ETV Bharat / city

VHP Sant Sammelan in Junagadh: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ? સૌરાષ્ટ્ર કક્ષાના સંત સંમેલનનું VHP દ્વારા આયોજન

author img

By

Published : Mar 14, 2022, 6:18 PM IST

Updated : Mar 15, 2022, 6:54 PM IST

આજથી જૂનાગઢમાં વિશ્વ હિંદુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું છે. આ સંત સંમેલન (VHP Sant Sammelan in Junagadh)માં સૌરાષ્ટ્ર પ્રાંતના વિશ્વ હિંદુ પરિષદના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યા સાધુ સંતોએ હાજરી આપી હતી.

જૂનાગઢ: 5 રાજ્યોમાં ચૂંટણી પરિણામો (Assembly Election Result 2022) બાદ ધીમેધીમે ધર્મ સંસ્થાઓની બેઠક, ચિંતન શિબિરો અને સંત સભાઓનું આયોજન થઈ રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 3 દિવસની બેઠક અમદાવાદ (RSS Meeting In Ahmedabad)માં ચાલી રહી છે.

વિધર્મીઓ દ્વારા થતાં આક્રમણ સામે એકજૂટ થવા અને આવા આક્રમણને ખાળવા માટે આ બેઠકમાં ચિંતન કરવામાં આવશે.

વિધર્મીઓ સામે એકજૂટ થવા બેઠકમાં ચિંતન થશે

આજથી જૂનાગઢમાં વિશ્વ હિંદુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની એક બેઠકનુ આયોજન (VHP Meeting Junagadh) કરવામાં આવ્યું છે, જેને સંત સંમેલન (VHP Saint Convention in Junagadh)નું નામ આપવામા આવ્યું છે. હિંદુ ધર્મને લઈને સમાજના સંતો-મહંતો અને ધર્માચાર્યો (VHP Sant Sammelan in Junagadh)ને વિધર્મીઓ દ્વારા થતાં આક્રમણ સામે એકજૂટ થવા અને આવા આક્રમણને ખાળવા માટે આ બેઠકમાં ચિંતન કરવામાં આવશે.

બેઠકમાં મોટી સંખ્યામાં સાધુ-સંતોએ હાજરી આપી - સૌરાષ્ટ્ર પ્રાંતના વિશ્વ હિંદુ પરિષદના પદાધિકારીઓ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યા સાધુ-સંતોએ આ સંત સંમેલનમાં હાજરી આપી હતી. 5 રાજ્યોના ચૂંટણી પરિણામો આવ્યા બાદ હવે ભાજપની ભગીની સંસ્થાઓ કહી શકાય તેવી વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠક અને ચિંતન શિબિરોનું આયોજન થઈ રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 3 દિવસની ચિંતન શિબિર ચાલી રહી છે તેવા સમયે આજે જૂનાગઢમાં વિશ્વ હિંદુ પરિષદની સૌરાષ્ટ્ર કક્ષાની એક બેઠકનું પણ આયોજન થયું છે.

વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠક અને ચિંતન શિબિરોનું આયોજન.
વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠક અને ચિંતન શિબિરોનું આયોજન.

આ પણ વાંચો: VHP Meeting In Junagadh: વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી દ્વારા અનામત મુદ્દે વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું?

હિંદુ ધર્મ સત્તા પ્રમાણે સરકારો ચાલે તેને લઇને ઠરાવ - આ સંત સંમેલન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ચિંતન બેઠકમાં બહુમતી હિંદુ સમાજ પર વિધર્મીઓ (Minorities In India) દ્વારા થયેલા અત્યાચારોને ખાળવા ભારત વર્ષમાં હિંદુ ધર્મ સત્તા અનુસાર રાજસત્તા અને સરકારો ચાલે તેને લઈને ઠરાવો કરવામાં આવશે. ડિસેમ્બર મહિનામાં જૂનાગઢમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કક્ષાનુ વિશ્વ હિંદુ પરિષદનું સંમેલન યોજાયું હતું, જેમાં પણ ખુબ મોટી સંખ્યામાં સમગ્ર વિશ્વમાંથી વિશ્વ હિંદુ પરિષદના પદાધિકારીઓ જોડાયાં હતા. આ બેઠકમાં પણ ભારતને હિંદુ રાષ્ટ્રની સાથે હિંદુ ધર્મસત્તા તરીકેના રાષ્ટ્રના નિર્માણ માટે ઉપસ્થિત સંતો-મહંતો અને પદાધિકારીઓએ ઠરાવ પાસ કર્યો હતો.

RSS અને VHPની ચિંતન બેઠકો ભાજપ માટે ચૂંટણી રણનીતિમાં મહત્વની - ગુજરાત ભાજપ માટે કાયમ હિંદુત્વની પ્રયોગશાળા સાબિત થતું આવ્યું છે. આજથી 30 વર્ષ પૂર્વે જ્યારે પ્રથમ વખત સંપૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર(BJP Government In Gujarat) આવી ત્યારથી ગુજરાતને ખાસ કરીને ભાજપ માટે હિંદુત્વની પ્રયોગશાળા માનવામાં આવતું હતું. તેની સફળતાને કારણે જ આજે દેશ અને અન્ય રાજ્યોમાં સંપૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકારો ચાલી રહી છે. આ પ્રકારના સંત સંમેલનો અને વિશ્વ હિંદુ પરિષદ તેમજ RSSની ચિંતન બેઠકો ભાજપને ચૂંટણી રાણીનીતિ (Election Policy bjp)માં ખૂબ મહત્વનું ઇંધણ પુરું પાડે છે.

ધર્મ સંસદ અને સંત સંમેલનોનો ફાયદો ભાજપને - તાજેતરમાં જ પૂર્ણ થયેલી 5 રાજ્યોની ચૂંટણીમાં જે પ્રકારે ફરી એક વખત ભાજપનો દબદબો ચૂંટણી પરિણામોમાં જોવા મળ્યો છે. તેની પાછળનું રહસ્ય પણ આ જ પ્રકારની ધર્મસભાઓ અને સંતો-મહંતો તેમજ ભાજપની ભગીની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી ચિંતન અને ધર્મ સંસદ જેવા આયોજનો છે. જે ભાજપને ચૂંટણી રણનીતિ (BJP's election strategy)માં સુપેરે પાર પડવાથી લઈને સરકાર બનાવવા સુધીમાં મદદગારી પૂરી પાડી રહ્યા છે. ગુજરાતમાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમયાંતરે અનેક બેઠકો કરી ચૂકી છે. કેટલાક વર્ષોની વાત કરીએ તો ગુજરાતમાં ધર્મ સંસદથી લઈને સંત સંમેલન અને ધાર્મિક મેળાવડાઓ સમયાંતરે યોજાતા આવ્યા છે જેનો પૂર્ણ ફાયદો ભાજપને આજે પણ મળી રહ્યો છે.

હિંદુ ધર્મસત્તા તરીકેના રાષ્ટ્રના નિર્માણ માટે ઉપસ્થિત સંતો-મહંતો અને પદાધિકારીઓએ ઠરાવ પાસ કર્યો.
હિંદુ ધર્મસત્તા તરીકેના રાષ્ટ્રના નિર્માણ માટે ઉપસ્થિત સંતો-મહંતો અને પદાધિકારીઓએ ઠરાવ પાસ કર્યો.

આ પણ વાંચો: VHP Meeting in Junagadh 2021: જૂનાગઢમાં પહેલી વખત યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ત્રણ દિવસ ચાલશે

થોડા મહિના પહેલા સુરતમાં રોકાયા હતા મોહન ભાગવત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર્વોચ્ચ પદાધિકારીઓ પૈકી મોહન ભાગવત આજે પણ નિશ્ચિત સમયાંતરે ગુજરાતના વિવિધ જિલ્લા અને પ્રાંતની મુલાકાત કરી રહ્યા છે. થોડા મહિના પૂર્વે મોહન ભાગવત સુરતમાં રોકાયા હતા. મોહન ભાગવતના આગમનને લઇને ખૂબ સસ્પેન્સ જોવા મળતું હતું. મોહન ભાગવતની સુરત મુલાકાતને લઇને હજુ સુધી કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ બંધ બારણે યોજાયેલી બેઠક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કોઈ નીતિના ભાગરૂપે હોઈ શકે છે તેવું નકારી શકાય તેમ નથી.

રાજકોટમાં મોહન ભાગવતની હાજરી કેટલાંક વર્ષોથી વધી - તો બીજી તરફ રાજકોટમાં પણ મોહન ભાગવતની હાજરી પાછલા કેટલાંક વર્ષોમાં સતત જોવા મળી છે. થોડા સમય પહેલા મોહન ભાગવત રાજકોટની મુલાકાતે પણ આવ્યા હતા. અહીં તેમણે RSS સહિત ભાજપની ભગીની સંસ્થાઓના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. હવે અમદાવાદમાં 3 દિવસની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ચિંતન બેઠક અને આજે યોજાયેલી વિશ્વ હિંદુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઇને ભાજપ માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે.

2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે હિંદુ ધાર્મિક સંગઠનો સક્રિય - વર્ષ 2022ના અંતિમ મહિના દરમિયાન ગુજરાતમાં નવી સરકારની સ્થાપના થવા જઈ રહી છે. આવા સમયે હિંદુ સંગઠનો ધીરેધીરે સક્રિય બની રહ્યા છે. વાત વર્ષ 2017ની કરીએ તો તે સમયે યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપને ખૂબ સારો પડકાર કોંગ્રેસ તરફથી મળ્યો હતો. ચૂંટણી પરિણામો બાદ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ખુબ ઓછો તફાવત જોવા મળતો હતો. ત્યારે હવે આગામી ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. ત્યારે ફરી એક વખત હિંદુત્વના મોજા પર ગુજરાતમાં ભાજપની સરકારનું સ્થાપન થાય તે માટે હિંદુ સંગઠનો અત્યારથી સામે આવી રહ્યા છે.

RSS અને VHPના સંમેલન વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઇને ભાજપ માટે ખૂબ મહત્વના.
RSS અને VHPના સંમેલન વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઇને ભાજપ માટે ખૂબ મહત્વના.

કોમન સિવિલ કોડની માંગ - તેઓ સ્પષ્ટ માની રહ્યા છે કે હિન્દુ ધર્મને લઇને કોઇપણ રાજકીય પક્ષ આગળ આવશે તેને અમારૂ સમર્થન છે. આજના સંત સંમેલનમાં હાજર રહેલા વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રધાન અશોક તિવારીએ આગામી દિવસોમાં કેન્દ્રની સરકાર કોમન સિવિલ કોડની અમલવારી કરે તેવી માંગ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ખાનગી શાળામાં જય શ્રીરામનો નારો લગાવનાર વિદ્યાર્થીને શાળામાંથી દૂર કરવાની ધમકીઓ મળી રહી છે. આવા સમયે શાળાની આ પ્રકારની કાર્યપદ્ધતિ ખૂબ જ ચિંતાજનક છે.

ભાજપને હિંદુવાદી સંગઠનોનું સમર્થન - વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણા સંતાનોને ધાર્મિક પરંપરા સાથેનું શિક્ષણ અને આપણા ધર્મ અને પરંપરાને લઈને વધુ જાગૃત કરવા જોઈએ. બિનસાંપ્રદાયિકતાની વાતની વચ્ચે બહુ ધાર્મિક હિંદુ ધર્મ સંસ્કૃતિનો દેશ અને રાજ્ય બિનસાંપ્રદાયિકતાના દબાણ નીચે પોતાનું અસ્તિત્વ ગુમાવતા જાય છે. જેની સામે પ્રબળ અને પ્રખર હિંદુત્વની વાત કરનારી સરકારો ખૂબ મદદરૂપ બની શકે છે અને આવનારા સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં હિંદુત્વની વાત કરનારી ભાજપને હિંદુવાદી સંગઠનો પોતાનું સમર્થન આપશે તેવો ભરોસો રાષ્ટ્રીય પ્રધાન અશોક તિવારીએ જૂનાગઢમાં વ્યક્ત કર્યો હતો.

Last Updated :Mar 15, 2022, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.