ETV Bharat / city

જામનગરમાં યુવા સરકાર ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ETV ભારતની ખાસ વાતચીત

author img

By

Published : Dec 4, 2020, 1:06 PM IST

હાલમાં જ અર્બન ગુજરાતી ફિલ્મ 'યુવા સરકાર' રિલીઝ થઈ છે ત્યારે તેની સ્ટારકાસ્ટે જામનગરના એક થિયેટરમાં પ્રેક્ષકો સાથે ફિલ્મ નિહાળી હતી અને ત્યારબાદ કલાકારોએ ETV ભારત સાથે વાતચીત પણ કરી હતી.

જામનગરમાં યુવા સરકાર ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ETV ભારતની ખાસ વાતચીત
જામનગરમાં યુવા સરકાર ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ETV ભારતની ખાસ વાતચીત

  • ગુજરાતી ફિલ્મ 'યુવા સરકાર' ની સ્ટારકાસ્ટ જામનગરમાં
  • જામનગર સખી મંડળ દ્વારા ફિલ્મ 'યુવા સરકાર' નિહાળવાનું આયોજન
    જામનગરમાં યુવા સરકાર ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ETV ભારતની ખાસ વાતચીત

જામનગર: યુવા સરકાર ફિલ્મ યુવાનોની પોલિટિકલ વિચારસરણી પર આધારિત છે. ખાસ કરીને આજના સમયમાં યુવકો રાજનીતિથી દૂર ભાગી રહ્યા છે. યંગ જનરેશન જુદા જુદા ક્ષેત્રમાં ઉમદા કામગીરી કરી રહી છે. પરંતુ રાજનીતિનું નામ આવતા જ યંગ લોકો કારકિર્દી બનાવવાની ના પાડી દે છે. સિસ્ટમને બદલવાની વાત સૌ કોઈ કરે પણ એ સિસ્ટમને બદલવાની વાત આવે ત્યારે સૌ કોઇ સતત પોતાનો બચાવ કરતા જોવા મળે છે.

જામનગરમાં યુવા સરકાર ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ETV ભારતની ખાસ વાતચીત
જામનગરમાં યુવા સરકાર ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ETV ભારતની ખાસ વાતચીત

ફિલ્મના કલાકારો સાથે ખાસ વાતચીત

જામનગરમાં સખી મંડળ દ્વારા 'યુવા સરકાર' મુવી જોવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં જામનગરવાસીઓ ફિલ્મ નિહાળવા માટે ઉમટ્યા હતા. 'યુવા સરકાર' ફિલ્મમાં ગાંધી વિચારને ફરી જીવંત કરવામાં આવ્યો છે. તેમજ ગાંધી રાસ પણ ગુજરાતી ફિલ્મમાં પહેલી વખત જોવા મળ્યું છે.

ઇટીવી ભારત સાથે વાત કરતા ફિલ્મના કલાકારોએ દર્શકોને અપીલ કરી હતી કે કોરોના મહામારીમાં લોકો છેલ્લા ઘણા સમયથી ઘરની બહાર નીકળી શક્યા ન હતા. હવે અનલોકમાં રિલીઝ થયેલી પહેલી ફિલ્મ યુવા સરકાર છે. એટલે લોકો મનોરંજન માટે હવે યુવા સરકાર નિહાળે. સિનેમા ઘરોમાં પણ હવે સોશીયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત, સેનેટાઇઝરની વ્યવસ્થા રાખવામાં આવી છે..

ગુજરાતી દર્શકો શા માટે સિનેમા ઘર સુધી નથી પહોંચતા...?

ગુજરાતી દર્શકોમાં ગુજરાતી ફિલ્મોને લઈ ઉદાસીનતા જોવા મળી રહી છે. અમુક ફિલ્મોને બાદ કરતાં મોટાભાગની ફિલ્મો ફ્લોપ સાબિત થઈ રહી છે. કારણ કે ફિલ્મની સ્ટોરીથી લઈ એડિટિંગ અને સોન્ગ સિલેક્શનમાં પણ ગુજરાતી ડાયરેક્ટરો હજુ ઉણા ઉતરી રહ્યા છે.

ગુજરાત સરકાર આપે છે ફિલ્મોમાં સબસીડી

ગુજરાતી ફિલ્મનો વધુમાં વધુ દર્શનનો લાભ લે તે માટે ગુજરાત સરકારે પણ પહેલ કરી છે અને સબસીડીની જાહેરાત કરી છે છતાં પણ હજુ સુધી ગુજરાતી દર્શકોને માફક આવે તેવી ફિલ્મો બની નથી રહી ત્યારે હેલ્લારો ફિલ્મને બાદ કરતાં મોટાભાગની ફિલ્મો અત્યાર સુધી ઠીક ઠીક સફળ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.