ETV Bharat / city

વિશ્વ સાઇકલ દિવસઃ અઠવાડિયામાં એક દિવસ, સાઇકલ ફરજિયાતની માગણી ઉઠી

author img

By

Published : Jun 3, 2020, 4:31 PM IST

આજે સમગ્ર વિશ્વમાં સાઈકલ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. સાઇકલસવારે સરકાર સમક્ષ અઠવાડિયામાં એક વખત સાઇકલ સૌ માટે ફરજિયાત કરવાની માગ કરી છે. જે પ્રકારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, પેટ્રોલિયમના ભાવો પણ ખૂબ જ કાબૂ બહાર જઈ રહ્યાં છે. ત્યારે આવા કાયદાની ભારત જેવા દેશને તાતી જરૂરિયાત હોવાનું જૂનાગઢના સાઇકલસવારે જણાવ્યું હતું

વિશ્વ સાયકલ દિવસઃ અઠવાડિયામાં એક દિવસ સાયકલને ફરજિયાતની માગણી ઉઠી
વિશ્વ સાયકલ દિવસઃ અઠવાડિયામાં એક દિવસ સાયકલને ફરજિયાતની માગણી ઉઠી

જૂનાગઢઃ આજે સમગ્ર વિશ્વમાં સાયકલ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. સાઈકલનો ઇતિહાસ સમગ્ર વિશ્વમાં ખૂબ જૂનો હોવાનું જાણવા મળે છે. જ્યારે સૌ પ્રથમ કોઈ વાહન વ્યવહારના સાધનોની શોધ થઈ તેમાં ગાડા બાદ સાઈકલનો સમાવેશ થતો હતો ત્યારબાદ આધુનિક વિજ્ઞાન થકી જે સાધનોની શોધ થઈ તેને લઈને સાઈકલ હાંસિયામાં ધકેલાઇ ગઇ અને તેનું નકારાત્મક પરિણામ એ આવ્યું કે આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી મહાકાય સમસ્યાનો સામનો કરી રહ્યું છે અને સાથે સાથે પેટ્રોલિયમ પદાર્થો મેળવવા અને તેના ઉપયોગ માટે જાણે કે સમગ્ર વિશ્વ ગળાકાપ હરીફાઈ કરતો હોય તેવા દ્રશ્યો આજે જોવા મળતા હોય છે.

વિશ્વ સાયકલ દિવસઃ અઠવાડિયામાં એક દિવસ સાયકલને ફરજિયાતની માગણી ઉઠી
જૂનાગઢમાં રહીને 42 વર્ષથી માત્ર સાઇકલનો ઉપયોગ કરતા બિપીનભાઈ જોશીએ અઠવાડિયામાં એક દિવસ સૌ કોઇ માટે સાઇકલ ફરજિયાત કરવામાં આવે તેવી જોગવાઇ કરતો કાયદો બનાવવાની માગ કરી છે. બિપીનભાઇ જોશીએ સાઇકલના સથવારે ત્રણવાર અમરનાથ યાત્રા અને એકવાર દેશના તમામ જ્યોતિર્લિંગની યાત્રા કરી ચૂક્યાં છે અને આજે પણ પોતાના તમામ કામો સાઈકલને સથવારે સફળતાપૂર્વક પાર પાડે છે. હવે જ્યારે સાઇકલ હાંસિયામાં ધકેલાઈ ગઈ હોય તેવા સમયે બિપીનભાઈ જોશી સાઇકલના સાચા પ્રતિનિધિ હોય તેવું આજના દિવસે આપણે ચોક્કસ કહી શકીએ.બીજી તરફ પેટ્રોલિયમ પદાર્થના વધતા જતાં ઉપયોગને કારણે પ્રદૂષણ, ક્રૂડને લઇ એકબીજાની ગળાકાપ પ્રતિસ્પર્ધામાં નાશ તરફ આગળ વધતી દુનિયા અને અંતે ટ્રાફિક જામની સમસ્યા. આ ત્રણેય સમસ્યામાંથી મુક્તિ મેળવવા સાઇકલ ઉપયોગી નીવડે તેમ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.