ETV Bharat / city

શક્તિ વંદનાઃ મહિલાઓને સશક્ત અને શિક્ષિત બનાવવા પાછળ જીવન ખપાવી દેનારા 85 વર્ષીય ભાનુબેન પટેલ

author img

By

Published : Oct 14, 2021, 4:33 PM IST

નવરાત્રિના પર્વ નિમિત્તે ETV Bharatની ટીમ શક્તિ વંદના કાર્યક્રમ (Shakti Vandana Program) યોજી રહી છે, જે અંતર્ગત સમાજમાં વિશેષ ફાળો આપનારા લોકો સાથે શક્તિ વંદના કાર્યક્રમમાં (Shakti Vandana Program) વાતચીત કરવામાં આવે છે. ત્યારે આ વખતે ETV Bharatની ટીમે જૂનાગઢમાં રહેતા 85 વર્ષીય ભાનુબેન પટેલ (Bhanuben Patel) સાથે વાતચીત કરી હતી. કહેવાય છે કે, જીવનમાં એક સાચો માર્ગદર્શક મળી જાય તો આખું જીવન સરળતાથી પસાર થઈ જાય છે. આ જ રીતે જૂનાગઢના ભાનુબેન એક એવા મહિલા કે, જેઓ હંમેશા મહિલા સશક્તિકરણ (Women Empowerment) અને મહિલા સાક્ષરતાને (Women's literacy) પ્રાધાન્ય આપી રહ્યા છે. આ સાથે જ તેઓ નવરાત્રિ દરમિયાન મહિલાઓને વિશેષ શીખામણ પણ આપી રહ્યા છે. તો આવો જાણીએ તેમણે કઈ રીતે મહિલાઓને આગળ વધારવા માટે કામ કર્યું.

મહિલાઓને સશક્ત અને શિક્ષિત બનાવવા પાછળ જીવન ખપાવી દેનારા 85 વર્ષીય ભાનુબેન પટેલ...
મહિલાઓને સશક્ત અને શિક્ષિત બનાવવા પાછળ જીવન ખપાવી દેનારા 85 વર્ષીય ભાનુબેન પટેલ...

  • જૂનાગઢના 85 વર્ષીય ભાનુબેન પટેલ (Bhanuben Patel) મહિલાઓ માટે બન્યા આદર્શ દ્રષ્ટાંત
  • ભાનુબેન પટેલ (Bhanuben Patel) વર્ષ 1976થી મહિલાઓને શિક્ષિત બનાવવા માટે કરી રહ્યા છે કામ
  • દરેક માતાપિતા પોતાની બાળકીને શિક્ષિત કરે તેવી આપી રહ્યા છે શીખામણ

જૂનાગઢઃ નવરાત્રિનો આજે છેલ્લો (નવમો) દિવસ છે. નવરાત્રિ દરમિયાન શક્તિની આરાધના અને ઉપાસના કરવાનું વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિના નવ દિવસ શક્તિને અર્પણ કરવામાં આવ્યા છે ત્યારે જૂનાગઢમાં રહેતા 82 વર્ષીય ભાનુબેન પટેલ પણ મહિલા સશક્તિકરણનું આગવું અને અનોખુ દ્રષ્ટાંત પૂરું પાડી રહ્યાં છે. વર્ષ 1876થી જૂનાગઢને કર્મભૂમિ બનાવનારા ભાનુબેન પટેલ મહિલા સશક્તિકરણ (Women Empowerment) અને મહિલા સાક્ષરતાને (Women's literacy) અગ્રીમતા આપી રહ્યા છે. ભાનુબેન પટેલ (Bhanuben Patel) નવરાત્રિમાં મહિલાઓ પોતાની જાતને સબળ બનાવી દરેક મુશ્કેલીનો સામનો કરી શકે તે રીતે સમાજમાં આગળ આવીને પોતાને સર્વોત્તમ સાબિત કરે તેવી શીખામણ આપી રહ્યાં છે. તો આવો જાણીએ ભાનુબેન પટેલના અનુભવ અંગે.

પ્રશ્નઃ આધુનિક સમયમાં મહિલા સશક્તિકરણને કઈ રીતે જુઓ છો?

જવાબઃ વર્તમાન સમયમાં દરેક માતાપિતા બાળપણથી જ પોતાની દિકરીને શિક્ષણ અને ખાસ કરીને એવું શિક્ષણ આપે કે, જે બે કૂળ અને પરિવારને તારી શકે. આવું શિક્ષણ દિકરીઓને મળે તેની હું હિમાયત કરું છું. આધુનિક સમયમાં કોઈ પણ દિકરી શિક્ષણ વગર રહી ન જાય તે જોવાની ફરજ પ્રત્યેક માતાપિતાની છે. જો દિકરી નિરક્ષર કે અશિક્ષિત રહી જાય તો તેને તેના જીવનમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જીવનની તમામ મુશ્કેલી અને સમસ્યામાંથી એક માત્ર શિક્ષણ જ બહાર લાવી શકે છે અથવા તો તેનો માર્ગ બતાવી શકે છે. એટલે દરેક માતાપિતાએ પોતાની દિકરીના શિક્ષણ પ્રત્યે ખૂબ જ ગંભીર બનીને તેને શિક્ષણ આપવું જોઈએ.

મહિલાઓને સશક્ત અને શિક્ષિત બનાવવા પાછળ જીવન ખપાવી દેનારા 85 વર્ષીય ભાનુબેન પટેલ

પ્રશ્નઃ આધુનિક સમયમાં મહિલાઓની પ્રગતિને તમે કઈ રીતે જુઓ છો?

જવાબઃ 85 વર્ષની ઉંમરે હું આજે પણ ઘરનું દરેક કામ કરું છું. આજે પણ હું દૈનિક કામો કે, જે બજારથી લઈને ઘરના હોય છે. તે પગપાળા થકી જ કરું છું. વર્તમાન સમયમાં આધુનિક મહિલાઓ આ પ્રકારનો શ્રમ કરવાને ટાળતી હોય છે, પરંતુ ઘરકામમાં મળેલો શારીરિક શ્રમ પ્રત્યેક મહિલાને આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ મદદગાર બનતો હોય છે. આધુનિક સમયની મહિલાઓ શારીરિક શ્રમને જાણે કે ઈરાદાપૂર્વક ટાળી રહી છે. આવું કરીને મહિલાઓ પોતાની તંદુરસ્તીને ગુમાવી રહી શકે ત્યારે આધુનિક મહિલાઓ ઘરકામ થકી મળતા શારીરિક શ્રમને અપનાવે તો આધુનિક મહિલાઓ પણ તમામ પ્રકારની વિડંબણા અને મુશ્કેલીમાંથી બહાર આવી શકે છે.

પ્રશ્નઃ મહિલા સશક્તિકરણ ને લઈને તમે શું માનો છો?

જવાબઃ આધુનિક સમયમાં મહિલાઓ પગભર બની છે, પરંતુ તેની સાથે અનેક સમસ્યાઓ પણ જોવા મળે છે. આધુનિક સમયમાં શિક્ષણની સાથે અને અને વિશેષ કરીને સમાજ વ્યવસ્થાને નુકસાનકારક કેટલાક પરિબળો મહિલાઓ સાથે જોડાતા જોવા મળે છે. જો પ્રત્યેક મહિલા આવા નકારાત્મક પરિબળોથી પોતાની જાતને દૂર રાખે તો મહિલા સશક્તિકરણને લઈને વધુ ખાસ કામ કરવા જેવું આજે પણ નથી, પરંતુ સમય અને સંજોગો બદલાયા છે. આવી પરિસ્થિતિમાં મહિલા હોવાને કારણે પણ તેઓ અનેક સમસ્યા અને વિપરિત પરિસ્થિતિમાં સપડાયેલી જોવા મળી રહી છે.

આ પણ વાંચો- નવમું નોરતું: નવરાત્રીના છેલ્લા દિવસે માતા સિદ્ધિદાત્રીનો મહીમા જાણીએ...

આ પણ વાંચો- આજની પ્રેરણા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.