સિંહોના અકસ્માત ક્યારે અટકશે ? એક બાદ એક થઈ રહ્યા છે સિંહના મોત

author img

By

Published : Sep 24, 2022, 11:54 AM IST

સિંહોના અકસ્માત ક્યારે અટકશે ?, એક બાદ એક થઈ રહ્યા છે સિંહના મોત

અમરેલી ચલાલા વચ્ચે સિંહ બાળ ટ્રેનની અડફેટે આવી (Amreli Chalala among lion Death) જતા મૃત્યુ નીપજ્યું છે. કેટલાક વિસ્તારમાં હજુ સુધી ફેન્સીંગ જોવા મળતી નથી. જેને કારણે આ પ્રકારના દ્રશ્યો એક બાદ એક સામે આવ્યા છે. જેને લઈને સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યાં છે. (Junagadh Amreli train collision lion death)

અમરેલી જુનાગઢ અમરેલી પેસેન્જર ટ્રેનની અડફેટે સિંહ આવી જતા (Amreli Chalala among lion Death) નિપજ્યું હતું. જેને લઈને વન્યજીવ પ્રેમીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. અમરેલી જિલ્લામાં સિંહોના ટ્રેનમાં થતા મૃત્યુને લઈને મામલો હવે વધુ આગળ વધ્યો છે. આ પહેલા સાવરકુંડલા અને પીપાવાવ નજીક અકસ્માતો થતા હતા, પરંતુ હવે અમરેલી નજીક પણ અકસ્માત થયો છે. ત્યારે સિંહની સુરક્ષા પર સવાલો ઉભા કરી રહ્યા છે. (Lions accident on Amreli railway line)

સિંહોના અકસ્માત ક્યારે અટકશે ?, એક બાદ એક થઈ રહ્યા છે સિંહના મોત

અમરેલીનો રેલમાર્ગ સિંહ ગોજારો રાત્રિના સમયે જુનાગઢ અમરેલી મીટર ગેઈજ ટ્રેનની અડફેટે ચલાલા અમરેલી વચ્ચે ગાવડકા ગામ નજીક ત્રણ માસના સિંહ બાળનુ અકસ્માતે મોત થયું છે. જેને લઈને સિંહ પ્રેમીઓમાં ભારે નિરાશા સાથે રોષ જોવા મળી રહ્યો છે. પાછળના કેટલાક વર્ષોના ઇતિહાસ પર નજર કરીએ તો જિલ્લાનો રેલવે માર્ગ સિંહો માટે ગોજારો બની રહ્યો છે. અગાઉ અમરેલી જિલ્લાના પીપાવાવ અને સાવરકુંડલા નજીક અકસ્માતોની ઘટના ઘટી હતી. જેમાં અત્યાર સુધીમાં 15 કરતાં વધુ સિંહના મોત થયા છે. તો કેટલાક હતભાગી સિંહો અકસ્માતમાં ઇજાગ્રસ્ત પણ થયા છે. ત્યારે આ સિંહ બાળ મૃત્યુ નિપજ્યું છે. જ્યારે સદ્નસીબે અન્ય ત્રણ સિંહ બાળનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. (Junagadh Amreli train collision lion death)

માલગાડી બાદ પેસેન્જર ટ્રેન લીધો સિંહનો ભોગ અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી રાજુલા વચ્ચે પીપાવાવ પોર્ટ પર ઔદ્યોગિક એકમોના માલની હેરાફેરી માલ ગાડીઓ મારફતે થઈ રહી છે. જેમાં પણ અનેક વખત સિંહોના મૃત્યુ નીપજ્યા છે, ત્યારે પીપાવાવથી માલ લઈને પસાર થતી તમામ માલગાડી ટ્રેનને ફરજિયાત પણે તમામ પ્રકારની તકેદારી અને સાવચેતી રાખવાની સાથે માત્ર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવાનો આદેશનો આપવામાં આવ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે જ્યારે ટ્રેન પસાર થતી હોય ત્યારે એન્જિનના ચાલકે ખૂબ ચોકસાઈ પૂર્વક ટ્રેનને હંકારવી. તેવો આદેશ રેલવે વિભાગ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત રીતે મળેલી બેઠકમાં કરવામાં આવ્યો હતો, ત્યારે હવે પેસેન્જર ટ્રેનની ઝડપે સિંહ બાળનું મૃત્યુ થતા મામલો નવી ચર્ચા ને જન્મ આપી રહ્યો છે.(Junagadh Amreli train collision lion death)

શિયાળા દરમિયાન અકસ્માતની ઘટનાઓ આ સમયગાળા દરમિયાન સિંહ ખાસ કરીને રાત્રિનો સમયે રેલવે ટ્રેક પર આરામ ફરમાવતા હોય છે તેવું સામાન્ય પણ જોવા મળ્યું છે. આવી પરિસ્થિતિમાં સિંહ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. લીલીયા થી સાવરકુંડલા અને પીપાવાવ પોર્ટ પર જતી માલ ગાડીઓ આ ટ્રેક પરથી પસાર થાય છે ત્યારે સમય રહેતા સિંહો રેલવે માર્ગ પરથી જાતે ખસી જાય તો તે અકસ્માતથી બચી શકે છે. પરંતુ કેટલાક સિંહ ટ્રેનના આપવાના સમયે માર્ગ પર બેઠા હોય છે, ત્યારે ડ્રાઇવરની નિષ્કાળજી અને તેને આપવામાં આવેલા દિશાનિર્દેશોનું પૂરતું પાલન નહીં થતા સિંહ અકસ્માતનો ભોગ બની રહ્યા છે, રેલ્વે ટ્રેકની ફરતે ફેન્સીંગ બનાવવાની દિશામાં પણ પાછલા ઘણા વર્ષોથી વાત ચાલી રહી છે, કેટલાક નિર્ધારિત વિસ્તારોમાં આ પ્રકારની ફેન્સીંગ થયેલી છે. પરંતુ હજુ સુધી અકસ્માતોને (Amreli Railway line lion Accident) નિવારવા માટે કાયમી નિરાકરણ થયું નથી.

સિંહ પ્રેમીઓમાં રોષ અમરેલી જિલ્લાના પ્રકૃતિ પ્રેમીની સાથે સિંહના સંવર્ધન અને વન્યજીવની તમામ સમસ્યા સાથે જોડાયેલા સિંહ પ્રેમીઓ અકસ્માતથી ભારે વ્યથીત થયા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે રાજુલાથી લઈને સાવરકુંડલા તેમજ લીલીયા આ વિસ્તારમાં સિંહની સતત હાજરીને કારણે અકસ્માત ઝોન નક્કી કરવામાં આવે તેમજ સિંહ પારિવારિક પ્રાણી છે. તે ચોક્કસ નિર્ધારિત વિસ્તારમાં કાયમી રહેઠાણ બનાવે છે, આ વિસ્તારને ઓળખીને અહીં આવેલા રેલવે ટ્રેક પર ફેન્સીંગ નાખવામાં આવે તેમજ ટ્રેન પસાર થતી સમયે ટ્રેનનો ચાલક તમામ પ્રકારની સાવચેતી પૂર્વક ટ્રેનને હંકારે તો અકસ્માતોની સંખ્યામાં ઘટાડો (Junagadh Forest Department) કરી શકાય તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.