ETV Bharat / city

Somnath Railway Station: સોમનાથ રેલવે સ્ટેશનનો નવો લુક જોયો કે નહીં...

author img

By

Published : Jul 19, 2022, 9:52 AM IST

Somnath Railway Station: સોમનાથ રેલવે સ્ટેશનનો નવો લુક જોયો કે નહીં...
Somnath Railway Station: સોમનાથ રેલવે સ્ટેશનનો નવો લુક જોયો કે નહીં...

સોમનાથમાં નવા રેલ્વે સ્ટેશનના (Somnath Railway Station) નિર્માણને લઈને કેન્દ્રીય સરકાર જાહેરાત કરી ચૂકી છે. ત્યારે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ સોમનાથ રેલવે સ્ટેશનના (Somnath New Railway Station) નવા લુકની કેટલીક તસવીરો શેર કરી છે.

જૂનાગઢ : આગામી વર્ષોમાં સોમનાથનું રેલ્વે સ્ટેશન વિશ્વસ્તરીય સુવિધા સાથે આધુનિક (Railway facility in Somnath) બનાવવા માટે કેન્દ્રનો રેલવે વિભાગ અને કેન્દ્રીય સરકાર જાહેરાત કરી ચૂકી છે. તેમની વચ્ચે આજે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ સોમનાથ રેલવે સ્ટેશનના નવા લુકના ફોટો પોતાના ટ્વિટર હેન્ડલ પર પ્રસ્તુત કર્યા છે. આ ટ્વીટર હેન્ડલમાં જોવા મળતા ફોટોમાં સોમનાથ રેલવે સ્ટેશન ખૂબ આધુનિક બનશે તેવું લાગી રહ્યું છે.

રેલવે સ્ટેશનના નવા લુકની મનસુખ માંડવીયાએ તસવીરો કરી શેર
રેલવે સ્ટેશનના નવા લુકની મનસુખ માંડવીયાએ તસવીરો કરી શેર

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 16,000 કરોડના રેલવેના પ્રોજેક્ટ્સ ખુલ્લા મુક્યા

નવું રેલવે સ્ટેશન આકાર લેશે - આગામી વર્ષોમાં સોમનાથ રેલવે સ્ટેશન (Modern railway station in Gujarat) ખૂબ આધુનિક બનવા જઈ રહ્યું છે. તેને લઈને કેન્દ્રની સરકાર અને રેલવે વિભાગ નવી યોજના બનાવી ચૂક્યુ છે, ત્યારે સોમનાથના નવા રેલવે સ્ટેશનને લઈને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ તેના ટ્વિટર હેન્ડલ પર સોમનાથમાં બનવા જઈ રહેલા આધુનિક અને નવા રેલવે સ્ટેશનની પરિકલ્પના રૂપ ત્રણ ફોટા તેમના ટ્વિટર હેન્ડલ પર અપલોડ કર્યા છે, ત્યારબાદ સૌ સોમનાથ વાસીઓને તેમણે જય સોમનાથ કરીને આગામી વર્ષમાં નવું રેલવે સ્ટેશન આકાર લેશે તેવો ભરોસો આપવાનો પ્રયાસ કર્યો હતો.

  • भविष्य के सोमनाथ रेलवे स्टेशन का भव्य प्रारूप!

    जय सोमनाथ! pic.twitter.com/PfW68KT7pa

    — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો : Agnipath Scheme:વોટ્સએપ પર બનાવ્યો પ્લાન, સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર ટોળાએ ટ્રેનમાં આગ લગાવી

રેલવે સ્ટેશનના નિર્માણ - મનસુખ માંડવીયાએ તેમના ટ્વિટર હેન્ડલ પર જે પ્રકારે સોમનાથમાં (First Jyotirlinga Somnath) બનવા જઈ રહેલા નવા રેલવે સ્ટેશનના ફોટા અપલોડ કર્યા છે. તેમાં સોમનાથનું રેલ્વે સ્ટેશન ખૂબ જ જાજરમાન અને આધુનિક બનશે તેવું લાગી રહ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ હોવાને કારણે પણ અહીં દેશ અને દુનિયાના શિવભક્તો આવતા હોય છે, ત્યારે રેલવે દ્વારા પણ પ્રવાસીઓને આધુનિક અને વિશ્વસ્તરીય સુવિધાઓ અને ખાસ કરીને રેલવે સ્ટેશનમાં મળતી સુવિધાઓમાં વધારો થાય તેને ધ્યાને રાખીને નવા રેલવે સ્ટેશનના નિર્માણને લઈને કેન્દ્ર સરકાર અને રેલવે વિભાગ આગળ વધી રહ્યું છે. તેના ફોટો કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીએ તેમના ટ્વિટર હેન્ડલ પર અપલોડ કર્યા છે.

રેલવે સ્ટેશનના નવા લુકની મનસુખ માંડવીયાએ તસવીરો કરી શેર
રેલવે સ્ટેશનના નવા લુકની મનસુખ માંડવીયાએ તસવીરો કરી શેર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.