ETV Bharat / city

આ શહેરમાં ભાજપ કૉંગ્રેસના વિવાદનો થયો 'વિકાસ', જૂઓ કઈ રીતે...

author img

By

Published : Jun 14, 2022, 9:30 AM IST

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસના કામોને લઈને ભાજપ અને કૉંગ્રેસ સામસામે આવ્યું છે. જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોષીએ (Junagadh MLA Bhikha Joshi) સત્તાધારી ભાજપ પર ભેદભાવપૂર્ણ વિકાસનો આક્ષેપ (Junagadh Municipal Corporation controversy) કર્યો હતો. તો આવો જાણીએ શું છે સમગ્ર વિવાદ.

આ શહેરમાં ભાજપ કૉંગ્રેસના વિવાદનો થયો 'વિકાસ', જૂઓ કઈ રીતે...
આ શહેરમાં ભાજપ કૉંગ્રેસના વિવાદનો થયો 'વિકાસ', જૂઓ કઈ રીતે...

જૂનાગઢઃ આગામી મહિનાઓમાં રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) યોજવા જઈ રહી છે. ત્યારે વિકાસના કામોને લઈને હવે જાણે કે, રાજકીય પક્ષો દ્વારા એકબીજાને પરાસ્ત કરવાની હોડ લાગી હોય તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. વાત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસ કામોને લઈને છે. અહીં ધારાસભ્ય દ્વારા સૂચવેલા કામો નહીં કરવાને લઈને સત્તાધારી ભાજપ પર ભેદભાવપૂર્ણ વિકાસનો આક્ષેપ ધારાસભ્ય ભીખા જોષીએ (Junagadh Municipal Corporation controversy) કર્યો હતો.

જૂનાગઢવાસીઓ પર થઈ રહી છે વિપરીત અસર
જૂનાગઢવાસીઓ પર થઈ રહી છે વિપરીત અસર

જૂનાગઢવાસીઓ પર થઈ રહી છે વિપરીત અસર - જ્યારે સામા પક્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ ધારાસભ્ય ભીખા જોષી (Junagadh MLA Bhikha Joshi) દ્વારા કામ માટેની ગ્રાન્ટ રોકી દેવાના પત્રને રજૂ કરીને તેનો પક્ષ રજૂ કર્યો હતો. હાલ ચૂંટણીના સમયમાં શાસક અને વિપક્ષ વિવાદના રાજકારણમાં ફસાતા જોવા મળી રહ્યા છે, જેની વિપરિત અસર જૂનાગઢના શહેરીજનો પર થઈ રહી છે.

ચૂંટણીના વર્ષમાં વિકાસને લઈને થઈ રહ્યો છે વિવાદ
ચૂંટણીના વર્ષમાં વિકાસને લઈને થઈ રહ્યો છે વિવાદ

ચૂંટણીના વર્ષમાં વિકાસને લઈને થઈ રહ્યો છે વિવાદ - વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા હવે રાજકીય પક્ષો ખાસ કરીને ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે વિકાસને લઈને આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસના (Junagadh Municipal Corporation Develpoment works) કામોને લઈને જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોષીએ લોકભાગીદારીથી જૂનાગઢ કોર્પોરેશનના 9 વોર્ડમાં 20 ટકા રકમ ફાળવીને વિકાસના કામોને શરૂ કરવાની પત્રો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી હતી.

આ પણ વાંચો- પહેલા જ વરસાદમાં મહાનગરપાલિકાની ખૂલી ગઈ પોલ...

ધારાસભ્ય ભીષા જોષીનો આક્ષેપ - ત્યારબાદ 9 પૈકી માત્ર 3 વોર્ડમાં ધારાસભ્ય દ્વારા સૂચિત અનુદાનની રકમથી કામ શરૂ કરાયું હતું. ધારાસભ્ય ભીખા જોષીનો (Junagadh MLA Bhikha Joshi) આક્ષેપ છે કે, જે ત્રણ વોર્ડમાં કામ શરૂ કરાયું છે. ત્યાં ગટરના કામ બાકી રાખીને સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં લોકોના કર પેટે જમા થયેલા 2 કરોડ સીસી રોડ બનાવવા પાછળ વ્યર્થ થશે. જ્યારે ગટરનું કામ શરૂ કરાશે ત્યારે આ રોડ તોડવામાં આવશે. આવી પરિસ્થિતિમાં તેમણે તેમની ફાળવણીની રકમ લોકોના જનહિતાર્થે વપરાશે નહીં. તેની ચિંતા વ્યક્ત કરીને કામ સ્થગિત રાખવાની વાત કરી હતી.

મનપાના સત્તાધીશોએ ધારાસભ્યના પત્ર અને આગળ કરીને કર્યો બચાવ - જૂનાગઢ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પરસાણાએ ધારાસભ્ય ભીખા જોષીના આક્ષેપ બાદ તેમણે 4 જૂન 2022એ લખેલા પત્રને જાહેર કર્યો છે. આ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તેમના દ્વારા સૂચવેલા જનભાગીદારીની 20 ટકા ગ્રાન્ટ હાલ પૂરતી સ્થગિત રદ રાખવામાં આવે. તેવી જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર દ્વારા જાણ કરી હતી, પરંતુ જ્યારે ધારાસભ્ય દ્વારા લોકભાગીદારીથી 20 ટકા ગ્રાન્ટ વિકાસના કામોમાં કરવાની દરખાસ્ત કરવામાં આવી. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 9 વોર્ડમાં કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપીને તેની પાછળ થતા અંદાજિત રકમની ફાળવણી પણ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ધારાસભ્ય દ્વારા ફાળવવામાં આવેલી રકમ રદ કરવાને લઈને જે પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે ત્યારબાદ ફાળવાયેલી રકમ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવ વોર્ડના કોર્પોરેટરના વિકાસ ગ્રાન્ટમાંથી લઈને તમામ કામો શરૂ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો- પ્રાથમીક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ કર્યો સરકારી શિક્ષણનો નિર્ણય, શું છે તેમની વિચારધારા

રાજકીય હુંસાતુંસીમાં જુનાગઢનો વિકાસ ફસાયો - જૂનાગઢના ધારાસભ્ય વિકાસના કામોને લઈને જૂનાગઢ મહાનગરપાલિકામાં સત્તાધારી ભાજપના પદાધિકારીઓ પર ભેદભાવપૂર્ણ વિકાસ કરવાનો આક્ષેપ કરી રહ્યા છે. બીજી તરફ મહાનગરપાલિકાના સત્તાધીશો ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટની રકમ રદ કરવાના પત્રને સામે રાખીને ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટ વિકાસના કામોમાંથી પરત લીધી છે. તેઓ ધારાસભ્યનો પત્ર રજૂ કરીને વિકાસના કામોને શરૂ રાખ્યા છે. હાલ ચૂંટણીના વર્ષમાં વિકાસના કામોને લઈને રાજકીય હોડ જોવા મળી રહી છે, જેમાં આક્ષેપ પ્રતિઆક્ષેપની વચ્ચે વિકાસ વિવાદમાં (Junagadh Municipal Corporation controversy) ફસાઈ રહ્યો છે અને તેની સૌથી માઠી અસર જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં રહેતાં શહેરીજનો ભોગવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.