VHP Meeting in Junagadh 2021: જૂનાગઢમાં પહેલી વખત યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ત્રણ દિવસ ચાલશે

author img

By

Published : Dec 24, 2021, 2:52 PM IST

VHP Meeting in Junagadh 2021: જૂનાગઢમાં પહેલી વખત યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ત્રણ દિવસ ચાલશે

જૂનાગઢમાં આજથી (શુક્રવાર) ત્રણ દિવસ સુધી વિશ્વ હિન્દુ પરિષદની (VHP Meeting in Junagadh 2021) રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનું આયોજન (The first meeting of the National Working Committee held in Junagadh) કરાયું છે. અહીં વર્તમાન સમયમાં ધર્માંતરણ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં હિન્દુઓ પર થતા હુમલા, રાષ્ટ્રમાં હિન્દુ મંદિરોમાં સરકારની દખલગીરીના વિરોધમાં ગંભીર ચર્ચા વિચારણા કરાશે.

જૂનાગઢઃ જૂનાગઢમાં આજથી (શુક્રવાર) (VHP Meeting in Junagadh 2021) ત્રણ દિવસ સુધી વિશ્વ હિન્દુ પરિષદની રાષ્ટ્રિય કાર્યકારણી બેઠકનું આયોજન (The first meeting of the National Working Committee held in Junagadh) કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર દેશમાંથી આવેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પદાધિકારીઓ હાજર રહીને વર્તમાન સમયમાં ધર્માંતરણ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ અને રાષ્ટ્રમાં હિન્દુ મંદિરોમાં સરકારી દખલના વિરોધમાં ગંભીર ચર્ચાવિચારણા કરશે. આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલશે, જેમાં અનેક ઠરાવો કરીને આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ કામ કરતું જોવા મળશે.

બેઠકમાં ધર્માંતરણ સામે કેન્દ્ર સરકાર આકરો કાયદો બનાવે તેવી માગ અંગે થશે ચર્ચા

આ પણ વાંચોઃ કોરોના મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે સુરતમાં VHPએ એકસાથે 35 જગ્યાએ હવન યોજ્યા

હિન્દુઓ પર થતા હુમલા અંગે બેઠકમાં ચર્ચા થશે

અહીં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક (VHP Meeting in Junagadh 2021) ત્રણ દિવસ યોજાશે, જેમાં હિન્દુ ધર્મમાં પડતી સમસ્યાઓ, લવ જેહાદ, ધર્માંતરણ અને પાકિસ્તાન તેમ જ બાંગ્લાદેશમાં હિંદુ ધર્મનું આચરણ કરતા લોકો પર થઈ રહેલા ધાર્મિક હુમલાઓ અંગે ચર્ચા થશે. આ બેઠકમાં હિન્દુ સોસાયટીમાં ઉદભવી રહેલી સમસ્યાઓ પર પણ ચિંતાઓ કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી અને ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા બિનહિન્દુ રાષ્ટ્રોમાં હિન્દુ ધર્મના લોકો અને હિન્દુ ધર્મના સ્થાનકો તેમ જ મંદિરો પર જે હુમલા (Discussion of attack on Hindus in VHP meeting) કરવામાં આવ્યા છે. તેને લઈને પણ ખૂબ જ ગંભીરતાથી ચિંતન અને મનન કરવાની સાથે તેમાં કોઈ અંતિમ નિરાકરણ આવે તે અંગે પણ બેઠકમાં નિર્ણય કરવામાં આવશે. આ ઉપરાંત હિન્દુ મંદિરોમાં જે પ્રકારે પાછલા કેટલાક સમયથી સરકારનો હસ્તક્ષેપ વધી રહ્યો છે. તે અંગે ચર્ચા થવાની શક્યતા છે.

બેઠકમાં મોટી સંખ્યામાં VHP કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત
બેઠકમાં મોટી સંખ્યામાં VHP કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચોઃ VHP નેતાએ જણાવ્યું,'ગર્ભગૃહ'માં ક્યાં સુધી બિરાજમાન થશે રામ લલ્લા

બેઠકમાં ધર્માંતરણ સામે કેન્દ્ર સરકાર આકરો કાયદો બનાવે તેવી માગ અંગે થશે ચર્ચા

વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી કાર્યકર મિલિન્દ પરાડેએ જણાવ્યું હતું કે, અહીં વિવિધ મૂદ્દે ચર્ચા થશે. હિન્દુ સમાજની રચના ખાસ કરીને ભારતમાં રાજકીય અને આંતરરાષ્ટ્રીય પરિપેક્ષમાં કરવાનો આ યોગ્ય સમય છે. આ બેઠકમાં પર્યાવરણનું જતન કરવાની સાથે ભારતની પ્રાચીનતમ કૃષિ અને ઋષિ સંસ્કૃતિને કઈ રીતે ફરી મુખ્યધારામાં સામેલ કરી શકાય તે અંગે ચર્ચા થશે. ધર્માંતરણ સામે કેન્દ્ર સરકાર કોઈ કઠોર અને આકરો કાયદો બનાવે તે પણ આ બેઠકમાં માગ (VHP demands legislation on conversion) કરવામાં આવશે વધુમાં વર્ષ 2024 માં વિશ્વ હિન્દુ પરિષદ તેમની સ્થાપના 60 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે આવી પરિસ્થિતિમાં જૂનાગઢ ના આંગણે પ્રથમ વખત આયોજિત થયેલી વિશ્વ હિંદુ પરિષદની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક (VHP Meeting in Junagadh 2021) અનેક રીતે મહત્ત્વની પૂરવાર થશે અને આ બેઠકમાં થયેલા ઠરાવોનું આગામી દિવસોમાં વિશ્વ હિંદુ પરિષદની કાઉન્સિલમાં (VHP National Executive Meeting for the first time in Junagadh) અમલવારી શરૂ કરી દેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.