ETV Bharat / city

જૂનાગઢના કેશોદમાં આવેલો આંબેડકરનગર વિસ્તાર કોરોનામુક્ત બન્યો

author img

By

Published : May 5, 2021, 10:54 AM IST

Updated : May 8, 2021, 9:16 AM IST

રાજ્યમાં એક તરફ કોરોનાના કેસ આસમાને પહોંચી રહ્યા છે તો બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં કેશોદમાં આવેલો આંબેડકરનગર વિસ્તાર કોરોનામુક્ત વિસ્તાર છે. આ વિસ્તારમાં હજી સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

જૂનાગઢ
જૂનાગઢ

  • કેશોદનો આંબેડકરનગર વિસ્તાર બન્યો કોરોનામુક્ત
  • આ વિસ્તારમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી
  • વોર્ડ નંબર-2માં આવેલા વિસ્તારના લોકો પાસેથી શીખ લેવી જોઈએ

જૂનાગઢઃ કેશોદમાં આવેલો આંબેડકરનગર વિસ્તાર કોરોનામુક્ત થયો છે. હજી સુધી આ વિસ્તારમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. વોર્ડ નંબર 2માં આવેલા આ વિસ્તારના લોકો પાસેથી શીખ લેવા જેવી છે. આ વિસ્તારમાં કુલ 400 લોકો રહે છે. આ વિસ્તારની અદર અનાજ કરિયાણા, શાકભાજી સહિતની તમામ પ્રકારની વ્યવસ્થા છે. અહીં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હોવા છતાં લોકો ફરજિયાત માસ્ક પહેરે છે. તેમજ અનેક પ્રકારની સાવચેતી પણ રાખે છે.

આ વિસ્તારમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી
આ વિસ્તારમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી
કેશોદનો આંબેડકરનગર વિસ્તાર બન્યો કોરોનામુક્ત
કેશોદનો આંબેડકરનગર વિસ્તાર બન્યો કોરોનામુક્ત

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લો થયો કોરોનામુક્ત, રસીકરણની પ્રક્રિયા ચાલુ

આંબેડકરનગરમાં અજાણ્યા વ્યક્તિને નથી અપાતો પ્રવેશ

જ્યારે આખો દેશ કોરોનાના ભરડામાં છે તો બીજી તરફ જૂનાગઢના આ વિસ્તારે કોરોનામુક્ત થઈ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વિસ્તારમાં કોઈ પણ અજાણ્યા વ્યક્તિને પ્રવેશ આપવામાં નથી આવતો. હાલમાં કેશોદમાં કોરોનાના કેસ 150થી 200 સુધી નોંધાઈ રહ્યા છે. તેમ છતાં આ વિસ્તારમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, જે એક સારી બાબત છે.

વોર્ડ નંબર-2માં આવેલા વિસ્તારના લોકો પાસેથી શીખ લેવી જોઈએ
વોર્ડ નંબર-2માં આવેલા વિસ્તારના લોકો પાસેથી શીખ લેવી જોઈએ
આ વિસ્તારમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી
આ વિસ્તારમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી

આ પણ વાંચોઃ વડોદરાનું એક એવું ગામ જ્યાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી, ગાઈડલાઈનના પાલન સાથે 10 લગ્નો પણ યોજાયા

તંત્રએ પણ વિસ્તારના વખાણ કર્યા

કેશોદનું એક પણ ગામ કોરોનાથી બાકાત નથી રહ્યું. શહેર કરતાં પણ વધારે કોરોનાના કેસ જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે. આ સાથે તંત્ર પણ આંબેડકરનગર વિસ્તારના વખાણ કરી રહ્યું છે. તંત્રના મતે, જો આ વિસ્તારની જેમ દરેક લોકો જાગૃત રહે તો કોરોનાને મ્હાત આપી શકાશે.

આ વિસ્તારમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી
આ વિસ્તારમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી
Last Updated :May 8, 2021, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.