ETV Bharat / city

જૂનાગઢમાં બાળકો બચતના નાણાંથી વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકોની Diwali અજવાળશે

author img

By

Published : Oct 26, 2021, 9:22 PM IST

આગામી દિવાળીના ( Diwali ) તહેવારને લઈને જૂનાગઢના બાળકોએ અનુકરણીય પ્રયાસ કર્યો છે. વર્ષ દરમિયાન બચત માંથી એકઠી થયેલી રકમમાંથી દિવાળીની ચીજવસ્તુઓની ખરીદી કરીને તેનું વેચાણ કરી જેમાંથી પ્રાપ્ત થતી રકમમાંથી જૂનાગઢના વૃદ્ધાશ્રમ અને ઝૂંપડપટ્ટી તેમજ અનાથ આશ્રમમાં રહેતા બાળકો સાથે દિવાળી ઉજવવાની અનોખી પહેલની શરૂઆત કરી છે.

જૂનાગઢમાં બાળકો બચતના નાણાંથી વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકોની Diwali અજવાળશે
જૂનાગઢમાં બાળકો બચતના નાણાંથી વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકોની Diwali અજવાળશે

  • જૂનાગઢના નાના બાળકોએ કરી દિવાળીને લઈને વિશેષ પહેલ
  • વર્ષ દરમિયાન એકઠી થયેલી રકમમાંથી વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકો વચ્ચે કરાશે દિવાળીની ઉજવણી
  • જૂનાગઢના નાના બાળકો દ્વારા નન્હે કદમ નામની વ્યવસ્થા

જૂનાગઢઃ શહેરના નાના બાળકો દ્વારા નન્હે કદમ નામની વ્યવસ્થા શરૂ કરાઈ છે. જેમાં આગામી દિવાળીના ( Diwali ) તહેવાર નિમિત્તે વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકોની વચ્ચે દિવાળીની ઉજવણી કરવાનું આયોજન થઈ રહ્યું છે. વર્ષ દરમ્યાન એકઠી કરવામાં આવેલી બચતમાંથી ઘર ઉપયોગી અને રોશની માટેના કેટલીક ચીજવસ્તુઓની ખરીદી કરીને તેનું ફરીથી અન્ય લોકોમાં વેચાણ કરીને જે રકમ પ્રાપ્ત થાય છે તેમાંથી જૂનાગઢના વૃદ્ધાશ્રમ અને ઝુપડપટ્ટી તેમજ અનાથ આશ્રમમાં રહેતા બાળકો સાથે દિવાળીની વિશેષ ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. નાના બાળકોનો વિશાળ વિચાર આજે જૂનાગઢને એક ડગલું આગળ વધારી રહ્યો છે.

વૃદ્ધાશ્રમ અને ઝૂંપડપટ્ટી તેમજ અનાથ આશ્રમમાં રહેતા બાળકો સાથે દિવાળી ઉજવવાની અનોખી પહેલની શરૂઆત

પ્રત્યેક વ્યક્તિ દિવાળીની ઉજવણી કરે તેવો કર્યો ઉમદા વિચાર

નન્હે કદમના સૌથી સિનિયર અને કાર્યક્રમનું આયોજન કરેલ મૌલિક મહેતા સાથે ઈ ટીવી ભારતે વાતચીત કરી હતી. નાના બાળકના વિશાળ વિચારોને જોઈને સૌ કોઈ અચંબિત રહી ગયા હતામ. વર્ષ 2020માં કોરોનાની પ્રથમ લહેરમાં આ બાળકે પોતાના વર્ષ દરમિયાન એકઠી કરેલી તમામ રકમ જિલ્લા પોલીસ વડાને કોરોના રાહત નિધિમાં અર્પણ કરીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તો ફરી એક વખત વર્ષ દરમ્યાન એકઠી થયેલી રકમમાંથી જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી ફરી તેને સામાન્ય લોકોની વચ્ચે વેચાણ કરી અને તેમાંથી જે રૂપિયા તેને મળશે તેનાથી તે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં રહેતા બાળકો જોડે ખર્ચીને દિવાળીની ( Diwali ) ઉજવણી કરશે.

આ પણ વાંચોઃ જૂનાગઢના 'સુખ પરિવાર' દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સંગીતના સાધનો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા

આ પણ વાંચોઃ ગીરનાર રોપ-વેનું એક વર્ષ, 6.50 લાખ પ્રવાસીઓએ કરી સફર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.