ETV Bharat / city

કોમી એકતાનું આદર્શ ઉદાહરણ, જૂનાગઢના શબ્બીરભાઈએ ઘરમાં માતાજીનું સ્થાપન કરીને પૂજા કરી

author img

By

Published : Oct 11, 2021, 4:52 PM IST

જૂનાગઢમાં રહેતા શબ્બીર ચોરવાડા નામના યુવાન નવરાત્રી દરમિયાન પોતાના ઘરમાં જગત જનની મા જગદંબાનુ સ્થાપન કરીને તેની પૂજા કરી રહ્યા છે. ખોડીયાર માતામાં શ્રદ્ધા ધરાવતા શબ્બીરભાઈ પાછલા કેટલાક વર્ષોથી એમના ઘરે મા ખોડીયારનું પૂજન કરે છે. સાથે સાથે નવરાત્રીનાં નવ દિવસો દરમિયાન માતાજીનું સ્થાપન અને પૂજાવિધિ કરીને કોમી એકતાના સંદેશા સાથે ઉજવણી કરી રહ્યા છે.

Latest news of Junagadh
Latest news of Junagadh

  • જૂનાગઢમાં હિંદુ- મુસ્લિમ કોમી એકતાના એખલાસ વચ્ચે થઈ રહી છે નવરાત્રીની ઉજવણી
  • શબ્બીર ચોરવાડા પોતાના ઘરે માતાજીનું સ્થાપન કરીને કરી રહ્યા છે નવલા નોરતાની ધાર્મિક પૂજા
  • કોમી વૈમનસ્યના વાતાવરણની વચ્ચે પણ હિન્દુ- મુસ્લિમ ધાર્મિક એકતા માનવતાને બનાવી રહી છે મજબુત

જૂનાગઢ: શહેરમાં રહેતા શબ્બીર ચોરવાડા નવરાત્રિના નવ દિવસ દરમિયાન તેમના ઘરે જગત જનની મા જગદંબાનું સ્થાપન કરીને નવલા નોરતાની ધાર્મિક ઉજવણી કોમી એખલાસના વાતાવરણની વચ્ચે કરી રહ્યા છે. પાછલા ઘણા વર્ષોથી શબ્બીર ચોરવાડા સતત તેમના ઘરે જગત જનની મા જગદંબાનું પૂજન પણ કરી રહ્યા છે. ખોડીયાર માતામાં અતૂટ શ્રદ્ધા ધરાવનાર અને માતાજીના પરચાનો અનુભવ કરનારા શબ્બીરભાઈ ઘણા વર્ષોથી તેમના ઘરે માતાજીનું પૂજન કરતા આવ્યા છે. સામાન્ય પરિવારમાંથી આવેલા અને નાનપણથી જ ભજન- ગાયનનો શોખ ધરાવનાર શબ્બીરભાઈ નવરાત્રિમાં હિન્દુ- મુસ્લિમ એકતા જળવાઈ રહે અને તેને વધુ મજબૂત બનાવી શકાય તે માટે જગત જનની મા જગદંબાનું પૂજન કરી રહ્યા છે.

જૂનાગઢના શબ્બીરભાઈએ ઘરમાં માતાજીનું સ્થાપન કરીને પૂજા કરી

આ પણ વાંચો: અરવલ્લીના બાયડમાં કોમી એકતાની સુવાસ મહેકી

કોમી વૈમનસ્ય અને કલુષિત વાતાવરણ તજ કોમવાદના ફેલાતા ઝેરની વચ્ચે શબ્બીરભાઈ આદર્શ દ્રષ્ટાંત

સમગ્ર વિશ્વમાં ફરી વૈમનસ્ય ફેલાઈ રહ્યું છે, જેની સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં હિન્દુ- મુસ્લિમ એકતા અને બે ધર્મ વચ્ચેના પારંપરિક સંબંધો જે આદિ અનાદિકાળથી ચાલતા આવ્યા છે તેમાં ઓટ જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં શબ્બીરભાઈ પોતાના ઘરે નવરાત્રીના નવ દિવસ સુધી જગત જનની મા જગદંબાનું સ્થાપન કરીને નવ દિવસમાં ખોડીયારની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધા સાથે પૂજા કરી રહ્યા છે. એક તરફ બે ધર્મની વચ્ચે અંતર વધે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. તો બીજી તરફ જૂનાગઢનો યુવાન બે ધર્મ વચ્ચે વધેલું અંતર કઈ રીતે ઘટી શકે તેના માટે સતત પ્રયત્નશીલ છે અને પાછલા ઘણા વર્ષોથી તે મા ખોડીયારમાં આસ્થા ધરાવે છે અને તેનું નિયમિત પૂજન પણ કરીને સમગ્ર વિશ્વમાં ધાર્મિક અને કોમી એકતાનું અખંડ અને આદર્શ દૃષ્ટાંત પૂરું પાડી રહ્યા છે.

જૂનાગઢના શબ્બીરભાઈએ ઘરમાં માતાજીનું સ્થાપન કરીને પૂજા કરી
જૂનાગઢના શબ્બીરભાઈએ ઘરમાં માતાજીનું સ્થાપન કરીને પૂજા કરી

આ પણ વાંચો: કોરોનામાં જોવા મળી કોમી એકતાની મિસાલ, જયકર પટેલને દરગાહે આપ્યો આશરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.