ETV Bharat / city

Bharatibapu 95 Birth Anniversary : ભારતીબાપુના જન્મદિવસ નિમિત્તે તેમની સમાધિનું કરાયું પૂજન, મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો જાણો

author img

By

Published : Apr 1, 2022, 3:37 PM IST

આજે જૂનાગઢ ભારતી આશ્રમમાં ભારતીબાપુની જન્મ જયંતિ નિમિત્તે (Bharatibapu 95 Birth Anniversary )સમાધિ પૂજન કરવામાં (Samadhi Pujan of Bhartibapu in Bharti Ashram )આવ્યું હતું. બીજા કયા કાર્યક્રમ યોજાયા તે જાણવા ક્લિક કરો.

Bharatibapu 95 Birth Anniversary : ભારતીબાપુના જન્મદિવસ નિમિત્તે તેમની સમાધિનું કરાયું પૂજન, મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો જાણો
Bharatibapu 95 Birth Anniversary : ભારતીબાપુના જન્મદિવસ નિમિત્તે તેમની સમાધિનું કરાયું પૂજન, મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો જાણો

જૂનાગઢમાં બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતીબાપુ ની 95 જન્મ જયંતિ (Bharatibapu 95 Birth Anniversary )ઉજવાઇ હતી.ભવનાથની તળેટીમાં આવેલા ભારતી આશ્રમના ગાદીપતિ મહામંડલેશ્વર ભારતીબાપુની આજે 95મી જન્મ જયંતિ હતી. તે પ્રસંગે વહેલી સવારે ભારતી આશ્રમમાં તેમની સમાધિનું પૂજન (Samadhi Pujan of Bhartibapu in Bharti Ashram )કરવામાં આવ્યું હતું.

ભારતી આશ્રમમાં દિવ્યાંગ બાળકોને ભોજન પ્રસાદનું પણ આયોજન થયું

આ કાર્યક્રમો પણ યોજાયાં- ત્યારબાદ તેમના ભાવિકો અને સેવકોની હાજરીમાં મહાયજ્ઞનું આયોજન (Programs on the birth anniversary of Bhartibapu in Junagadh ) કરાયું હતું, જેમાં સેવકોએ આહુતિ આપીને બ્રહ્મલીન ભારતીબાપુને આજે તેમના 95માં જન્મદિવસ નિમિત્તે (Bharatibapu 95 Birth Anniversary )શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. આજે વહેલી સવારે સમાધિ પૂજન (Samadhi Pujan of Bhartibapu in Bharti Ashram )બાદ હોમાત્મક યજ્ઞ અને સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરાયું હતું. આજે રાત્રેે સંતવાણીના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.

સેવકોએ આહુતિ આપીને બ્રહ્મલીન ભારતીબાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં
સેવકોએ આહુતિ આપીને બ્રહ્મલીન ભારતીબાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં

આ પણ વાંચોઃ બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતી બાપુની સમાધિનું પૂજન કરવામાં આવ્યું

ભજન કરો અને ભોજન કરાવો આ સૂત્રને સાર્થક કર્યું હતું ભારતી બાપુએ - ભારતી બાપુએ તેમના જીવનકાળ દરમ્યાન ભજન કરો અને ભોજન કરાવો સૂત્રને સાર્થક કર્યું હતું. ત્યારે આજે બાપુની 95 મી જન્મ જયંતિ નિમિત્તે (Bharatibapu 95 Birth Anniversary )ભારતી આશ્રમમાં દિવ્યાંગ બાળકોને ભોજન પ્રસાદનું પણ આયોજન (Programs on the birth anniversary of Bhartibapu in Junagadh ) કરાયું છે. સૌરાષ્ટ્રમાં પ્રાચીન પરંપરા મુજબ જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો આ પ્રકારની ધાર્મિક માન્યતા છે. ત્યારે મહામંડલેશ્વર બ્રહ્મલીન ભારતી બાપુને 95મી જન્મ જયંતિ પ્રસંગે આજે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ધાર્મિક કાર્યક્રમમાં પ્રથમ વખત ભારતી બાપુની અનુપસ્થિતિની વચ્ચે ઉજવાઇ રહી છે.

આ પણ વાંચોઃ મહામંડલેશ્વર ભારતીબાપુને ધાર્મિક વિધિ વિધાન સાથે ભારતી આશ્રમમાં સમાધિ આપવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.