ETV Bharat / city

આજે જળજીલણી એકાદશી, જાણો ધાર્મિક મહત્વ

author img

By

Published : Sep 17, 2021, 9:25 AM IST

આજે જળજીલણી એકાદશી, જાણો ધાર્મિક મહત્વ
આજે જળજીલણી એકાદશી, જાણો ધાર્મિક મહત્વ

આજે (શુક્રવાર) જળજીલણી એકાદશી ઉજવવામાં આવી રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જળ જીલણી એકાદશીનું વિશેષ મહત્વ જોવા મળે છે આજના દિવસ ભગવાનને જળમાં વિહાર કરાવવાની ધાર્મિક પરંપરા મુજબ આજે ભાદરવા સુદ અગિયારસના દિવસે જળઝીલણી એકાદશી મનાવવામાં આવી રહી છે.

  • આજે જળજીલણી એકાદશી
  • શાસ્ત્રોમાં આ એકાદશીનું વિશેષ મહત્વ
  • આ એકાદશીથી વિશેષ ફળની પ્રાપ્તી થાય છે

જૂનાગઢ: આજે (શુક્રવાર) જળજીલણી એકાદશી ઉજવવામાં આવી રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જળ જીલણી એકાદશીનું વિશેષ મહત્વ જોવા મળે છે આજના દિવસ ભગવાનને જળમાં વીહાર કરાવવાની ધાર્મિક પરંપરા મુજબ આજે ભાદરવા સુદ અગિયારસના દિવસે જળઝીલણી એકાદશી મનાવવામાં આવી રહી છે. આજના દિવસે ભગવાન શ્રી હરિને જળ વિહાર કરાવવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે આજના દિવસે ઉત્સવ મનાવવાથી પ્રત્યેક પરિવારમાં ઉત્સવ અને ખુશીનું વાતાવરણ જોવા મળતું હોવાને કારણે પણ જળઝીલણી એકાદશીનું વિશેષ મહત્વ હિન્દુ ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે.

એકાદશીનું વિશેષ મહત્વ હિન્દુ શાસ્ત્રમાં

ભાદરવા સુદ અગિયારસના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાય અને વિષ્ણુ મંદિરમાં જળઝીલણી એકાદશીની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. પ્રાચીન ધાર્મિક હિન્દુ પરંપરા મુજબ આજના દિવસે ભગવાન શ્રી હરિએ યમુના નદીમાં ગોપીઓ સાથે જળ વિહાર કર્યું હતું ત્યારથી ભાદરવા સુદ અગિયારસના દિવસે જળઝીલણી એકાદશી મનાવવાનું વિશેષ મહત્વ હિન્દુ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે. આજના દિવસે ભગવાન શ્રી હરિની પ્રતિમાને હોળીમાં બેસાડીને જળનો વિહાર કરાવવામાં આવે તો વિશેષ પુણ્ય અને ફળ પ્રાપ્ત થતો હોય છે, તેથી આજના દિવસે ભગવાન શ્રી હરિને જળનો વિહાર કરાવીને જળઝીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ એકાદશીને ઉત્સવના રૂપમાં પણ મનાવવામાં આવે છે આદ્ય કવિ કાલિદાસના શબ્દોમાં કહીએ તો સમગ્ર માનવ સમુદાય ઉત્સવ પ્રિય છે. એકલતા અને દુઃખોથી પ્રત્યેક વ્યક્તિને મુક્તિ મળે અને દરેક જીવ ઉત્સવમાં રાચીને તમામ દુઃખદર્દને ભૂલી જાય તે માટે પણ આજના દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે.

આજે જળજીલણી એકાદશી, જાણો ધાર્મિક મહત્વ

આ પણ વાંચો : PM Modi 71st birthday: ભાજપ આજથી સેવા સમર્પણ અભિયાન શરૂ કરશે

હરીને નાવડીમાં બેસાડી કરવામાં આવે છે પૂજા

અષાઢ સુદ અગિયારસ થી કારતક સુદ અગિયારસ સુધી ચતુર્માસ ઉજવવામાં આવે છે. અનંત સંહિતાના દસમા અધ્યાયમાં પ્રસ્થાપિત એવું છે કે એકાદશીના દિવસે 1001 કમળ થી જળનો અભિષેક શ્રીહરી પર કરવામાં આવે તો વિશેષ ધાર્મિક લાભ પ્રાપ્ત થતો હોય છે. વધુમાં શ્રી હરિને તળાવકાંઠે મંડપમાં બેસાડી તેની પૂજા કરવામાં આવે અને તેના પર સહસ્ત્ર ધારા થી વિવિધ જળ દ્વારા પૂજા કરવામાં આવે તો વિશેષ પુણ્ય પ્રાપ્ત થતું હોય છે શ્રી હરિને જળ દ્વારા સ્નાન અને પૂજા વિધિ પૂર્ણ કર્યા બાદ નવા વસ્ત્રો ધારણ કરાવીને નાવમાં બેસાડી તેને જળમાં વિહાર કરાવવાની ધાર્મિક પરંપરા જળજીલણી અગિયારસ સાથે સંકળાયેલી છે આજના દિવસે શ્રીકૃષ્ણએ ગોપીઓ સાથે યમુનામાં વિહાર કર્યું હતું ત્યારથી જળઝીલણી એકાદશીનું વિશેષ મહત્વ છે.

આ પણ વાંચો : વિદેશ પ્રધાન જયશંકરે ચીનના વિદેશ પ્રધાન સાથે કરી બેઠક, પૂર્વ લદ્દાખમાં સૈનિકોની વાપસીની પ્રક્રિયા અને અફઘાનિસ્તાનની સ્થિતિ પર થઈ ચર્ચા

અગિયાર સાથે જોડાયેલી દંત કથા

જળ જીલણી એકાદશીના દિવસે શ્રી હરિને સ્નાન કરાવી નાવમાં બેસાડી જળ વિહાર કરાવવાની થી તમામ પ્રકારના કષ્ટ દુઃખનો નાશ થતો હોય છે તેથી જળઝીલણી એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. આ એકાદશી સાથે એક દંતકથા પણ જોડાયેલી જોવા મળે છે. રાજા માંધાતાના રાજ્યમાં અતિ દુષ્કાળ પડવાને કારણે રાજ્યની પ્રજા ખૂબ ત્રાહિમામ પોકારી ઉઠી હતી, જેને કારણે રાજા માંધાતા આકુળ વ્યાકુળ બનીને અંગિયા ઋષિ પાસે દુષ્કાળ ને લઈને કોઈ નિરાકરણ માટે પહોંચે છે, અંગિયા ઋષિએ રાજા માંધાતાને તેમનાં રાજમાં પાપ વધી રહ્યા છે તેને કારણે આ દુષ્કાળ પડ્યો છે જો તેમાંથી મુક્તિ મેળવવી હોય તો જળજીલણી એકાદશીના દિવસે શ્રીહરિ ની પૂજા કરવામાં આવશે તો રાજ્ય પર દુષ્કાળનો ઓછાયો દૂર થશે ઋષિની આજ્ઞાનું પાલન કરીને રાજા મંધાતા એ જળજીલણી એકાદશીના દિવસે શ્રી હરી પર વિધિવિધાન સાથે જળનો અભિષેક કરતા વૃષ્ટિ થવા લાગી અને તેના રાજમાં દુષ્કાળ એ વિદાય લીધી ત્યાંથી જળઝીલણી એકાદશી નું મહત્વ પણ આ દંતકથા સાથે જોડાયેલું જોવા મળે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.