ETV Bharat / city

વડના વૃક્ષમાં સ્વયંભૂ પ્રગટ થયા ગણપતિ મહારાજ લોકો કરે છે નિત્ય દર્શન

author img

By

Published : Sep 5, 2022, 10:15 AM IST

વડના વૃક્ષમાં સ્વયંભૂ પ્રગટ થયા ગણપતિ મહારાજ લોકો કરે છે નિત્ય દર્શન
વડના વૃક્ષમાં સ્વયંભૂ પ્રગટ થયા ગણપતિ મહારાજ લોકો કરે છે નિત્ય દર્શન

જૂનાગઢમાં આવેલી હેડગેવાર શાળાના પટાંગણમાં (Ganesh Utsav in Junagadh) સ્વયંભૂ વડના ઝાડ પર વડલેશ્વર ગણપતિ દર્શન આપી રહ્યા છે. માત્ર ગણેશ ઉત્સવ જ નહિ પણ સમગ્ર વર્ષભર શાળાના પટાંગણમાં વડલેશ્વર ગણપતિ પ્રત્યે લોકોની ભારે આસ્થા જોડાયેલી છે. Swayambhu Vadleshwar Ganapati Darshan

જૂનાગઢ ગણેશ ઉત્સવ હવે તેના અંતિમ ચરણ તરફ (Ganesh Utsav in Junagadh) આગળ વધી રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં આવેલી હેડગેવાર શાળાના પટાંગણમાં સ્વયંભૂ વડના ઝાડ પર વડલેશ્વર ગણપતિ દર્શન આપી રહ્યા છે. પાછલા છ વર્ષથી હેડગેવાર શાળામાં સંકુલમાં આવેલા વડમાં સ્વયંભૂ પ્રગટેલા વડલેશ્વર ગણપતિની પૂજા સતત ધાર્મિક આસ્થાને વિશ્વાસ સાથે થઈ રહી છે. જેના દર્શન કરીને શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમના વાલીઓ અને શિક્ષકો ગણેશ ઉત્સવના તહેવારમાં આવી ધન્યતા (Swayambhu Vadleshwar Ganapati Darshan) પ્રાપ્ત કરી રહ્યા છે.

વડના વૃક્ષમાં સ્વયંભૂ પ્રગટ થયા ગણપતિ મહારાજ લોકો કરે છે નિત્ય દર્શન

ગણપતિ મહારાજના દર્શન ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં આવેલી હેડગેવાર પ્રાથમિક શાળામાં કુદરતી રીતે ગણપતિ મહારાજનું પ્રાગટ્ય થયું છે. શાળા સંકુલમાં આવેલા વડના ઝાડમાં ગણપતિ મહારાજનું પ્રાગટ્ય થયાની જાણ શાળાના પ્રિન્સિપાલને થતા ધાર્મિક વિધિ વિધાન સાથે નાગનાથ મહાદેવ મંદિરના પૂજારીને શાળા સંકુલમાં આવેલા વડના ઝાડમાં ગણપતિ મહારાજ પ્રગટ થયા છે. તેની વિધિવત જાણ કરીને પૂજારી દ્વારા વડના થડમાં ઉપસેલી ગણપતિ (Swayambhu Manifest Ganapati in Junagadh) મહારાજની પ્રતિમા સ્વયંભૂ હોવાનું જણાય આવતા પાછલા છ વર્ષથી હેડગેવાર શાળામાં સંકુલમાં આવેલા વડમાં સ્વયંભૂ પ્રગટેલા વડલેશ્વર ગણપતિની પૂજા ધાર્મિક આસ્થાને વિશ્વાસ સાથે થઈ રહી છે.

ગણપતિ મહારાજ
ગણપતિ મહારાજ

વડલેશ્વર ગણપતિ આસ્થાનું કેન્દ્ર ગણેશ ચતુર્થીથી લઈને શાળા સંકુલમાં આવેલા વડલેશ્વર ગણપતિને નિયમિત સવાર અને સાંજ આરતી પૂજા અને દુંદાળા દેવને ભોગ ધરાવવામાં આવે છે. સમગ્ર વર્ષભર શાળા સંકુલના શિક્ષકો આચાર્ય અને વિદ્યાર્થીઓની સાથે શાળાએ આવતા તેમના વાલીઓ માટે પણ વડલેશ્વર ગણપતિ આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. શાળાના પ્રિન્સિપાલ હિતેશ ઠાકરને ગણપતિ મહારાજના પરચાની સ્વયમ અનુભૂતિ અનેક વખત થઈ છે. તેના કારણે શાળા સંકુલમાં આવેલા વડલેશ્વર ગણપતિ મહારાજ ભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બને છે. દર્શનાર્થીઓના જાત અનુભવ પરથી પણ વડલેશ્વર ગણપતિ તમામ મનોકામના પૂર્ણ કરતા હોવાના અનુભવ પણ પ્રાપ્ત થયા છે. તેવા ગણપતિ મહારાજની ગણેશ ઉત્સવ દરમિયાન પૂજા દર્શન અને ધાર્મિક આસ્થા સાથે દુંદાળા દેવની સેવા થઈ રહી છે. Vadleshwar Ganapathy in Junagadh, Ganapati tree in Junagadh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.