ETV Bharat / city

સિંહને રેડિયો કોલર લગાવવાના મુદ્દેે શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યા પ્રશ્નો, વનવિભાગે આપ્યો રદિયો

author img

By

Published : Oct 12, 2020, 8:35 PM IST

રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે સિંહોને લગાવવામાં આવતા રેડિયો કોલરને લઇને સવાલો ઉભા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રેડિયો કોલર ગીરના સિંહોને અનુકૂળ આવી રહ્યા નથી. કેટલાક કિસ્સાઓમાં આ રેડિયો કોલરથી સિંહોના મોત પણ થઈ રહ્યા છે. રેડિયો કોલર લગાવવાને કારણે સિંહો અપ્રાકૃતિક અડચણ અનુભવી રહ્યા છે. કેટલાક કિસ્સામાં તો સિંહબાળને પણ વનવિભાગ રેડિયો કોલર લગાવી તેના પર ત્રાસ ગુજારી રહ્યા છે. આ અંગે ઇટીવી ભારતે વનવિભાગના મુખ્ય વનસંરક્ષક ડૉ. ડી. ટી. વસાવડા સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે આ આ સવાલોને પાયાથી નકાર્યા હતા.

સિંહોને રેડિયો કોલરના મુદ્દેે શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યા પ્રશ્નો, વનવિભાગે આપ્યો રદિયો
સિંહોને રેડિયો કોલરના મુદ્દેે શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યા પ્રશ્નો, વનવિભાગે આપ્યો રદિયો

જૂનાગઢ: ગીરના સિંહની દહાડ સદનના ઉપલા ગૃહ રાજ્યસભામાં જોવા મળી હતી. ગુજરાતથી કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રેડિયો કોલરને લઈને સવાલો ઉભા કર્યા હતા. તેમણે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, રેડિયો કોલર લગાવવાથી સિંહોની પ્રાકૃતિક દિનચર્યા પર ખૂબ મોટી અડચણ ઉભી થઈ છે. ઉપરાંત રેડિયો કોલરથી કેટલાક સિંહોના મોત પણ થયા છે. આ મામલો રાજ્યસભામાં ખૂબ જ ગંભીર રૂપ ધારણ કરી રહ્યો છે. કારણકે, સમગ્ર એશિયામાં અને એકમાત્ર ગુજરાતના ગીરમાં જ સિંહ જોવા મળે છે. વધુમાં શક્તિસિંહે જણાવ્યું હતું કે, વનવિભાગના અધિકારીઓએ સિંહબાળ જેવા પ્રાણીઓને પણ રેડિયો કોલર લગાવી આપ્યા છે. આવા પ્રાણીઓ રેડિયો કોલર સાથે અનુકૂલન સાધી શકતા નથી ત્યારે આ ઘટના ગંભીર અને ચર્ચા માંગી લે તેવી છે.

સિંહોને રેડિયો કોલરના મુદ્દેે શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યા પ્રશ્નો, વનવિભાગે આપ્યો રદિયો
સિંહોને રેડિયો કોલરના મુદ્દેે શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યા પ્રશ્નો, વનવિભાગે આપ્યો રદિયો

સમગ્ર મામલાને લઈને ઇટીવી ભારતની ટીમે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરીને હકીકત શું છે અને શક્તિસિંહ ગોહિલના સવાલો કેટલાક ગંભીર છે તેને લઈને ચર્ચાઓ કરી હતી. જેમાં વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રેડિયો કોલર લગાવવાની તમામ પ્રક્રિયા ભારત સરકાર દ્વારા પૂર્વ મંજૂરી આપ્યા બાદ નિર્ધારિત કરેલા કાર્યક્રમ મુજબ જ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રેડિયો કોલરથી કોઈપણ સિંહને હજુ સુધી કોઈ મુશ્કેલી આવી હોય તેવી ઘટના સામે આવી નથી. ત્યારે રેડિયો કોલરથી સિંહોના મોત થયા છે તેવી વાતને સ્વીકારવી ખૂબ જ અઘરી બાબત છે.

સિંહોને રેડિયો કોલરના મુદ્દેે શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યા પ્રશ્નો, વનવિભાગે આપ્યો રદિયો
વધુમાં તેમણે રેડિયો કોલર અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, રેડિયો કોલરથી સિંહોની મુવમેન્ટ પર ચોક્કસ અને સમયસૂચકતા સાથેનું નિરીક્ષણ કરી શકાય છે. રેડિયો કોલર વડે એકત્ર કરવામાં આવતી માહિતી સિંહોના અભ્યાસ અને તેની વર્તણુંક માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. રેડિયો કોલર લગાવવાથી સિંહોના સ્થળાંતર કરવાના કિસ્સાઓમાં પણ વનવિભાગના અધિકારીઓને સતત માહિતી મળતી રહે છે જેને લઇને પણ સિંહોની સુરક્ષા વધુ મજબૂત રીતે કરી શકવામાં રેડિયો કોલર ઉપયોગી સાબિત થયા છે.રેડિયો કોલરની અગત્યતા અને તેના પરિણામો વિશે તાજેતરમાં જ સિંહોના સ્થળાંતરનો કિસ્સો સામે આવ્યો હતો. એક સિંહ અમરેલી જિલ્લાથી નીકળીને છેક ચોટીલા સુધી પહોંચી ગયો હતો. પરંતુ તે રેડિયો કોલર લગાવેલો હતો. તેથી સિંહની મુવમેન્ટ અને તેના વિસ્તારને લઈને વનવિભાગને તમામ માહિતી રેડિયો કોલર દ્વારા પ્રાપ્ત થઈ હતી. કેટલાક દિવસો ચોટીલામાં પસાર કર્યા બાદ સિંહ ફરીથી તેના મૂળ વિસ્તારમાં પરત ફર્યો હતો. સમગ્ર ઘટનાક્રમ પર વનવિભાગના અધિકારીઓ રેડિયો કોલર મારફત સતત માહિતી મેળવતા રહેતા હતા અને તેને કારણે જ સિંહોનું લોકેશન મેળવવામાં વનવિભાગને ખૂબ જ મદદ મળી હતી.જૂનાગઢથી મનીષ ડોડીયાનો વિશેષ અહેવાલ...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.