ETV Bharat / city

જૂનાગઢ મનપાના 15 નંબર વોર્ડમાં ભાજપે યુવા ઉમેદવારને ઉતાર્યા

author img

By

Published : Feb 5, 2021, 3:59 PM IST

જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 15ની પડેલી એક માત્ર બેઠક માટે ભાજપે મૃતક પૂર્વ કોર્પોરેટર ડાયા કટારાના પુત્ર નાગજી કટારાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આ ઉમેદવાર આવવાથી ભાજપે પરિવારને ટિકિટ નહીં આપવાના નિયમનો ભંગ કર્યો છે.

ETV BHARAT
જૂનાગઢ મનપાના 15 નંબર વોર્ડમાં ભાજપે યુવા ઉમેદવારને ઉતાર્યા

  • આ બેઠક કોર્પોરેટર ડાયા કટારાના દેહાવસાન બાદ ખાલી પડી હતી
  • મૃતક પૂર્વ કોર્પોરેટર ડાયા કટારાના પુત્ર ચૂંટણી જંગમાં ભાજપના ઉમેદવાર
  • યુવા ઉમેદવારને પસંદ કરવાની ભાજપની રણનીતિ આવી સામે
    જૂનાગઢ મનપાના 15 નંબર વોર્ડમાં ભાજપે યુવા ઉમેદવારને ઉતાર્યા

જૂનાગઢ: મનપાના વોર્ડ નંબર 15ની ખાલી પડેલી એક માત્ર બેઠક માટે ભાજપે મૃતક પૂર્વ કોર્પોરેટર ડાયા કટારાના પુત્ર નાગજી કટારાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ભાજપે ઉમેદવારોને તક આપવાની જે નવી રણનીતિ બનાવી છે, તેને લઈને નાગજી કટારાની પસંદગી થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વોર્ડ નંબર 15ના ઉમેદવાર તરીકે નાગજી કટારાની પસંદગી

જૂનાગઢ મનપાની વોર્ડ નંબર 15ની એક માત્ર ખાલી બેઠક માટે ભાજપે તેમના સત્તાવાર ઉમેદવારની જાહેરાત કરી છે. પૂર્વ કોર્પોરેટર ડાયા કટારાના પુત્રને ભાજપે તેના સત્તાવાર ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા ઉમેદવારોને લઈને જે નવી રણનીતિઓ બનાવવામાં આવી રહી છે, તેને લઈને યુવાન ઉમેદવાર નાગજી કટારા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, પરંતુ પ્રદેશ ભાજપે જે પ્રકારે પરિવારવાદને પ્રોત્સાહન ન આપવાની વાત કરી હતી તેનો અહીં છેદ ઉડતો જોવા મળી રહ્યો છે. નાગજી કટારા પૂર્વ કોર્પોરેટર ડાયા કટારાના પુત્ર છે અને તેમના પરિવારમાંથી આવે છે.

ETV BHARAT
ભાજપે યુવા ઉમેદવારને ઉતાર્યા

પૂર્વ કોર્પોરેટરનું નિધન થતાં એક બેઠક પડી હતી ખાલી

વર્ષ 2019ના જુલાઈ માસમાં જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર 15માંથી ભાજપના ચારેય ઉમેદવારોની જીત થઇ હતી, ત્યારે કોર્પોરેટર પૈકી એક ડાયા કટારાનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. જેને લઇને પેટા ચૂંટણીઓ યોજવામાં આવી રહી છે. પ્રદેશ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી અને ટિકિટ ફાળવણીના મુદ્દાને લઈને જે ગાઈડલાઈન બનાવવામાં આવી છે, તેનું જૂનાગઢમાં મોટેભાગે પાલન થતું જોવા મળી રહ્યું છે. ભાજપે આજે ગુરુવારે જે ઉમેદવારને જાહેર કર્યા છે, તે યુવાન છે. પ્રથમ વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છે, પરંતુ નાગજી કટારા મૃતક કોર્પોરેટરના પુત્ર હોવાને કારણે ભાજપે પરિવારવાદને પ્રોત્સાહન ન આપવાની વાત કરી હતી તે અહીં ક્યાંક ખોટી પડતી હોય તેવું જણાય આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.