ETV Bharat / city

જૂનાગઢમાં કરવામાં આવી સુશાસન દિવસની ઉજવણી, ખેડૂતોને કરાયું રાહત સહાય કીટનું વિતરણ

author img

By

Published : Dec 25, 2020, 9:24 PM IST

સુશાસન દિવસની ઉજવણી
સુશાસન દિવસની ઉજવણી

જૂનાગઢમાં આજે દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનાં જન્મ દિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં આજે ઉજવણીના પ્રંસગે ખેડૂતોને જીવામૃત ખેતીમાં પ્રાધ્યાન મળે તેને લઈને રાહત સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં જૂનાગઢ જિલ્લામાં 8 પશુ મોબાઈલ હોસ્પિટલની શરૂઆત કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

  • જૂનાગઢમાં કરવામાં આવી સુશાસન દિવસની ઉજવણી
  • ખેડૂતોને કરાયું રાહત સહાય કીટનું વિતરણ
  • 8 પશુ મોબાઈલ હોસ્પિટલની શરૂઆત કરવાની કરાઈ જાહેરાત

જૂનાગઢ: જૂનાગઢમાં આજે દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનાં જન્મ દિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં આજે ઉજવણીના પ્રંસગે ખેડૂતોને જીવામૃત ખેતીમાં પ્રાધ્યાન મળે તેને લઈને રાહત સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં જૂનાગઢ જિલ્લામાં 8 પશુ મોબાઈલ હોસ્પિટલની શરૂઆત કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

પૂર્વ પીએમ અટલબિહારી વાજપેયીના જન્મદિનને ઉજવાય છે સુશાસન દિવસ તરીકે

રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન અને ભાજપના અગ્રણી ગોરધનભાઈ ઝડફિયાની વિશેષ ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ખેતીવાડી યુનિવર્સીટીમાં આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં જિલ્લાના ખેડૂતો જીવામૃત ખેતીમાં વધુ યોગદાન આપે અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે ઉદ્દેશ્યથી ઉપસ્થિત ખેડૂતોને સાધન સહાય વિતરણ કરવામાં આવી હતી. ગોરધનભાઈએ ખેડૂતોને પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી તરફ આગળ વધવાને લઈને માર્ગદર્શન આપ્યું હતું.

8 પશુ મોબાઈલ હોસ્પિટલની શરૂઆત કરવાની કરાઈ જાહેરાત

આ તકે જૂનાગઢ જિલ્લામાં આગામી દિવસોમાં 8 જેટલી પશુ મોબાઈલ હોસ્પિટલ શરુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. 10 ગામોની વચ્ચે 1 પશુ મોબાઈલ હોસ્પિટલ શરુ થવાથી ખેડૂતોને તેમના પશુઓની બીમારીના સમયમાં નજીકના વિસ્તારમાં સારવાર મળી રહે તેને લઈને આ મોબાઈલ પશુ હોસ્પિટલ આગામી દિવસોમાં લાભકારક સાબિત થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.