ETV Bharat / city

નંદ ઘેરા આનંદ ભયો ના નાદ સાથે મંદિર પરિષદ ધર્મભાવનાથી થયું પ્રજ્વલિત

author img

By

Published : Aug 20, 2022, 3:37 PM IST

નંદ ઘેરા આનંદ ભયો ના નાદ સાથે મંદિર પરિષદ ધર્મભાવનાથી થયું પ્રજ્વલિત
નંદ ઘેરા આનંદ ભયો ના નાદ સાથે મંદિર પરિષદ ધર્મભાવનાથી થયું પ્રજ્વલિત

ભાલકા તીર્થમાં કૃષ્ણ જન્મોત્સવ ધામધામૂથી ઉજવવામાં આવ્યો હતો. નંદ ઘેરા આનંદ ભયોના નાદ સાથે સમગ્ર મંદિર પરિષદ ધર્મભાવનાથી પ્રજ્વલિત થયું હતું. Bhalka Tirtha Janmashtami Festival 2022 Krishna Janmotsav in Junagadh

જૂનાગઢ દેહોત્સર્ગ ધામ ભાલકા તીર્થમાં કૃષ્ણ જન્મોત્સવ ધાર્મિક આસ્થા અને ઉમંગ સાથે ઉજવવામાં (Krishna Janmotsav In Bhalka Tirtha) આવ્યો હતો. મધ્યરાત્રીના સમયે હરિની ભૂમિ એવા ભાલકા તીર્થમાં કૃષ્ણ જન્મોત્સવ વખતે નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે સમગ્ર મંદિર પરિષદ ધર્મભાવનાથી પ્રજ્વલિત થયું હતું. ઉલ્લેખનીય છે કે, દેહોત્સર્ગ ધામને શ્રી હરિ ના પરલોક ગમન સાથે સીધો સંબંધ છે પરંતુ કૃષ્ણ સાથે જોડાયેલી આ પવિત્ર ભૂમિ દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવનો (Bhalka Tirtha Janmashtami festival) કાર્યક્રમ પણ ખૂબ જ ધાર્મિક ભાવના અને આસ્થા સાથે કરી રહી છે જેના દર્શન કરીને લાખો શ્રી હરિ ના ભક્તો પાવન થાય છે.

ભાલકા તીર્થમાં કૃષ્ણ જન્મોત્સવ ધામધામૂથી આવ્યો ઉજવવામાં

આ પણ વાંચો Janmashtami 2022 ડાકોરમાં કૃષ્ણ જન્માષ્ટમીએ રણછોડરાયજી સજશે કેવા આભૂષણો જૂઓ

ભાલકા તીર્થમાં શ્રદ્ધાળુઓ સમગ્ર વિશ્વમાં કૃષ્ણના દેહોત્સર્ગ ધામ તરીકે વિખ્યાત હરી અને હરની ભૂમિ એવા સોમનાથમાં ભાલકા તીર્થ ખાતે કૃષ્ણ જન્મોત્સવનો પ્રસંગ ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે મનાવવામાં આવ્યો હતો. કૃષ્ણ દેહોત્સર્ગ ધામ ભાલકા તીર્થ કૃષ્ણના પરલોક ગમન સાથે જોડાયેલું છે. પરંતુ શ્રાવણ વદ આઠમના દિવસે શ્રી હરિ કૃષ્ણના જન્મોત્સવનો પ્રસંગ પણ ભાલકા તીર્થમાં ખૂબ જ ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે મનાવવામાં આવે છે. મધ્યરાત્રી ના સમયે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ વખતે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ધાર્મિક ભાવ સાથે ભક્તિમય બન્યું હતું જેના લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.

ભાલકા તીર્થ
ભાલકા તીર્થ

આ પણ વાંચો બે વર્ષ બાદ ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ખરીદી માટે વડોદરાના બજારમાં લાગી ભીડ

સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાય છે ઉજવણી ભાલકા તીર્થ મંદિર પરિષદ સોમનાથ ટ્રસ્ટ હસ્તકનું મંદિર છે. જેમાં દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાય છે. મધ્યરાત્રીના 12:00 કલાકે શ્રી હરિકૃષ્ણને વિશેષ આરતી અને શણગાર કરવામાં આવે છે. જેમાં સોમનાથ ટ્રસ્ટના અધિકારી પદાધિકારીઓની સાથે સમગ્ર દેશમાંથી આવેલા લાખોની સંખ્યામાં શ્રી હરિ ના ભક્તો સામેલ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણના પૃથ્વી પર અવતરણના ભાગરૂપે જન્મોત્સવનો ધાર્મિક કાર્યક્રમ ઉજવે છે. Janmashtami 2022 Junagadh Janmashtami Festival 2022 Krishna Janmashtami Puja Krishna Janmotsav In Junagadh Bhalka Tirtha Janmashtami festival 2022

ભાલકા તીર્થ
ભાલકા તીર્થ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.