ETV Bharat / city

Corona Update In Junagadh : જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યુ

author img

By

Published : Jan 14, 2022, 3:18 PM IST

કોરોના સંક્રમણ સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ (Corona Update In Junagadh) માટે ચિંતાનો વિષય બની રહ્યું છે.

Corona Update In Junagadh : જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યુ
Corona Update In Junagadh : જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યુ

જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં (Corona Update In Junagadh) અને જિલ્લામાં મળીને કુલ 52 કેસ પોઝિટિવ આવ્યા હતા જેમાં ગઈકાલે (ગુરુવારે) અચાનક વધારો થયો હતો અને જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 68 અને જિલ્લાના અન્ય 9 તાલુકામાં 17 જેટલા કેસ મળીને કુલ 85 પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લો ફરી એક વખત કોરોના સંક્રમણ ભરડામાં ફસાતા જોવા મળ્યો છે.

જૂનાગઢ જિલ્લામાંથી 41 જેટલા વ્યક્તિઓ કોરોના સંક્રમણથી મુક્ત

જૂનાગઢ જિલ્લામાંથી 41 જેટલા વ્યક્તિઓ કોરોના સંક્રમણથી મુક્ત થતાં તેમણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કુલ 7434 જેટલા વ્યક્તિઓને કોરોના રસીકરણથી સુરક્ષિત કરાયા હતા.

અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણમાં થયો વધારો

અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ પાછલા દિવસોની સરખામણીએ કોરોના સંક્રમિત કેસોમાં (Sudden increase in coronary heart disease cases) અચાનક વધારો થયેલો જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં ગઈકાલે (ગુરુવારે) 52 જેટલા કોરોના કેસ સામે આવ્યા હતા.જ્યારે 40 જેટલા વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

6 જેટલા વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

સોમનાથ જિલ્લામાં ગઈકાલે (ગુરુવારે) 69 જેટલા કોરોનાના કેસ સામે આવ્યા હતા અને તેની સામે 16 જેટલા વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્રણેય જિલ્લામાં રાહતના સમાચાર એ છે કે, હજુ સુધી એક પણ વ્યક્તિનું મોત કોરોના સંક્રમણથી થયું નથી.

આ પણ વાંચો:

જૂનાગઢ જિલ્લામાં કોરોના નવા 8 કેસ નોંધાયા

જૂનાગઢમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવા વધુ 12 કોવિડ રથનું પ્રસ્થાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.