ETV Bharat / city

Junagadh મનપાનું જનરલ બોર્ડ, સ્ટ્રીટ લાઇટ અને ગટરના પ્રશ્નોને લઈને થઈ ચર્ચાઓ

author img

By

Published : Jul 19, 2021, 3:56 PM IST

આજે જૂનાગઢ મનપાની જનરલ બોર્ડ મળ્યું હતું શિક્ષણ ઉપર કર, સફાઇ સ્ટ્રીટ લાઇટ ગટર અને કાચાં ઝુપડા જેવા મકાન ઉપર કરવેરા લેવાને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં કરવેરા સિવાયની તમામ બાબતોને લઈને સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો.

Jmc
Jmc

  • જૂનાગઢ મનપા (JMC)નું જનરલ બોર્ડ
  • સફાઇ સ્ટ્રીટલાઇટ જેવા મુદ્દાઓ પર થઈ ચર્ચાઓ
  • કાચા અને ઝુંપડા પર હાઉસ ટેક્સ બાબતે નિર્ણય રખાયો મોકુફ


જૂનાગઢ: આજે જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ (general Board) મળ્યું હતું. આજના જનરલ વોર્ડમાં સફાઈ ભૂગર્ભ ગટર સ્ટ્રીટ લાઈટ અને કાચા મકાનો પર કરવેરા લેવાને લઈને શાસક અને વિપક્ષના સદસ્યો વચ્ચે ચર્ચાઓ થઇ હતી. ચર્ચાને અંતે સફાઈ ભુગર્ભ ગટર સ્ટ્રીટલાઈટ જેવા મુદ્દા પણ સહમતી સધાતાં તેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ કાચા અને ઝુંપડા જેવા મકાનો પર કરવેરા લેવાને લઈને શાસક અને વિપક્ષના કોર્પોરેટરો વચ્ચે સહમતિ ન થતા સમગ્ર મુદ્દો આવનારા જનરલ બોર્ડ પર મોકૂફ રાખીને ચર્ચાને અંતે કયા પ્રકારે કરવેરા લઈ શકાય તેને લઈને જનરલ બોર્ડમાં ચર્ચાઓ કરવામાં આવશે.

મનપા દ્વારા શિક્ષણ ઉપર કરને લઈને વિરોધ પક્ષે ઉઠાવ્યા સવાલો
જૂનાગઢ મનપા દ્વારા શિક્ષણ ઉપકર લેવામાં આવી રહ્યો છે. જેને વિરોધ પક્ષના કોર્પોરેટરોએ કર્યો હતો. કોર્પોરેશનના આ પ્રકારના ઉપકર લોકો પાસેથી ન લઈ શકે તેને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો છે. શાસક પક્ષના કોર્પોરેટર દ્વારા સમગ્ર મામલાને લઈને બચાવ કરવામાં આવ્યો હતો.

શિક્ષણ પર વર્ષોથી તમામ કોર્પોરેશનો લઈ રહી છે
વિપક્ષના કોર્પોરેટરએ જણાવ્યું હતું કે, શિક્ષણ પર વર્ષોથી તમામ કોર્પોરેશનો કર લઈ રહી છે અને આ ઉપકર રાજ્ય સરકારમાં જમા થતા હોય છે. કોર્પોરેશન વિસ્તારમાં પણ રાજ્ય સરકાર શિક્ષણની વ્યવસ્થાઓ આપી રહી છે. જેના પર શિક્ષણ ઉપકર જૂનાગઢ મનપા લઈ રહી છે. જે બિલકુલ યોગ્ય હોવાનું શાસક પક્ષે જણાવ્યું હતું.

વિપક્ષ અને શાસકપક્ષના કોર્પોરેટરોએ વ્યવસ્થા મજબૂત કરવા કરી માગ
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સફાઈ ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટલાઈટ જેવા મુદ્દાઓને લઈને શાસક અને વિપક્ષના કોર્પોરેટર દ્વારા કરવામાં આવી હતી. જેમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ સહિતના કોર્પોરેટરોએ ચર્ચામાં ગંભીરતાપૂર્વક ભાગ લીધો હતો અને નિયમિત રીતે સફાઈ ભૂગર્ભ ગટર યોજનાનું કામ અને સ્ટ્રીટ લાઈટ નિયમિત રીતે ચાલુ રહે તે માટે ચર્ચાઓ કરી હતી.

આ પણ વાંચો: પ્રત્યેક ઘર સુધી પીવાનું ચોખ્ખું અને ફિલ્ટર કરેલું પાણી પહોંચાડવા માટે જૂનાગઢ મનપા કટિબંધ

કામ ન કરતી કંપનીઓને બ્લેકલિસ્ટ કરવા સુધીની માગ
કેટલાક વોર્ડમાં સ્ટ્રીટ લાઇટ બંધ થવાના કિસ્સાઓ પણ ચોમાસા દરમિયાન સામે આવી રહ્યા છે. આવા સમયે તાકીદે સ્ટ્રીટ લાઇટના રીપેરીંગ થાય અને રીપેરીંગને લઈને જે કંપનીઓ કોર્પોરેશન દ્વારા નિયુક્ત કરવામાં આવી છે તે કામ ન કરતી હોય તો તેને બ્લેકલિસ્ટ કરવા સુધીની માગ પણ શાસક અને વિપક્ષના કોર્પોરેટરે કરી હતી જેને સર્વાનુમતે મંજૂર રાખવામાં આવી હતી

આ પણ વાંચો: જૂનાગઢ મનપાના 15 નંબર વોર્ડમાં ભાજપે યુવા ઉમેદવારને ઉતાર્યા

જૂનાગઢ મનપાના વાહનોમાં GPS લગાવવાને લઇને વિપક્ષે કરી માગ
જૂનાગઢ મનપાના વાહનોમાં GPS લગાવવાને લઈને વિરોધ પક્ષના કોર્પોરેટરો દ્વારા માગ કરવામાં આવી છે પરંતુ શાસક પક્ષનો કોર્પોરેટરે આ પ્રકારની વ્યવસ્થા રાજ્યના કોઈ કોર્પોરેશનમાં લાગુ કરવામાં આવી નથી. જેને લઇને જૂનાગઢમાં પણ વ્યવસ્થા લાગુ ન કરી શકાય તેવો તર્ક આપ્યો હતો. વિરોધ પક્ષના કોર્પોરેટર લલિત પણસાણાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં GPS સિસ્ટમ લગાવવામાં આવી છે તેવા તર્ક સાથે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનોમાં પણ આ પ્રકારની વ્યવસ્થાઓ લાગુ કરવામાં આવે તેવી માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.