રેલવે માર્ગ સતત સિંહો માટે કાળ, એક મૃત્યુ ત્રણનો ચમત્કારિક બચાવ

author img

By

Published : Sep 23, 2022, 8:54 AM IST

રેલવે માર્ગ સતત સિંહો માટે કાળ, એક મૃત્યુ ત્રણનો ચમત્કારિક બચાવ

અમરેલી ચલાલા વચ્ચે સિંહ બાળ ટ્રેનની અડફેટે આવી (Amreli Chalala among lion Death) જતા મૃત્યુ નીપજ્યું છે. વનવિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળએ દોડી આવી હતી. અકસ્માતમાં એક સિંહ બાળનું મૃત્યુ નીપજ્યું હતું તો બીજી તરફ ત્રણનો સિંહ બાળનો ચમત્કારિક બચાવ થયો હતો. (Junagadh Amreli train collision lion death)

જૂનાગઢ અમરેલી ચલાલા વચ્ચે ફરી એક વખત ટ્રેનની અડફેટે આવી જતા સિંહ (Amreli Chalala among lion Death) બાળનું મૃત્યુ નીપજ્યું છે. જુનાગઢ અમરેલી ટ્રેનની અડફેટે આવી જતા સિંહ બાળ આવી જતા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. મૃતદેહનો કબજો કરી અકસ્માત બાદ ટ્રેનના ડ્રાઇવર સહિત અન્ય લોકોની પૂછપરછ શરૂ કરી છે. (Junagadh Amreli train collision lion death)

રેલવે માર્ગ સતત સિંહો માટે કાળ, એક મૃત્યુ ત્રણનો ચમત્કારિક બચાવ

અમરેલીનો માર્ગ સિંહો માટે બન્યો ગોજારો આજે મોડી સાંજે સિંહ માટે માઠા સમાચાર આવતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ચલાલા અમરેલી વચ્ચે અકસ્માત સર્જાતા તેમાં એક સિંહ બાળ‌નું મૃત્યુ નિપજ્યુંં છે. મૃત્યુ થયાના સમાચાર વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને મળતા શેત્રુંજય ડિવિઝનના નાયબ વન સંરક્ષક જયંત પટેલ સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સિંહ બાળના મૃતદેહનો કબજો લઈને ટ્રેન ચાલક સહિત અન્ય કેટલાક લોકોની પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત અકસ્માત બાદ ટ્રેન માર્ગ પર રોકી દેવામાં આવી હતી.

રેલમાર્ગ સિંહો માટે છે અપશુકનિયાળ છેલ્લા કેટલાક વર્ષના ઇતિહાસ પર નજર નાખીએ તો અમરેલી જિલ્લાનો રેલવે માર્ગ સિંહ માટે ખૂબ અપશુકનિયાળ સાબિત થઈ રહ્યો છે. અગાઉ સાવરકુંડલાથી લઈને પીપાવાવ પોર્ટ સુધી 10 કરતા વધુ સિંહના કમ કમાટી ભર્યા મોત નિપજ્યા છે, ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સર્જાઈ છે ચિંતાનો વિષય એ છે કે આ જે અકસ્માત સિંહનો ટ્રેન સાથે થયો છે તે પેસેન્જર ટ્રેન હતી. અગાઉ પીપાવાવ અને સાવરકુંડલા વિસ્તારમાં જે અકસ્માતો થયા છે તે ગુડ ટ્રેન હતી. ત્યારે આ અકસ્માત સિંહો માટે એક નવી ચિંતા લઈને આવ્યો છે. (Amreli Railway line lion Accident)

સિંહો મુક્તપણે જોવા ધારીથી લઈને ચલાલા અને અમરેલી વિસ્તારમાં સિંહો સતત જોવા મળે છે. આ વિસ્તારમાં ટ્રેન વ્યવહાર ખૂબ મર્યાદિત છે. દિવસ દરમિયાન બે જેટલી મીટરગેજ ટ્રેન ચાલી રહી છે, પરંતુ આજે ટ્રેનના અકસ્માતની જે ઘટના સામે આવી છે તેનાથી નવી ચિંતાનો ઉમેરો થયો છે. આ વિસ્તારમાં સિંહો મુક્તપણે જોવા મળે છે, ત્યારે બરોબર સમી સાંજના સમયે સિંહો એક જગ્યા પરથી બીજી જગ્યા પર જતાં હોય છે. આવા સમયે ટ્રેન અહીંથી પસાર થાય છે. આ અકસ્માતની પ્રથમ ઘટનામાં એક સિંહનું કમકમાટી ભર્યું મોત થયું છે. (Lion dies in Amreli)

ત્રણ સિંહ બાળનો ચમત્કારિક બચાવ મૃતક સિંહબાળની સાથે અન્ય ત્રણ સિંહ બાળ પર હોવાની વિગતો મળી રહી છે. કુદરતના ચમત્કારને કારણે આ ત્રણ સિંહ બાળનો આજે ચમત્કારિક બચાવ થયો છે. પરંતુ હવે ચિંતાનો વિષય બદલાઈ રહ્યો છે. દરરોજ સાતથી આઠના સમયની વચ્ચે ચલાલાથી અમરેલી જવા માટે ટ્રેન નીકળતી હોય છે. આ સમયે સિંહ પણ બહાર નીકળવાનો હોય છે, ત્યારે વધુ અકસ્માત ન સર્જાય તેને લઈને તકેદારી પણ ખૂબ જરૂરી બની જાય છે, ત્યારે હાલ તો વનવિભાગે સિંહબાળના અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. (Junagadh Forest Department)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.