ETV Bharat / city

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના વયોવૃદ્ધ ધીર નામના સિંહનું મોત

author img

By

Published : Apr 3, 2021, 5:03 PM IST

સિંહનું મોત થતાં વન કર્મચારીઓમાં શોક
સિંહનું મોત થતાં વન કર્મચારીઓમાં શોક

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં ધીર નામના સિંહનું કુદરતી રીતે મૃત્યુ થતાં પ્રાણીસંગ્રહાલયના અધિકારી અને કર્મચારીઓમાં પણ શોક જોવા મળી રહ્યો છે.

  • 18 વર્ષ કરતાં મોટા સિંહનું પ્રાણીસંગ્રહાલયમાં થયું મૃત્યુ
  • ધીર નામનો સિંહ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં જોવા મળતો હતો
  • સિંહનું મોત થતાં વન કર્મચારીઓમાં શોક

જૂનાગઢ: જિલ્લાના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં સિંહનું મૃત્યુ થયું છે. ચાર વર્ષની ઉંમરથી રેસ્ક્યુ કરીને સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં લાવવામાં આવ્યો હતો. ધીર નામનો સિંહ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં જોવા મળતો હતો. કુદરતી રીતે મોત થતાં પ્રાણીસંગ્રહાલયના અધિકારી અને કર્મચારીઓમાં પણ શોક જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: શું ગીરના સિંહ નવું ઘર શોધી રહયા છે?

આ પણ વાંચો: જૂનાગઢમાં જંગલના રાજાએ ફાઈવ સ્ટાર હોટલમાં લટાર મારી

બે દિવસ અગાઉ કુદરતી રીતે થયું મોત

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં 18 વર્ષ કરતાં વધુ વયના ધીર નામના સિંહનો કુદરતી રીતે મોત થયું છે. આ સિંહને સાડા ચાર વર્ષનો હતો ત્યારે તેને રેસ્ક્યુ કરીને સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં લાવવામાં આવ્યો હતો જીવનના અંતિમ સમય સુધી સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં જોવા મળ્યો હતો. જેનું બે દિવસ અગાઉ કુદરતી રીતે મોત થતાં સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના કર્મચારી અને અધિકારીઓમાં પણ શોક વ્યાપી ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.