ETV Bharat / city

ગિરનાર રોપ-વે ઉડનખટોલા પર ઉમટ્યું માનવ મહેરામણ, કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું નિમંત્રણ

author img

By

Published : Jul 4, 2021, 10:39 PM IST

કોરોનાની હળવી પડેલી બીજી લહેર બાદ અણસમજુ યાત્રિકો કોરોનાની ભયાવહ ત્રીજી લહેરને વણજોઈતું નિમંત્રણ આપવા માટે જાણે કે થનગનતા હોય તેવા દ્રશ્યો ગિરનારમાં આવેલા ઉડન ખટોલા રોપ-વેમાં જોવા મળ્યા હતા. રવિવારના દિવસે ખુબ મોટી સંખ્યામાં લોકો પરિવાર અને ખાસ કરીને નાના બાળકો સાથે ખુબ જ બેદરકારી પૂર્વક પર્યટન સ્થળોની મુલાકાતે આવતા જોવા મળી રહ્યા છે. યાત્રિકો તમામ પ્રકારની સાવચેતીઓનો ખુલ્લેઆમ ભંગ કરીને માત્ર પર્યટનની મજા માણતા હોય તેવા ચિંતાજનક દૃશ્યો સામે આવ્યા છે.

Junagadh News
Junagadh News

  • અણસમજુ યાત્રિકો કોરોનાની ત્રીજી લહેરને આપી શકે છે વણજોઈતું નિમંત્રણ
  • ગિરનાર રોપ-વેમાં ખુબ મોટી સંખ્યામાં યાત્રિકો પર્યટનની મજા માણતા જોવા મળ્યા
  • યાત્રિકોએ કોરોનાની તમામ ગાઈડલાઈનને નેવે ચડાવીને માણી પર્યટનની મજા

જૂનાગઢ : કોરોના સંક્રમણની બીજી લહેર (The second wave of corona) બિલકુલ શાંત પડતી જોવા મળી રહી છે. આ ખૂબ જ રાહતના સમાચાર છે, પરંતુ બીજી લહેર (second wave) અટકવાની સાથે હવે ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો ભવનાથમાં આવેલા ઉડન ખટોલા (udan khatola) ગિરનાર રોપ-વે (ropeway girnar) માં સામે આવી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઘટી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં સમજુ અને શિક્ષિત વર્ગ જાણે કે અણસમજુ બનીને પર્યટન સ્થળો પર ખૂબ જ મોટા પ્રમાણમાં નીકળી રહ્યો છે. આવા યાત્રિકો કોરોનાની સંભવીત અને ભયાવહ ત્રીજી લહેર (The third wave of corona) ને જાણે કે સામેથી નિમંત્રણ આપતા હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે.

ગિરનાર રોપ-વે પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી
ગિરનાર રોપ-વે પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી

આ પણ વાંચો : 90 દિવસમાં ગિરનાર રોપ વે મારફતે બે લાખથી વધુ લોકોએ કરી સફર

મોટાભાગના યાત્રિકો કોરોના ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ કરતાં પણ જોવા મળ્યા

ગિરનાર રોપ-વે (ropeway girnar) ઉડન ખટોલા (udan khatola) પર રવિવારે 4,000 કરતાં વધુ યાત્રિકો રોપ-વે (ropeway girnar) ની મજા માંણવા માટે એક સાથે ઉમટી પડ્યા હતા. સવારથી લઇને સાંજ સુધી યાત્રિકોની ખૂબ મોટી ભીડ ઉડન ખટોલા ગિરનાર રોપ-વે (ropeway girnar) પર જોવા મળતી હતી. આ ખૂબ જ ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો હતા. ભીડને આપણે સામાન્ય સમજી લઈએ તો પણ અહીં આવતો પ્રત્યેક યાત્રીક કે પ્રવાસી કોરોના સંક્રમણની તમામ ગાઈડલાઈન (Guideline) નો ખુલ્લેઆમ ભંગ કરતો જોવા મળી રહ્યો હતો. સામાજિક અંતર જાણે કે ભુલાઈ ગયું હોય તે પ્રકારે લોકો એકબીજાને કસોકસ અડકીને ટિકિટ માટે લાઇનમાં ઊભા રહેતા જોવા મળતા હતા. આટલું અધૂરું હોય તેમ મોટાભાગના યાત્રિકો માસ્ક પહેરવાનું પણ મુનાસીબ માનતા ન હતા અને 90 ટકા કરતાં વધારે યાત્રિકો માસ્ક વગર જોવા મળ્યા હતા.

ગિરનાર રોપ-વે પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી
ગિરનાર રોપ-વે પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી

આ પણ વાંચો : સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપના વર્કશોપમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

બાળકોને સંક્રમણનું વધારે જોખમ હોવા છતાં લોકો બાળકો સાથે જોવા મળ્યાં

સૌથી ચિંતાની વાત એ હતી કે, બીજી લહેર બાળકો માટે ખૂબ જ ખતરનાક હોઇ શકે છે આવી શક્યતાઓ આરોગ્ય વિભાગે પણ વ્યક્ત કરી છે તેમ છતાં રવિવારે તમામ પરિવારો પોતાના નાના બાળકો સાથે જોવા મળ્યા હતા અને તે પણ તમામ પ્રકારની કોરોના ગાઈડલાઈન (Corona Guideline) નો ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યો કોરોના સંક્રમણની ત્રીજી લહેરને વણજોઈતું નિમંત્રણ પાઠવવા માટે પૂરતા બની શકે છે.

ગિરનાર રોપ-વે પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.