ETV Bharat / city

જૂનાગઢમાં પડેલા અતિભારે વરસાદને કારણે ફરી એક વખત ઘેડ પર ઘેરાયુ જળમગ્નનું સંકટ

author img

By

Published : Sep 30, 2021, 5:05 PM IST

Latest news of Junagadh
Latest news of Junagadh

જૂનાગઢમાં પડેલા અતિભારે વરસાદને કારણે માંગરોળ અને માળિયા પંથકમાં ઘેડ વિસ્તાર ફરી એક વખત જળમગ્ન બની રહ્યું છે. તો બીજી તરફ માંગરોળ તાલુકાના મીતી ગામમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે. તો ગડોદરમાં આવેલા સ્થાનિક તળાવમાં પાણીનો પ્રવાહ વધી જતા તળાવનો પાળો તૂટી પડયો હતો. જેને ગામ લોકોએ ભારે જહેમત બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

  • જૂનાગઢ જિલ્લામાં વરસાદ બની રહ્યો છે ચિંતાનું કારણ
  • માંગરોળના મિતિ ગામમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત
  • 15 દિવસમાં બીજી વખત ઘેડ બન્યું જળબંબાકાર, ખેડૂતોની હાલત પણ કફોડી

જૂનાગઢ: જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના માળિયા માંગરોળ અને માણાવદર તેમજ પોરબંદર પંથકના ઘેડ વિસ્તારના ગામોના લોકો અતિભારે વરસાદને કારણે ભયજનક પાણીના પ્રવાહની વચ્ચે જીવી રહ્યા છે. ગુરુવારથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે તમામ નદી નાળા અને જળાશયો છલકાઈ રહ્યા છે. અતિભારે વરસાદ પડવાને કારણે વરસાદી પાણી ઓજત નદીમાં ફરી વળતાં તેમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. આ પાણી ગીર વિસ્તારના ગામોને ફરી એક વખત જળમગ્ન બનાવી રહ્યું છે. પોરબંદર વિસ્તારના ઘેડના ગામો જળબંબાકાર બની રહ્યા છે.

જૂનાગઢમાં પડેલા અતિભારે વરસાદને કારણે ફરી એક વખત ઘેડ પર ઘેરાયુ જળમગ્નનું સંકટ

આ પણ વાંચો: ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે અરવલ્લીના જળાશયો પુર્ણ સપાટીએ પહોચવાના આરે

અતિ ભારે વરસાદને કારણે ગામલોકો અને જગતનો તાત ફરી એક વખત સપડાયા ભારે મુશ્કેલીમાં

અતિભારે વરસાદ પડવાને કારણે જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માણાવદર પંથકના ઘેડ વિસ્તારના ગામો ખૂબ જ સંકટમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ ઓજત નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે કેશોદ માંગરોળ માણાવદર અને વંથલી તાલુકાના કેટલાક ગામોના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેતરો જાણે કે બેટ સમાન જોવા મળતા હતા. જેને કારણે ખેડૂતોની ચિંતામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે.

જૂનાગઢમાં પડેલા અતિભારે વરસાદને કારણે ફરી એક વખત ઘેડ પર ઘેરાયુ જળમગ્નનું સંકટ
જૂનાગઢમાં પડેલા અતિભારે વરસાદને કારણે ફરી એક વખત ઘેડ પર ઘેરાયુ જળમગ્નનું સંકટ

આ પણ વાંચો: કચ્છ જિલ્લામાં સીઝનનો 104 ટકા વરસાદ નોંધાયો

ગડોદરના તળાવનો પાડો તૂટ્યો ગામલોકોએ મહેનતથી કર્યું સમારકામ

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે માંગરોળ નજીક આવેલા ગડોદર ગામના સ્થાનિક તળાવનો પાળો તૂટી પડયો હતો. જેને ગામ લોકોએ ભારે જહેમત બાદ તળાવમાંથી વરસાદી પાણીને વહી જતું રોકવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તો બીજી તરફ માંગરોળ તાલુકાના ચંદવાણા ગામમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે તેમજ રૂદલપુર ગામમાં પણ વીજળી પડવાની ઘટના સામે આવી હતી. જેમાં સદનસીબે કોઇ વ્યક્તિનું મોત થયું નથી પરંતુ કેટલાક મકાનોને નુકસાન થયું છે. અતિ ભારે વરસાદને કારણે માળીયા અને માંગરોળ પંથકના ગામોમાં પાછલા ૧૫ કલાકથી વીજળીનો પ્રવાહ પણ કાપી નાખવામાં આવ્યો છે. જૂનાગઢ પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર ફરી એક વખત જળમગ્ન બની રહ્યો છે. જેના કારણે ગામ લોકોની સાથે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે.

જૂનાગઢમાં પડેલા અતિભારે વરસાદને કારણે ફરી એક વખત ઘેડ પર ઘેરાયુ જળમગ્નનું સંકટ
જૂનાગઢમાં પડેલા અતિભારે વરસાદને કારણે ફરી એક વખત ઘેડ પર ઘેરાયુ જળમગ્નનું સંકટ
  • જૂનાગઢમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મુકીને (Heavy Rain) વરસી રહ્યા છે. ત્યારે મોટા ભાગના જળાશયો અને સિંચાઈ યોજનાઓ ઓવરફ્લો (Overflow) થઈને વહી રહી છે. અહીં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડતા જૂનાગઢની સૌથી મોટી ઓજત વિયર સિંચાઈ યોજનાના (Ojat Weir Irrigation Scheme) તમામ દરવાજા ખૂલ્લા મુકી દેવામાં આવ્યા છે. આથી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
  • અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા હવાનું હળવું દબાણ વધુ સક્રિય બની વાવાઝોડા શાહીનમાં બદલાય થાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે કચ્છ જિલ્લામાં મેઘમહેર જામી છે. કચ્છના દસેય તાલુકામાં અડધાથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત હવામાન વિભાગે વધુ 2 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે.
  • સુરતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સૂર્યપૂત્રી તાપી નદીનું જળસ્તર વધી ગયું છે. એટલે હવે ફ્લડગેટ (Flood gate) બંધ કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ અહીંના 90 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાએ (SMC) જહાંગીરપૂરાના હનુમાન ટેકરીમાં આવેલી ઢીંગરી ઓવરાનો એક ફ્લડ ગેટ બંધ કરી ડી-વોટરિંગ પમ્પ વડે વરસાદી પાણીનો તાપી નદીમાં નિકાલ કરવાની કામગીરી શરૂ કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.