ETV Bharat / city

આજે ભવનાથ મહાદેવનો પ્રાગટ્ય દિવસ ધાર્મિક ભવ્યતા સાથે ઉજવાઇ રહ્યો છે

author img

By

Published : May 26, 2021, 11:04 AM IST

Updated : May 26, 2021, 4:26 PM IST

વહેલી સવારથી જ મંદિરમાં હાથ ધરાઈ પૂજન-વિધિ
વહેલી સવારથી જ મંદિરમાં હાથ ધરાઈ પૂજન-વિધિ

આદિ-અનાદિ કાળથી ભવનાથની ગિરિ તળેટીમાં બિરાજી રહેલા ભગવાન ભવનાથ મહાદેવનો આજે પ્રાગટ્યોત્સવ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ મંદિરના પૂજારીઓ દ્વારા ભવનાથ મહાદેવ પર રુદ્રાભિષેક કરીને કોરોના સંક્રમણ કાળમાં પણ સાદાઈથી પરંતુ ધાર્મિક ભવ્યતા સાથે ભવનાથ મહાદેવનો પ્રાગટ્ય દિવસ ઉજવાઈ રહ્યો છે.

  • આજે ભવનાથ મહાદેવનો છે પ્રાગટ્ય દિવસ
  • વહેલી સવારથી જ મંદિરમાં હાથ ધરાઈ પૂજન-વિધિ
  • ધાર્મિક ભવ્યતાથી મહાદેવનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો

જૂનાગઢ: ધાર્મિક માન્યતા મુજબ વૈશાખ સુદ પૂનમના દિવસે ભગવાન ભવનાથ મહાદેવ ગિરનારની ગોદમાં આવેલી તળેટીમાં પ્રાગટ્ય થયા હતા. ત્યાંથી તળેટીમાં ભગવાન ભવનાથ મહાદેવ બિરાજી રહ્યા છે, ત્યારથી જ ગિરનારની તળેટીને ભવનાથ તળેટી તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો: કોરોના સંક્રમણને લઇને 30 એપ્રિલ સુધી ભાવનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ

શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભવનાથ મહાદેવનું પૂજન-અર્ચન

વૈશાખ સુદ પૂનમના દિવસે ભવનાથ મહાદેવ મંદિરમાં ભગવાન મહાદેવની તેમના પ્રાગટ્ય દિવસ નિમિતે વિશેષ પૂજા અને મહાભિષેકનું આયોજન કરાયું છે. જેમાં મંદિરના પંડિત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભવનાથ મહાદેવનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું અને આ ધાર્મિક વિધિ દિવસ દરમિયાન સતત જોવા મળશે. કોરોના સંક્રમણને કારણે આજે કોઈ પણ ભાવિ ભક્તોને મંદિર પરિસરમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં.

આજે ભવનાથ મહાદેવનો છે પ્રાગટ્ય દિવસ

આ પણ વાંચો: મહાશિવરાત્રીના પાવન પર્વે ભવનાથમાં ઉમટ્યા શિવભક્તો

આદિ-અનાદિ કાળથી ભગવાન ભવનાથ મહાદેવ જૂનાગઢમાં બિરાજી રહ્યા છે

ભવનાથ મહાદેવ આદી-અનાદી કાળથી ગિરિ તળેટીમાં બિરાજી રહ્યા છે. હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવનારા પ્રત્યેક ભાવિક ભગવાન ભવનાથ મહાદેવમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે અને તેને કારણે જ ભગવાન ભવનાથ મહાદેવ તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ પણ કરે છે, પરંતુ આજે કોરોના સંક્રમણને કારણે મંદિર પરીસર બંધ રાખવામાં આવ્યું છે. આજના દિવસે ધાર્મિક વિધિ વિધાન અને શાસ્ત્રોક્ત તેમજ મંત્રોચ્ચાર દ્વારા મહાદેવના પ્રાગટ્ય દિવસની કોરોના સંક્રમણની તમામ તકેદારીઓ સાથે સાદાઈથી પરંતુ ધાર્મિક ભવ્યતાથી ભગવાન ભવનાથ મહાદેવનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવી રહ્યો છે.

Last Updated :May 26, 2021, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.