ETV Bharat / city

Rain in Junagadh: પ્રથમ વરસાદે જ જૂનાગઢનો આણંદપુર ડેમ થયો ઓવરફ્લો

author img

By

Published : Jul 2, 2022, 10:59 PM IST

Rain in Junagadh: પ્રથમ વરસાદે જ જૂનાગઢના આણંદપુર ડેમને કર્યો ઓવરફ્લો
Rain in Junagadh: પ્રથમ વરસાદે જ જૂનાગઢના આણંદપુર ડેમને કર્યો ઓવરફ્લો

જૂનાગઢમાં આજે મેઘરાજાએ આ વરસાદી માહોલમાં ધમાકેદાર એન્ટ્રી(Rain in Junagadh) કરી છે. શહેરમાં પ્રથમ વરસાદથી લોકો ખુશખુશાલ થઇ ગયા છે. જૂનાગઢમાં આનંદપુર ડેમમાં(Anandpur dam in Junagadh) પાણી આવક વધુ થૈ છે. જેનું મોરૂ અને એકમાત્ર કારણ ઉપરવાસમાં અતિ ભારે વરસાદ થવાથી પાણીનો સ્ત્રોત ડેમમાં વધ્યો છે.

જુનાગઢ: આજે જૂનાગઢ અને જિલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી(Rain in Junagadh) થઈ છે. પ્રથમ વરસાદે જૂનાગઢ શહેર અને જિલ્લામાં એકથી લઈને પાંચ ઇંચ સુધી કુદરતની મહેર વરસાદી પાણીના રૂપમાં વરસી ગયો છે. જુનાગઢ નજીક આવેલા આણંદપુર ડેમમાં(Anandpur dam in Junagadh) પણ ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદને(Gujarat Rain Update) કારણે પાણીનો ખૂબ મોટો પ્રવાહ ડેમમાં આવતા ડેમ આજે છલકી રહ્યો છે.

આણંદપુર ડેમમાં પણ ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે પાણીનો ખૂબ મોટો પ્રવાહ ડેમમાં આવતા ડેમ આજે છલકી રહ્યો છેઆણંદપુર ડેમમાં પણ ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે પાણીનો ખૂબ મોટો પ્રવાહ ડેમમાં આવતા ડેમ આજે છલકી રહ્યો છે

આ પણ વાંચો: Rain in Junagadh: માણાવદરમાં ધોધમાર વરસાદ, લોકોએ મેઘરાજાના વધામણા કર્યા

પાછલા ઘણા વર્ષોમાં આ પ્રકારનો પ્રથમ બનાવ છે - જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજે ચોમાસાનો પ્રથમ વરસાદ ધોધમાર પડ્યો હતો આજે વહેલી સવારથી જ વરસાદનું આગમન જુનાગઢ સહિત મોટાભાગના તાલુકાઓમાં થયું હતું જેને કારણે જૂનાગઢ નજીક આવેલા આણંદપુર ડેમ પ્રથમ વરસાદમાં જ છલકીને જતો જોવા મળ્યો હતો. પાછલા ઘણા વર્ષોમાં આ પ્રકારનો પ્રથમ બનાવ(Anandpur dam overflow) છે કે ચોમાસાના વરસાદના પ્રથમ દિવસે આણંદપુર ડેમ છલકાઈ ગયો આણંદપુર ડેમ જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પીવાના પાણી માટે બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: જૂનાગઢના માંગરોળને વરસાદે ધમરોળ્યું, ખેતરોમાં ફરી વળ્યા વરસાદી પાણી

પ્રથમ વરસાદ - જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં(Junagadh Corporation area) પાણીની સમસ્યા(Water problem in Junagadh) મેઘરાજાએ દૂર કરી છે હજુ ચોમાસાના ઘણા દિવસો બાકી છે. આ ડેમ હજુ પણ અનેક વખત ઓવરફ્લો થઈને છલકી જશે તે વાત પણ ચોક્કસ છે, ત્યારે પ્રથમ વરસાદે ડેમ છલકી જતા જિલ્લા વહીવટી તંત્રએ પણ નીચાણવાળા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને પૂરના પાણીને લઈને તમામ સાવચેતીઓ રાખવા અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.