ETV Bharat / city

ભગવાન શિવે સ્થાપિત કરેલા એવા ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરનું શું છે મહત્વ, આવો જાણીએ

author img

By

Published : Jul 30, 2022, 8:41 AM IST

Updated : Jul 31, 2022, 6:05 AM IST

જૂનાગઢમાં 10,000 વર્ષ જૂનું ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર (Indreshwar Mahadev Temple of Junagadh) શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં દર વર્ષે શ્રાવણ મહિનામાં ભક્તોની ભારે ભીડ (Crowd of devotees at Indreshwar Mahadev) જોવા મળતી હોય છે. ત્યારે શું છે આ મંદિરની વિશેષતા આવો જાણીએ.

ભગવાન શિવે સ્થાપિત કરેલા એવા ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરનું શું છે મહત્વ, આવો જાણીએ
ભગવાન શિવે સ્થાપિત કરેલા એવા ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરનું શું છે મહત્વ, આવો જાણીએ

જૂનાગઢઃ ગિરનાર પર્વતની કંદરાઓમાં અંદાજિત 10,000 વર્ષ જૂનું ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર (Indreshwar Mahadev Temple of Junagadh) આવેલું છે. ત્યારે શ્રાવણ મહિનામાં શિવભક્તો માટે આ મંદિર અનન્ય આસ્થાનું કેન્દ્ર બની રહે છે. લોકવાયકા મુજબ 10,000 વર્ષ પહેલા રાજા ઈન્દ્રએ (King Indra founded Indreshwar Mahadev) આ મંદિરની સ્થાપના કરી હતી. ઉગમણા મુખ ધરાવતું આ શિવ મંદિર ભાગ્યે જ જોવા મળે (Crowd of devotees at Indreshwar Mahadev) છે.

ભગવાન શિવે સ્થાપિત કરેલા એવા ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરનું શું છે મહત્વ, આવો જાણીએ

શિવજી દર્શન આપતા હોવાની લોકવાયકા - અહીં 10,000 વર્ષ પૂર્વે સ્વયંભૂ સ્થપાયેલા ઈન્દ્રેશ્વર મહાદેવ દર્શન (Indreshwar Mahadev Temple of Junagadh) આપી રહ્યા છે. પ્રાચીન ધાર્મિક વાયકા અનુસાર, આ શિવલિંગનું સ્થાપન સ્વયં ભગવાન શિવે પ્રગટ થઈને કર્યુ હોવાની છે. માન્યતા મુજબ રાજા ઈન્દ્ર શ્રાપિત બનતા અહીં તેમણે ગાઢ જંગલની વચ્ચે દેવાધિદેવ મહાદેવની કઠોર અને આકરી તપશ્ચર્યા કરી હતી. તેના ફળરૂપે ઈન્દ્રરાજા શ્રાપમાંથી મુક્ત થાય છે અને દેવાધિદેવ મહાદેવ અહીં તેમને લિંગના રૂપમાં દર્શન આપતા ત્યારથી અહીં ગિરનારની વચ્ચે દેવાધિદેવ મહાદેવ ઇન્દ્રેશ્વર મહાદેવના રૂપમાં દર્શન આપી રહ્યા છે

ગૌતમ ઋષિ દ્વારા રાજા ઈન્દ્ર થયા હતા શ્રાપિત - રાજા ઈન્દ્રએ અહલ્યાને છળકપટ દ્વારા અપભ્રંશ કર્યા હતા, જેનાથી કોપાયમાન બનીને તેમના પતિ ગૌતમ ઋષિ દ્વારા રાજા ઇન્દ્ર શ્રાપિત થયા હતા અને ત્યારે ઈન્દ્ર રાજાએ શ્રાપમાંથી મુક્ત થવા ગિરનારના ગાઢ જંગલમાં દેવાધિદેવ મહાદેવની કઠોર અને આકરી તપશ્ચર્યા કરી હોવાની ધાર્મિક (King Indra founded Indreshwar Mahadev) માન્યતા છે.

શિવજી દર્શન આપતા હોવાની લોકવાયકા
શિવજી દર્શન આપતા હોવાની લોકવાયકા

આ પણ વાંચો- શું છે શ્રાવણ મહિનાનો મહિમા, કેમ કરવામાં આવે છે શિવનો જળાભિષેક ?

શિવજી થયા હતા પ્રસન્ન - શિવના પ્રસન્ન થયા બાદ ઈન્દ્ર રાજાએ જે જગ્યા પર સ્નાન કર્યું છે. તે ઈન્દ્ર ગંગા કુંડ (Indra Ganga Kund of Junagadh) પણ આજે હયાત જોવા મળે છે. અહીં સ્નાન કરવાનું પણ ખૂબ ધાર્મિક મહત્વ જોવા મળે છેય ધાર્મિક માન્યતા અનુસાર, આ કુંડમાં સ્નાન કરવાથી પ્રત્યેક માનવ નાના મોટા શ્રાપમાંથી મુક્ત થતા હોય છે. તેને લઈને પણ ઈન્દ્રેશ્વર મહાદેવ શ્રાવણ મહિનામાં શિવભક્તોને અનન્ય આસ્થાનું કેન્દ્ર (Indreshwar Mahadev Temple of Junagadh) બની રહે છે.

આ પણ વાંચો- 51 કિલો પુષ્પથી સોમનાથ મહાદેવના શણગાર સાથે શ્રાવણ મહિનાની શુભ શરૂઆતે

નરસિંહ મહેતા પણ ઈન્દ્રેશ્વર મહાદેવના હતા પરમ ભક્ત - બીજી ધાર્મિક માન્યતા અનુસાર, ભક્ત કવિ નરસિંહ મહેતા ઈન્દ્રેશ્વર મહાદેવના પરમ ભક્ત (Narasimha Mehta Indreshwar Mahadeva greatest devotee) હોવાનું પણ માનવામાં આવે છે. નરસિંહ મહેતા ગાયોને ચરાવવા અહીં નિત્યક્રમે આવતા હતા, પરંતુ ગાય અહીંના શિવલિંગ પર દૂધનો અભિષેક કરતી હતી. તેને લઈને નરસિંહ મહેતા તેમની ભાભી દ્વારા વારંવાર અપમાનિત થયા હતા ત્યારે એક દિવસ અહીં આવેલા શિવલિંગને સતત સાત દિવસ અને રાત્રિ દરમિયાન નરસિંહ મહેતાએ શિવલિગને ભેટીને આરાધના કરી અને ત્યારબાદ ઈન્દ્રેશ્વર મહાદેવ પ્રગટ થયા અને સ્વયં નરસિંહ મહેતાને કૈલાશધામની યાત્રા કરાવી હોવાની ધાર્મિક માન્યતા પણ ઈન્દ્રેશ્વર મહાદેવ સાથે જોડાયેલી છે.

Last Updated : Jul 31, 2022, 6:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.