ETV Bharat / city

જૂનાગઢ વિધાનસભા બેઠક પર ઉમેદવારોની પસંદગી મામલે BJP AAP અસમંજસમાં, કૉંગ્રેસ કરી શકે છે રિપીટેશન

author img

By

Published : Oct 15, 2022, 10:36 AM IST

જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો (Junagadh Assembly seats) પૈકીની શહેરની બેઠક પર ઉમેદવારોની પસંદગી કરવાની પરિસ્થિતિ (Candidates selection in Junagadh) મુશ્કેલી સર્જાઈ શકે છે. ભાજપ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પસંદગી માટે અસમંજસમાં જોવા મળી રહી છે. તો કૉંગ્રેસના ઉમેદવાર ફરી ચૂંટણી લડી (Gujarat Election ) શકે છે.

જૂનાગઢ વિધાનસભા બેઠક પર ઉમેદવારોની પસંદગી મામલે BJP AAP અસમંજસમાં, કૉંગ્રેસ કરી શકે છે રિપીટેશન
જૂનાગઢ વિધાનસભા બેઠક પર ઉમેદવારોની પસંદગી મામલે BJP AAP અસમંજસમાં, કૉંગ્રેસ કરી શકે છે રિપીટેશન

જૂનાગઢ આગામી દિવસોમાં રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કોઈ પણ (Gujarat Assembly Election 2022) પળે થઈ શકે છે. ત્યારે જિલ્લાની 5 વિધાનસભા બેઠક પૈકી જુનાગઢ શહેરની બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ઉમેદવારો (Candidates selection in Junagadh) પસંદ કરવાની પરિસ્થિતિ મુશ્કેલી સર્જી (Gujarat Political News ) શકે છે. તો કૉંગ્રેસના ઉમેદવાર ફરી એક વખત ચૂંટણી લડશે તેવી શક્યતાઓ (Junagadh Assembly seats) છે, પરંતુ ભાજપ અને આમ આદમી પાર્ટી માટે ઉમેદવારોને પસંદ કરવાની પરિસ્થિતિ દિવસેને દિવસે મુશ્કેલ બની શકે છે.

ભાજપ AAPમાં મૂરતિયાઓની લાગી લાઈન

જૂનાગઢ શહેરના ઉમેદવારોને લઈને રાજકીય પક્ષોમાં વિટંબણા રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં (Gujarat Election) ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું રાજકીય ગણિત મંડાઈ (Gujarat Political News ) ચૂક્યું છે. જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પૈકી શહેરની બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટી માટે ઉમેદવાર પસંદ કરવાની લઈને મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે.

ભાજપ AAPમાં મૂરતિયાઓની લાગી લાઈન તો જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષી (Bhikhabhai Joshi Congress MLA) કૉંગ્રેસના વલણને કારણે હાલ એક માત્ર સત્તાવાર ઉમેદવાર તરીકે ગણાઈ રહ્યા છે, પરંતુ અહીં પણ કોઈ પણ રાજકીય પરીસ્થિતિમાં તાગ અને તોડ મેળવવા ઉમેદવારોની અદલાબદલી પણ થઈ શકે છે. બીજી તરફ ભાજપ અને આમ આદમી પાર્ટીમાંથી જુનાગઢ વિધાનસભા બેઠક પર ચૂંટણી (Junagadh Assembly seats) લડવા માટે મૂરતિયાઓની લાઈન લાગેલી જોવા મળી રહી છે.

રાજકીય વિશ્લેષકોના મતે ઉમેદવાર અંતિમ ઘડીએ થશે જાહેર રાજકીય વિશ્લેષક (Political Experts) અને છેલ્લા 5 દાયકાથી પત્રકારત્વ સાથે જોડાયેલા કાર્તિક ઉપાધ્યાય પણ જુનાગઢ વિધાનસભા સીટ (Junagadh Assembly seats) પર ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જાહેરાતને લઈને પોતાના તર્ક રજૂ કરી રહ્યા છે. જુનાગઢ કોંગ્રેસનો ગઢ ગણાય છે. આવી પરિસ્થિતિમાં ભાજપે તમામ આગેવાનો અને જ્ઞાતિ-જાતિમાં સર્વસ્વીકૃત ચહેરો ચૂંટણી જંગમાં (Gujarat Election ) ઉતારે તો ભાજપ અને કૉંગ્રેસની લડાઈ ચૂંટણી મેદાનમાં થઈ શકે તેમ છે.

AAPની પહેલી ચૂંટણી આ જ રીતે આમ આદમી પાર્ટી પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે. ત્યારે તેની પાસે પણ એક કરતાં વધારે દાવેદારો જોવા (Gujarat Election ) મળે છે. પક્ષનું મોવડી મંડળ કઈ રીતે ઉમેદવારોની પસંદગી કરશે તેના પર આમ આદમી પાર્ટીની જૂનાગઢ જિલ્લાની રણનીતિ નક્કી (Gujarat Political News) થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.