ETV Bharat / city

Raksha Bandhan 2022 : જૂનાગઢના રાખડી બજારમાં દશકા પહેલાંની સ્પંજ રાખડીનું ફરી થયું આગમન

author img

By

Published : Aug 5, 2022, 9:28 PM IST

રક્ષાબંધનનો (Raksha Bandhan 2022 ) તહેવાર સાવ નજીકમાં છે ત્યારે રાખડી બજારમાં બહેનોની લટાર વધી ગયેલી જણાઇ રહી છે. જૂનાગઢમાં વિવિધ આકાર અને મટિરિયલમાંથી બનતી રંગબેરંગી રાખડીઓની બજારમાં (Rakhi Bazar in junagadh) આ વર્ષે દશકા પહેલાંની સ્પંજમાંથી બનતી રાખડીઓએ (sponge rakhi ) ફરી હાજરી પુરાવી છે.

Raksha Bandhan 2022 : જૂનાગઢના રાખડી બજારમાં દશકા પહેલાંની સ્પંજ રાખડીનું ફરી થયું આગમન
Raksha Bandhan 2022 : જૂનાગઢના રાખડી બજારમાં દશકા પહેલાંની સ્પંજ રાખડીનું ફરી થયું આગમન

આજથી એક દશકા પૂર્વે રક્ષાબંધનના (Raksha Bandhan 2022 ) તહેવારમાં ખૂબ જ દબદબા અને માન સાથે સ્પંજમાંથી બનાવાયેલી રંગબેરંગી રાખડીનો દબદબો જોવા મળતો હતો. આધુનિક સમય અને ફેશનના આ દોરમાં સ્પંજની રાખડી પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકી હતી. ત્યારે આ વર્ષના રક્ષાબંધનમાં એક દશકા બાદ સ્પંજમાંથી બનાવવામાં આવેલી રાખડી (sponge rakhi ) ફરી એક વખત જૂનાગઢના રાખડી બજારમાં (Rakhi Bazar in junagadh)જગ્યા ઉભી કરવા માટે સફળ બની છે.

જૂનાગઢમાં વિવિધ આકાર અને મટિરિયલમાંથી બનતી રંગબેરંગી રાખડીઓની બજારમાં આવી દશકા પહેલાંની રાખડી

રાખડીઓનું વૈવિધ્યઃ રક્ષાબંધનનો (Raksha Bandhan 2022 ) તહેવાર ખૂબ જ નજીકના દિવસોમાં છે ત્યારે બજારમાં વિવિધ આકાર કદ અને મટીરીયલમાંથી બનાવવામાં આવેલી રાખડીનું (sponge rakhi )ધીમે ધીમે આગમન થયું છે. જૂનાગઢના રાખડી બજારમાં (Rakhi Bazar in junagadh)વર્તમાન સમયમાં પોતાની ઓળખ ગુમાવી ચૂકેલી સ્પંજમાંથી બનતી રંગબેરંગી અને દેખાવે ખૂબ જ આકર્ષક રાખડીનું ફરી એક વખત આગમન થયું છે.

આ પ્રકારની રાખડીની પસંદગી ગામડાના લોકો ખૂબ જ હોંશભેર કરતા હોય છે
આ પ્રકારની રાખડીની પસંદગી ગામડાના લોકો ખૂબ જ હોંશભેર કરતા હોય છે

રક્ષાબંધનના તહેવારમાં ખાસ કરીને આ પ્રકારની રાખડીની પસંદગી ગામડાના લોકો ખૂબ જ હોંશભેર કરતા હોય છે. સ્પંજમાંથી બનતી અને આકર્ષક તેમજ કલરફુલ રાખડીની માંગ પણ એટલી જોવા મળતી હતી ત્યારે ફરી એક વખત રક્ષાબંધનના તહેવારમાં સ્પંજની રાખડી દેખા દઇ રહી છે.

આ પણ વાંચોઃ Raksha bandhan 2022 : રાખડી બજારમાં માગ અને પુરવઠાનું ગણિત બગડ્યું

આવી રાખડીઓ દિલ્હીના સ્થાનિક નિર્માતાઓ દ્વારા બનાવાય છેઃ સ્પંજમાંથી બનતી કલરફુલ અને એકદમ આકર્ષક રાખડી દિલ્હીના સ્થાનિક રાખડીના નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવે છે. બજારમાં આવેલી સ્પંજની રાખડીની (sponge rakhi ) બજાર કિંમત વર્તમાન સમયમાં 30 રૂપિયાથી લઈને 50 રૂપિયા પ્રતિ એક નંગ રાખડીના રાખવામાં આવ્યા છે. સ્પંજમાંથી તૈયાર થતી ખૂબ જ આકર્ષક અને કલરફુલ રાખડી ગામડાના લોકો તેમજ હિંડોળા દર્શન (ફગલ્દ)માટે ખૂબ જ ઉપયોગમાં આવતી હોય છે.

આ પણ વાંચોઃ Raksha Bandhan 2022: કિંમત લાખોમાં છતાં રિઅલ ડાયમંડની રાખડી લોકો માટે બની આકર્ષણનું કેન્દ્ર

મોંઘીદાટ રાખડીઓની વચ્ચે ફરી જમાવ્યું સ્થાનઃ આધુનિક સમય અને ફેશનના યુગમાં હીરામોતી, સોનાચાંદી, ઝવેરાત રેશમ અને અન્ય કીમતી ચીજોમાંથી બનતી રાખડીની વચ્ચે સ્પંજમાંથી બનેલી રાખડી (sponge rakhi )એક દસકા બાદ આ રક્ષાબંધનના (Raksha Bandhan 2022 ) રાખડી બજારમાં ફરી એક વખત પોતાનો દબદબો સાબિત કરવા માટે હાજરી (Rakhi Bazar in junagadh) પુરાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.