ETV Bharat / city

વિજયાદશમીએ મીઠાઈના વેપારીની જૂનાગઢની જનતાને ભેટ, ફાફડા-જલેબીના ભાવમાં ન કર્યો વધારો

author img

By

Published : Oct 15, 2021, 6:42 PM IST

તહેવારો (Festival)ની મજા મોંઘવારી(Inflation)મારી રહી છે. તમામ જરૂરી ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો હોવાના કારણે લોકોને તહેવારોમા ચીજ-વસ્તુઓ અને મીઠાઈઓ (Sweets) ખરીદતી વખતે બે વાર વિચારવું પડે છે, ત્યારે જૂનાગઢ (junagadh)ના વર્ષોથી મીઠાઈના વેપાર સાથે સંકળાયેલા સ્નેહલભાઈ કનેરિયાએ આ વર્ષે દશેરા નિમિત્તે તેમને ત્યાં ફાફડા અને જલેબીની ખરીદી કરવા આવતા ગ્રાહકોને ભાવમાં કોઈ જ વધારો ન કરીને મોટી ભેટ આપી હતી.

વિજયાદશમીએ મીઠાઈના વેપારીની જૂનાગઢની જનતાને ભેટ
વિજયાદશમીએ મીઠાઈના વેપારીની જૂનાગઢની જનતાને ભેટ

  • વહેલી સવારથી જ જૂનાગઢના લોકો ફાફડા અને જલેબી ખરીદવા ઉમટ્યા
  • વર્ષોથી દશેરાના દિવસે ફાફડા અને જલેબીની જયાફત માણવાની પરંપરા
  • મીઠાઈના વેપારીએ ફાફડા અને જલેબીના કોઇ જ વધારો ન કર્યો

જૂનાગઢ: આજે દશેરા (Dussehra 2021)ને લઇને વહેલી સવારથી જ અસત્ય પર સત્યના વિજયના તહેવારની ઉજવણી માટે જૂનાગઢ (Junagadh)ના લોકોએ ફાફડા અને જલેબી ખરીદવા માટે લાઇનો લગાવી હતી. બીજી તરફ જૂનાગઢના મીઠાઈના વેપારીએ અન્ય ચીજ વસ્તુઓમાં સતત થઇ રહેલા વધારાને કારણે મીઠાઇ (Sweets) ખરીદવા આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ વર્ષે પણ મીઠાઈના ભાવમાં કોઈ વધારો નહીં કરીને લોકોને દશેરાના તહેવારની ભેટ આપી હતી.

ફાફડા અને જલેબી ખરીદવા માટે વહેલી સવારથી જ લાઇનો લાગી

આજે અસત્ય પર સત્યના વિજય સમાન દશેરાનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, જેની ઉજવણીના ભાગરૂપે વર્ષોથી ફાફડા અને જલેબી ખાવાની આગવી પરંપરા શરૂ થઇ છે જે આ વર્ષે પણ જોવા મળી. આજે વહેલી સવારથી જૂનાગઢના લોકોએ ફાફડા અને જલેબી ખરીદવા માટે રીતસર લાઇનો લગાવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી દશેરાની ઉજવણી ફાફડા અને જલેબી સાથે જ કરવાની પરંપરા જોવા મળી રહી છે. આજના દિવસે લોકો ફાફડા અને જલેબીની જયાફત માણીને દશેરાના પર્વની ઉજવણી કરતા હોય છે.

વિજયાદશમીએ મીઠાઈના વેપારીની જૂનાગઢની જનતાને ભેટ, ફાફડા-જલેબીના ભાવમાં ન કર્યો વધારો

જૂનાગઢના વેપારીએ ગ્રાહકોને આપી દશેરાની ભેટ

જૂનાગઢમાં વર્ષોથી મીઠાઈના વેપાર સાથે સંકળાયેલા સ્નેહલભાઈ કનેરિયાએ આ વર્ષે દશેરા નિમિત્તે તેમને ત્યાં ફાફડા અને જલેબીની ખરીદી કરવા આવતા ગ્રાહકો માટે દશેરાની વિશેષ ભેટ જાહેર કરી હતી. ફાફડા અને જલેબી બનાવવા માટે ચણાના લોટથી લઈને શુદ્ધ સીંગતેલ તેમજ દેશી ઘી અને અન્ય ચીજ વસ્તુઓમાં સરેરાશ 20થી લઇને 30 ટકા સુધીનો ભાવ વધારો થયો છે. અધૂરામાં પૂરુ ગેસનો સિલિન્ડર પણ 1,300 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે, પરંતુ સ્નેહલભાઈ સતત વધી રહેલી મોંઘવારીમાં ગ્રાહકોનું હિત ધ્યાને રાખીને આ વર્ષે ફાફડા અને જલેબીમાં એક પણ પૈસાનો વધારો કર્યા વગર ગત વર્ષના બજારભાવે ફાફડા અને જલેબીનું વેચાણ કરી રહ્યા છે.

ગત વર્ષના બજાર ભાવે ફાફડા-જલેબીનું વેચાણ

શુદ્ધ દેશી ઘી માંથી બનેલી જલેબી 300 રૂપિયા પ્રતિ કિલો અને ફાફડા 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સ્નેહલભાઈ વહેંચી રહ્યા છે. બજારમાં શુદ્ધ દેશી ઘીની જલેબીનો ભાવ 400થી લઈને 450 રૂપિયા પ્રતિ કિલો જોવા મળે છે. તેમ જ ફાફડાનો ભાવ 250થી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સામાન્ય દિવસોમાં જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં મોંઘવારીનો માર તહેવારના સમયમાં લોકો પર ન પડે તે માટે સ્નેહલભાઈએ ગત વર્ષના બજારભાવે આ વર્ષે ફાફડા અને જલેબીનું વેચાણ કરવાનો નિર્ણય કરીને દશેરાની ભેટ તેમના ગ્રાહકોને આપી છે.

આ પણ વાંચો: Dussehra 2021: ખાદ્યતેલના ભાવ વધારાની અસર જલેબી-ફાફડા પર જોવા મળી, જાણો કેટલો ઝીંકાયો વધારો

આ પણ વાંચો: દશેરાના દિવસે વાહન ખરીદી માટે ગ્રાહકોની સંખ્યામાં વૃદ્ધિ પણ પ્રોડક્શન ન થતા કાર માટે 1 થી 1.5 મહિનાનું વેઇટિંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.