ETV Bharat / city

ઘેડમાં વરસાદે કુદરતી આફતે સર્જી, અનેક ગામ બેટમાં ફેટવાયા

author img

By

Published : Aug 25, 2020, 12:26 PM IST

Mangrol
ઘેડ પંથકમાં વરસાદે કુદરતી આફતે સર્જી

જૂનાગઢના કેશોદ, માંગરોળ, માણાવદર, વંથલી તાલુકા સહિતના ઘેડપંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. આ ગામોના ઘરોમાં વરસાદી પાણી ધૂસ્યા છે. તેમજ અનેક ગામોનો વાહનવ્યવહાર ખોરવાતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

જૂનાગઢ: ઘેડ પંથકમાં વરસાદે અણધારી કુદરતી આફતે સર્જી છે. ભાદરવે ભારે હાલકી સાથે ઘેડ-વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ઘેડ પંથકમાં દરિયા જેવો માહોલનો ઉભો થયો છે. સૌરાષ્ટ્રભરમાં અનરાધાર વરસાદ થતાં જૂનાગઢ જિલ્લામાં પણ અતિભારે વરસાદથી વંથલી ઓઝત, વિયર, સાબલી ડેમ ઓવરફલો થયાં છે. જેથી પાણી છોડવામાં આવતાં ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે.

અનેક ગામોમાં અને નિચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હતાં. જેથી ઘરવખરી પલળી જતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. નિચાણવાળા વિસ્તારોમાં રસ્તામાં ત્રણ ફુટથી વધુ પાણી જોવા મળ્યાં હતા. ચોમાસાની શરૂઆતથી મેઘરાજાએ અવાર-નવાર અનરાધાર વરસાદ વરસતો રહ્યો છે. જે મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળતો એ જ માહોલ આજે મુસીબત બની ગયો છે. ઘેડ પંથકમાં છેલ્લા એક મહિનાથી ખેતરોમાં સતત વરસાદી પાણી ભરાયેલાં રહેતાં ખેતરો રસ્તાઓમાં ધોવાણ સાથે ખેત-પેદાશો નાશ થઇ રહી છે.

ઘેડમાં વરસાદે કુદરતી આફતે સર્જી, અનેક ગામ બેટમાં ફેટવાયા

મેઘરાજાની અનરાધાર મેઘસવારીથી જમીનમાંથી પાણી સંગ્રહની ક્ષમતા જાણે પૂર્ણ થઈ હોય તેમ લાંબો સમયથી વહેતા પાણી બંધ થયા નથી. તમામ નદી-નાળાં, ચેકડેમો તળાવો છલકાઈ રહ્યાં છે. ઘેડ પંથકમાં હજુ વધુ પાણી આવતા ખેતપેદાશો નાશ પામે તેવી શક્યતા સેવાઇ રહી છે.

કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ મોસમનો કુલ 50 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની વધું આવક થતાં ઘેડ પંથકમાં ચારે તરફ પાણી જ પાણી સાથે દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઘેડ પંથકમાં ખેતરોનું ધોવાણ તથા ખેતપેદાશોના નુકસાનીનું સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.