ETV Bharat / city

તૌકેત વાવાઝોડાનો તાંડવ - જૂનાગઢમાં બાજરી, તલ સહિત ઉનાળુ પાકને મોટુ નુકસાન

author img

By

Published : May 19, 2021, 8:15 PM IST

તૌકતે વાવાઝોડાની વિપરીત અસરો હવે ઉનાળુ પાકો પર જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લામાં સામાન્ય સંજોગોમાં બાજરી, તલ અને કઠોળનું વાવેતર મુખ્યત્વે ઉનાળુ પાક તરીકે લેવામાં આવતું હોય છે. પાક બિલકુલ તૈયાર થઈને બજારમાં પહોંચવા પુરતો જ બાકી હતો. આવા સમયે આવેલા વાવાઝોડા અને વરસાદને કારણે ઉનાળુ પાકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે.

The effect of Toukte in Junagadh
The effect of Toukte in Junagadh

  • ઉનાળુ પાકોને વાવાઝોડા અને વરસાદથી થયું ખૂબ મોટું નુકસાન
  • ઉનાળુ પાકો જેવા કે બાજરી, તલ, મગ, અડદ સહિત ઉનાળુ પાકોના થયું મોટું નુકસાન
  • સરકાર નુકસાનીનો સરવે કરીને જગતના તાતને સહાય આપે તેવી માગ કરાઈ
  • વાવાઝોડાએ કર્યું ઉનાળુ પાકોને પણ પારાવાર નુકસાન

જૂનાગઢ : વાવાઝોડાએ ઉનાળુ પાકો પર પણ જાણે કે સોથ ફેરવી દીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જિલ્લામાં ઉનાળુ પાક તરીકે બાજરી, તલ, મગ, અડદ સહિત કેટલાક કઠોળ વર્ગના પાકોનુ વાવેતર થતું હોય છે, પરંતુ અચાનક આવેલા વાવાઝોડાને કારણે બાજરી, તલ સહિત ઉનાળુ પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે. જેના કારણે તૈયાર પાક બિલકુલ નષ્ટ થઈ ગયો છે. જેને કારણે ઉનાળુ પાકોની ખેતીની આવકને લઈને જગતનો તાત હવે ચિંતિત બન્યો છે અને રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ નુકસાનીનો તાકિદે સર્વે કરવામાં આવે અને જે વિસ્તારમાં ખેડૂતોને હકિકતમાં નુકસાન થયું છે, તેવા તમામ ખેડૂતોને નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માગ કરી રહ્યો છે.

જૂનાગઢમાં બાજરી, તલ સહિત ઉનાળુ પાકને પારાવાર નુકસાન

આ પણ વાંચો : વાવાઝોડાને પગલે ગીર વિસ્તારની આંબાવાડીઓમાં અંદાજે 100 કરોડ કરતાં વધુનું નુકસાન

દર વર્ષે ખેતી અનેક સમસ્યાઓમાં ઘેરાઈ જતા જગતનો તાત પણ ચિંતિત

દર વર્ષે ત્રણેય ઋતુની ખેતી હવે પ્રતિકૂળ હવામાન વાવાઝોડા અને અતિવૃષ્ટિને કારણે સતત ઘેરાતી જતી જાય છે. આવા સમયમાં જગતનો તાત પણ હવે ખેતીને લઈને ખૂબ ચિંતિત બની રહ્યો છે. ખેતીના ખર્ચ દર વર્ષે વધી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કુદરતી પ્રકોપ અને વાવાઝોડા તેમજ કમોસમી વરસાદને કારણે ખેતીનું ઉત્પાદન દર વર્ષે મર્યાદિત થતું જાય છે. આવી પરિસ્થિતીમાં જગતનો તાત ઉત્પાદનને લઈને ભારે આર્થિક સંકળામણ પણ ભોગવી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાકીદે ખેડૂતોને નુકસાનીનો સરવે કરીને વળતર ચૂકવવામાં આવે તેવી માગ કરી રહ્યો છે.

ઉનાળુ પાકને પારાવાર નુકસાન
ઉનાળુ પાકને પારાવાર નુકસાન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.