ETV Bharat / city

જૂનાગઢના પૂર્વ કલેક્ટર ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન, કુશળ પ્રશાસક તરીકે હતા જાણીતા

author img

By

Published : Jun 19, 2021, 10:29 PM IST

જૂનાગઢના પૂર્વ કલેક્ટર ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન
જૂનાગઢના પૂર્વ કલેક્ટર ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન

જૂનાગઢ જિલ્લામાં વર્ષ 1994માં જિલ્લા કલેક્ટર તરીકે કામ કરીને નામના મેળવેલા ગુરૂપ્રસાદ મહાપાત્રાનું શનિવારના રોજ કોરોના સંક્રમણને કારણે નિધન થયું છે. ત્યારે, જૂનાગઢ જિલ્લામાં તેમના દ્વારા કરવામાં આવેલી વહીવટી કુશળ કામગીરી અને 200 કિલોમીટર સુધી ફેલાયેલા જિલ્લામાં સફળ વહીવટી પ્રશાસક તરીકે તેમની યાદને આજે જૂનાગઢના લોકો વાગોળી રહ્યા છે.

  • જૂનાગઢ જિલ્લાના પૂર્વ કલેક્ટર ગુરુપ્રસાદ મહાપાત્રાનું થયું નિધન
  • જૂનાગઢ જિલ્લામાં તેમની કામગીરી એક સફળ વહીવટ પ્રશાસક તરીકેની
  • મહાપાત્રાના કાર્યકાળ દરમિયાન ઊંચાઈ પીવાનું પાણી અને મત્સ્ય ઉદ્યોગમાં વિશેષ કામગીરી

જૂનાગઢ: જિલ્લામાં વર્ષ 1994માં જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તરીકે કુશળ પ્રશાસક તરીકેની સફર કામગીરી કરી ચૂકેલા ગુરુપ્રસાદ મહાપાત્રાનું શનિવારના રોજ દિલ્હી ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS) માં કોરોના સંક્રમણને કારણે તેમનું મોત થયું છે. જે સમયે ગુરુપ્રસાદ મહાપાત્રા જૂનાગઢ જિલ્લામાં કલેક્ટર તરીકે કાર્યરત હતા આ સમયે તેમના દ્વારા કરવામાં આવેલી વહીવટી કુશળ કામગીરી આજે પણ જૂનાગઢ જિલ્લા માટે સીમાચિહ્નરૂપ બની રહી છે. વર્ષ 1994માં જૂનાગઢ જિલ્લો અખંડ જિલ્લા તરીકે અસ્તિત્વમાં જોવા મળતો હતો. જૂનાગઢ જિલ્લાનો વિસ્તાર 200 કિલોમીટરની આસપાસનો હતો. આટલા મોટા જિલ્લામાં માછીમારી ખેડૂતો અને સિંચાઈ તેમજ ઉદ્યોગોને પ્રસ્થાપિત કરવાની કપરી કામગીરી ગુરુપ્રસાદ મહાપાત્રાએ ખુબ જ આસાનીથી વહીવટી કુશળતાને કારણે પાર પાડી હતી.

આ પણ વાંચો: Third Wave of Corona - 6થી 8 સપ્તાહ બાદ કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા - AIIMS ડિરેક્ટર રણદિપ ગુલેરિયા

જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના સંયુક્ત જિલ્લામાં અનેક પ્રશ્નોનું નિરાકરણ કર્યું

વર્ષ 1994માં જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર સંયુક્ત જૂનાગઢ જિલ્લા તરીકે અસ્તિત્વમાં જોવા મળતો હતો. વર્ષ 1998માં પોરબંદર અને 2015માં ગીર સોમનાથ જિલ્લાને જૂનાગઢ જિલ્લાથી અલગ કરીને સ્વતંત્ર જિલ્લા તરીકે માન્યતા આપવામાં આવી હતી. જ્યારે, વર્ષ 1994માં સંયુક્ત જિલ્લા તરીકે ગુરુપ્રસાદ મહાપાત્રાએ કલેક્ટર અને વહીવટી અધિકારી તરીકે ખૂબ કુશળ કામગીરી કરી હતી. ગીર સોમનાથ જિલ્લાનો માછીમારી ઉદ્યોગ સાથે પોરબંદર બંદરને જોડીને માછીમારોના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે ગુરુપ્રસાદ મહાપાત્રાએ ખૂબ મહેનત કરી હતી. અત્યારે જે બંદરો જોવા મળી રહ્યા છે તેમના વિકાસમાં જે તે સમયે ગુરુપ્રસાદ મહાપાત્રાએ રાખેલી એક એક ઈટનું યોગદાન આજે જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: શંકરસિંહ વાઘેલાને ક્યારનું કોંગ્રેસમાં આવું છે, પણ નિર્ણય હાઇ કમાન્ડ પર આધારિત : કોંગ્રસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

જૂનાગઢમાં નાના ઉદ્યોગ સ્થપાય તે માટે કરી હતી કાર્યવાહી

ગુરુપ્રસાદ મહાપાત્રાના કાર્યકાળ દરમિયાન પાણીની અછતનો પણ તેમણે સામનો કરવો પડ્યો હતો. આવા કપરા સમયમાં તેમની કુશળ વહીવટી કામગીરીને કારણે જૂનાગઢ જિલ્લામાં પીવાથી લઈને સિંચાઈના પાણીની ખૂબ સારી વ્યવસ્થા જે તે સમયે આધુનિક વ્યવસ્થાતંત્ર ન હોવા છતાં પણ ઉભી કરવાની સફળ કામગીરી ગુરુપ્રસાદ મહાપાત્રાએ કરી હતી. જૂનાગઢ જિલ્લાને કૃષિપ્રધાન જિલ્લા તરીકે માનવામાં આવતો હતો. ત્યારે, જૂનાગઢ શહેર અને જિલ્લામાં મગફળીનું તેલ કાઢતી રિફાઇનરીઓનું ખૂબ પ્રોત્સાહન આપીને તેમના દ્વારા સોલવન્ટ પ્લાન્ટ જૂનાગઢ જિલ્લામાં ધમધમતો થયો હતો. વધુમાં તેમણે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે પણ ખૂબ મહેનત કરીને જૂનાગઢમાં નાના ઉદ્યોગ સ્થપાય તે માટે ની કાર્યવાહી કરી હતી કે આજે જૂનાગઢના નાના ઉદ્યોગકારો પણ વાગોળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.