાનોને હડકવા વિરોધી રસી મૂકવામાં આવી છે. આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યારે શ્વાનોનું ખસીકરણ કરવામાં આવતું હોય છે ત્યારે પણ હડકવા વિરોધી રસી (Anti rabies vaccine) આપવામાં આવતી હોય છે. આમ દર વર્ષે એટલે કે છેલ્લા ચાર વર્ષથી રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા આ પ્રકારનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે.

હડકવા વિરોધી રસી (Anti rabies vaccine)નું આયુષ્ય ચાર વર્ષ સુધીનું

સામાન્ય રીતે દર વર્ષે રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા શ્વાનોને હડકવા વિરોધી રસી ( Anti rabies vaccine ) આપવામાં આવતી હોય છે. આ રસીનું નું આયુષ્ય ચાર વર્ષનું માનવામાં આવે છે. ત્યારે ચાર વર્ષ બાદ ફરી હડકવા વિરોધી રસી શ્વાનોને આપવી પડે છે. આમ રાજકોટમાં હાલ દર વર્ષે 70 ટકા જેટલા શ્વાનોનું હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવે છે. જ્યારે રાજકોટ શહેરની બહારથી આવેલા શ્વાનોનું રસીકરણ થઈ શકતું નથી, પરંતુ જે રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારમાં હોય છે, તેવા તમામ શ્વાનોને કોર્પોરેશન દ્વારા હડકવા વિરોધી રસી ( Anti rabies vaccine ) આપવામાં આવતી હોય છે.

શ્વાન માટે ડોગ ફ્રેન્ડલી સેન્ટર ઉભું કરવામાં આવ્યું

રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના વેટરનરી ઓફિસર ડૉ. બી. આર. જાકાસણીયાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં જ્યાં શ્વાન કરડવાના કેસ (Dog Bite case) સામે આવે છે. ત્યાં ઘટના સ્થળે જઇને આ શ્વાનને પકડવાની કામગીરી કરવામાં આવે છે. ત્યારબાદ આ શ્વાનને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવેલા ડોગ ફ્રેન્ડલી સેન્ટર (Dog Friendly Center) ખાતે એક મહિના માટે ઓબ્ઝર્વેશનમા રાખવામાં આવે છે. જે બાદ આ શ્વાનને મુક્ત કરવામાં આવે છે. સામાન્ય રીતે દર ત્રણ મહિને જે ઋતુ ચેન્જ થાય છે, ત્યારે તેની અસર શ્વાનોની માનસિક સ્થિતિ પર પણ પડતી હોય છે. જે કારણે આ પ્રકારના શ્વાન કરડવાના કેસ (Dog Bite case) સામે આવતા હોય છે.

આ પણ વાંચો -

પંચમહાલના મોરવા હડફમાં હડકાયું કુતરુ કરડતા 2નાં મોત

વલસાડ જિલ્લામાં કુતરાનો આંતક, ડોગ બાઈટના કિસ્સામાં વધારો

સ્માર્ટ સિટી અમદાવાદમાં રખડતા કૂતરાંઓનો આતંક: જાન્યુઆરીથી મેમાં 27,620 લોકોને કરડ્યાં

ભાવનગરમાં શ્વાનની સંખ્યા બમણી, સાત વર્ષથી ખસીકરણ નહીં

ભરૂચમાં શ્વાનનો આતંક, 14 દિવસમાં કરડવાના 162 બનાવ નોંધાયા

ખબર છે અમદાવાદમાં કૂતરાંનો કેવો ભય હોય છે? દર મહિને 2000 કેસ કૂતરાં કરડવાના નોંધાય છે

RTI મુજબ સુરત મનપાએ કુતરાના ખસીકરણ માટે 3.47 કરોડ રૂપિયા ખર્ચ્યા
ભાવનગરમાં શ્વાનનો ત્રાસ, રોજના શ્વાન કરડવાના 50 થી 100 કેસ આવે છે સામે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.